ઝંઝટ નહીં રહે વેફરને બાફવાની, એકવાર બનાવી આખા વર્ષ સુધી સ્ટોર કરો બટાકાની વેફર

0
662

ઉનાળો શરૂ થતાં જ બધાં ઘરે બટાકાની વેફર બનાવવાની શરૂ કરતા હોય છે. લોકો ઉનાળામાં વેફર બનાવીને આખા વર્ષ માટે સ્ટોર કરતા હોય છે. માર્કેટ કરતાં આ વેફર સસ્તી પડે છે અને સાથે-સાથે ટેસ્ટી પણ લાગે છે. હા જોકે વેફરને બાફવાની અને પછી સૂકવવાની ઝંઝટથી લોકો કંટાળી જતા હોય છે. આજે અમે વેફરને બાફ્યા વગર બનાવવાની રેસિપિ લાવ્યા છીએ અહીં. જેનાથી તમારો ઘણો સમય બચશે અને વેફર ક્રિસ્પી તો બનશે જ. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

સામગ્રી

  • બટાકાં
  • મીઠું
  • તેલ (તળવા માટે)

ખાસ ટિપ્સ

બટાકાં હંમેશાં મધ્યમ સાઇઝનાં ખરીદવાં. વધારે નાનાં કે મોટાં હશે તો વેફર પાડતાં નહીં ફાવે.

સહેજ પીળાશ પડતાં બટાકાં ખરીદવાં. લીલાશ પડતાં બટાકાં અવોઇડ કરવાં.

રીત

સૌપ્રથમ બટાકાંને ચોખ્ખા પાણીથી ધોઇને તેની છાલ ઉતારી પાણીમાં મૂકી દો. ત્યારબાદ વારાફરથી બધાં જ બટાકાંની ચિપ્સ બનાવી લેવી. મશીન એડજસ્ટેબલ હોય તો ચિપ્સ મિડિયમ બનાવવી. બટાકાંમાં સ્ટાર્ચ બહુ વધુ હોય છે એટલે ચિપ્સ 5-6 વાર વ્યવસ્થિત ધોઇ લેવી.

ધોવાઇ ગયા બાદ તેને કોટનના ચોખ્ખા કપડાથી બરાબર લૂછી લેવી. ત્યારબાદ વેફરમાંથી પાણીનો ભાગ બરાબર સૂકાઇ જાય ત્યાં સુધી તેને સૂકાવા દેવી.

ઉનાળામાં વેફરને બરાબર સૂકાતાં ત્રણેક દિવસ લાગે છે. સૂકાઇ ગયેલ વેફરને આખુ વર્ષ સ્ટોર કરી શકાય છે.

નોંધ: વેફર એર ટાઇટ કંટેનરમાં સ્ટોર કરવી.

હવે જ્યારે વેફર તળવી હોય ત્યારે એક મોટા વાસણમાં પાણી લઈ તેમાં મીઠું ઉમેરો અને મીઠાવાળા પાણીમાં વેફર 15 મિનિટ્સ પલાળી રાખો. જેથી વેફર સોલ્ટી બનશે અને ઉપર ધૂળના કણ ચોંટેલા હશે તો સાફ થઈ જશે.

ત્યારબાદ તેલ બરાબર ગરમ થઈ જાય એટલે હાઇ ફ્લેમ પર વેફરને પાણીમાંથી કાઢતા જાઓ અને તળતા જાઓ. મીઠાવાળા પાણીમાં પલાળવાથી વેફર રબર જેવી થઈ જાય છે, એટલે હાથમાં લાડવો વાળીને શક્ય એટલું પાણી નીચોવી દેવું અને ભીની વેફર જ તળી લેવી. વેફર તળાતાં થોડી વાર લાગશે, ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?