શિયાળામાં લીલી ડુંગળી અને જુવાર બંને હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક રહે છે. જુવારના સાદા રોટલા ઘણાંના ઘરે બનતા હોય છે, હા જોકે શહેરોમાં ભાગ્યે જ કોઇના ઘરે જુવાર ખવાતી હોય છે. એટલે જ ઘણા લોકોને તો જુવારનો તો ટેસ્ટ પણ ખબર નહીં હોય. જુવાર મીઠું ધાન છે, એટલે જુવારના રોટલા પણ એટલા જ મીઠા લાગે છે.
સામગ્રી
- 1 કપ જુવારનો લોટ
- 1/2 કપ ઝીણા સમારેલી લીલી ડુંગળી
- 1 ટીસ્પૂન લીલાં મરચાંની પેસ્ટ
- 1 ટીસ્પૂન તેલ
- મીઠું સ્વાદાનુસાર
- જુવારનો લોટ અટામણ માટે
- તાજું દહીં સર્વિંગ માટે
બનાવવાની રીત
સૌપ્રથમ જુવારના લોટને એક મોટા વાસણમાં ચાળી લો.
ત્યારબાદ તેમાં લીલી ડુંગળી, મરચાંની પેસ્ટ, મોણ માટે તેલ અને મીઠું ઉમેરીને કણક બાંધી લો.
ત્યારબાદ બાંધેલા લોટમાંથી લુઆ પાડી હળવેથી જુવારના અટામણ સાથે થોડી જાડી કહી શકાય એવી રોટલી વણી લો.
હવે નોનસ્ટિક તવા પર દરેક રોટલીને લાઇટ બ્રાઉન છાંટ પડે એમ બંને બાજુ શેકી લો. બંને તરફ સરખી શેકાયેલી રોટી પર ઘી લગાવી તાજા દહીં સાથે ગરમ-ગરમ સર્વ કરો.
તમે તેને ગરમા-ગરમ ચા સાથે પણ સર્વ કરી શકો છો.
આ જુવારની રોટી સવારમાં એક હેલ્ધી બ્રેકફાસ્ટ તરીકે તમે સર્વ કરી શકો છો.
જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..
આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર
૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?