સાંજની ચા સાથે માણો ગરમાગરમ ડુંગળીનાં ભજીયાં, બની જશે માત્ર 10 મિનિટમાં

0
262

શિયાળામાં વારંવાર ભૂલ લાગતી હોય છે અને કઈંક ગરમા-ગરમ ચટપટું ખાવાની પણ ઇચ્છા થતી હોય છે. બપોરે જમ્યા બાદ પણ સાંજની ચાનો સમય થાય એટલે ભૂખ લાગી જ જાય. અ સમયે દરરોજ સૂકા નાસ્તાની જગ્યાએ કઈંક ગરમાગરમ મળી જાય તો મોજ પડી જાય. આજે અમે લાવ્યા છીએ ડુંગળીના ભજીયાંની રેસિપિ. રેસિપિ સાવ સરળ છે અને બનવામાં વધુ વાર પણ નહીં લાગે. ઉપરાંત સ્વાદમાં લાગશે જબરજસ્ત ટેસ્ટી. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

સામગ્રી

  • ત્રણ કપ ડુંગળી
  • બે કપ ચણાનો લોટ
  • ચાર ટીસ્પૂન કોર્નફ્લોર
  • મીઠું સ્વાદ અનુસાર
  • એક ટીસ્પૂન લાલ મરચાંનો પાઉડર
  • બે લીલા મરચાં
  • અડધી ટીસ્પૂન બેકિંગ પાઉડર
  • અડધો કપ તેલ

બનાવવાની રીત

ડુંગળીને સ્લાઈસમાં સુધારી લો જેથી તેની ગોળ રિંગ બને. એક બાઉલમાં ચણાનો લોટ, કોર્ન ફ્લોર, મીઠું અને લાલ મરચાંનો પાઉડર મિક્સ કરો.

તેમાં પાણી ઉમેરીને ખીરું બનાવો. લીલા મરચાંને ઝીણા સમારીને ઉમેરો અને સાથે બેકિંગ પાઉડર પણ મિક્સ કરો.

એક કઢાઈમાં તેલ ગરમ કરો. ડુંગળીની સ્લાઈસને ખીરામાં બોળીને તેલમાં ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યા સુધી તળો.

ગરમાગરમ ડુંગળીના ભજીયાને ટોમેટો સોસ કે ફૂદીનાની ચટણી સાથે સર્વ કરો.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?