શું તમે આખી ડુંગળીનું શાક ખાધું છે ?જો ના તો જાણી લો એની રેસિપી !!!

0
49

સામાન્ય રીતે લોકોને રોજે રોજ કંઈક કંઈક નવું નવું અને જુદી જુદી વસ્તુઓ ખાવાની ઈચ્છા થતી હોય છે પણ તમને પણ એ જ ચિંતા થતી હોય કે રોજેરોજ કયું નવું શાક બનાવી શકાય?, તો ચાલો અમે તમારી તકલીફને દૂર કરી દઈએ કારણ કે આજે અમે તમને એક નવી રેસિપી જણાવવાના છીએ અને એ નવી રેસિપી એટલે ડુંગળીનું શાક ચાલો જણાવી દઈએ આખી ડુંગળીનું શાક !

સામગ્રી

  • ૫૦૦ ગ્રામ એક સરખી સાઈજ ની ડુંગળી
  • ૩ ટામેટા ની ગ્રેવી
  • એક પેકેટ ચેવડો
  • એક ચમચી લીંબુ નો રસ
  • ૧ ચમચી માંડવીનો ભૂકો
  • જીણી સમારેલ ધાનાભાજી
  • ૨ ચમચી આડું ની પેસ્ટ
  • અડધી ચમચી લાલ મરચું પાઉડર, હળદર, ગરમ મસાલો
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • જરૂર મુજબનું તેલ

બનાવવાની રીત

સૌ પ્રથમ એક પેન લેવાનું છે એમાં થોડું તેલ ગરમ થાય એટલે એમાં બધી જ ડુંગળીને થોડી વાર માટે ફ્રાય કરી લેવાની છે અને પછી થોડી વાર માટે એને ઠંડી થવા દો.

હવે એક બીજી કડાઈ લેવાની છે અને એમાં થોડું તેલ ઉમેરો પછી એ તેલ ગરમ થાય એટલે એમાં આદુ,લસણ અને ડુંગળીની પેસ્ટ ઉમેરો અને પછી જયારે એ આછા બ્રાઉન કલરની થાય એટલે એમાં ટામેટાની પ્યુરી ઉમેરવાની છે.

પછી ટામેટા સરખી રીતે ચડી જાય એટલે એમાં મગફળીનો ભૂકો અને ચેવડાનો ભૂકો ઉમેરો અને સરખી રીતે પાકવા દો અને એ સરસ રીતે પાકી જાય તો એમાં એકાદ કપ જેટલું પાણી ઉમેરવાનું છે.

પછી એમાં બીજા બધાજ મસાલા અને લીંબુનો રસ ઉમેરો અને સરખી રીતે હલાવો.

હવે આપણે જે પહેલા ડુંગળી ફ્રાય કરીને રાખી હતી એને ઉમેરી દો અને સરખી રીતે મિક્સ કરીને લગભગ ૧૦ મિનીટ જેટલું પકાવો અને પછી ડુંગળી સરસ રીતે પાકી જાય એટલે ગેસ બંદ કરી દેવો.

તો હવે તૈયાર છે ખુબજ સ્વાદિષ્ટ એવું આખી ડુંગળીનું શાક કે જેને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?