દેશમાં જ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત થયેલાં વડતાલ મંદિરમાં બનતાં મરચાંના અથાણાની રેસિપી

0
1314

વડતાલ સ્વામિનારાયણ મંદિર જેટલું દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે, તેટલું જ ત્યાંનું મરચાનું અથાણું પણ પ્રસિદ્ધ છે. આગામી દિવસોમાં 2200 મણ મરચાંનું અથાણું તૈયાર કરાશે જેમાં 500 મણ તો ભાવનગરનાં લીંબુ હશે અને 1700 મણ મરચાંનો ઉપયોગ કરાશે. જેનો તમામ કારભાર એસોસીએટ્સ પૂ.શ્યામવલ્લભ સ્વામી સંભાળી રહ્યાં છે.

આ અંગે શ્યામ વલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, મહેસાણી મરચાંનું અથાણું બનાવતા પૂર્વે પ્રથમ ભાવનગરી લીંબુના ટૂકડા કરી તેને હળદર મીઠામાં આથવામાં આવે છે. આ આથેલા લીંબુ ગળી જાય ત્યાર બાદ સિઝનમાં મરચાં આવે એટલે મરચાંને લીંબુ ભેળા આથવામાં આવે છે. બાદમાં તૈયાર થયેલા અથાણાને આકર્ષક બેગમાં પેક કરવામાં આવે છે. હાલ સભામંડપમાં મરચાં કોચવાનું કાર્ય ચાલી રહ્યું છે.

હરિભક્તો મરચાં કોચતાંમાં વ્યસ્ત: 3 માસમાં વિતરણ કરાશે

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં બનતું મરચાનું અથાણું બે કે ત્રણ મહિના પછી તૈયાર થશે. તે ફક્ત વડતાલ મંદિરમાંથી જ મળશે. આ અથાણું એકદમ કેમિકલ રહિત હોય છે. પરંપરાગત રીતે બનતું આ અથાણું લાંબા સમય સુધી બગડતું નથી.

સામગ્રી

  • 1 કપ પાતળી સ્લાઈસમાં સમારેલા ભાવનગરી મરચા
  • 2 ચમચા જીરૂ
  • ½ ચમચી આખા મરી
  • ¼ ચમચી સુંઠ
  • ½ ચમચી અજમો
  • 1 ½ ચમચો ગોળનો ભુક્કો
  • 1 ચમચો લીંબુનો રસ
  • 1 ચમચી તેલ
  • 1/8 ચમચી મીઠુ

રીત

એક નોનસ્ટીક પેનમાં તેલ ગરમ કરી તેમાં લીલા મરચાને 2-3 મિનીટ સાંતળો પછી તેને ગેસ પરથી ઉતારી લો.

નોનસ્ટીક પેનમાં જીરૂ, મરી અને અજમાને મિક્સ કરીને શેકી લો. શેકાઈ જાય એટલે તેને ઠંડા કરીને તેનો પાઉડર બનાવી લો.

આ પાઉડરમાં સુંઠ, ગોળ, લીંબુનો રસ અને મીઠુ મિક્સ કરો. તેમાં સાંતળેલા મરચા મિક્સ કરી દો અને 3-4 કલાક મેરિનેટ થવા દો.

પછી તેને ફ્રિજમાં સ્ટોર કરીને રાખો. આ અથાણું તમે 2-3 દિવસ સુધી ખાઈ શકો છો.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?