રાવણની આ સાત ઈચ્છાઓ ક્યારેય પણ પૂરી ના થઇ

0
1733

દશેરાનો દિવસ અસુર રાજ રાવણનો વધ અને રામના વિજયના રૂપમાં મનાવવામાં આવે છે. દૈત્ય લંકાપતિ રાવણ વિશે જેટલું જાણીએ તેટલું ઓછું છે. મહાજ્ઞાની અને વિદ્વાન હતો એ તો બધાંજ જાણે છે પણ તે કેટલાંક સંશોધનો કરવા માંગતો હતો તે બહું જ ઓછા લોકોને ખબર છે. આ વર્ષે 19મી ઓક્ટોબરે વિજયાદશમીનો તહેવાર મનાવવામાં આવશે. ત્યારે જાણો રાવણની સાત ઈચ્છાઓ વિશે કે જે ક્યારેય પૂરી ન થઈ શકી.

સીતાને વરવાની આશ સફળ ન થતાં, રાવણ રામ પ્રત્યે પહેલેથી થોડો અણગમો ધરાવતો હતો. તેની રાક્ષસિય પ્રવૃત્તિનો પ્રચાર અને પ્રસાર કરવા માંગતો હતો. તે ઈચ્છતો હતો કે રામ સફળ ન થાય. તેણે કેટલીક એવી વસ્તુઓ બનાવવા કોશિશ કરી હતી કે વિશે કદાચ માત્ર સ્વપ્નમાં જ વિચારી શકાય..

1. સ્વર્ગ સુધી સીડી બનાવડાવવી

ભગવાનની સત્તાને પડકાર આપવા માટે રાવણ સ્વર્ગ સુધી સીડી બનાવવા માંગતો હતો જેથી જે લોકો મોક્ષ કે સ્વર્ગ મેળવવા માટે ઈશ્વરને પૂજે છે જે તે પૂજા બંધ કરી રાવણને જ ભગવાન માને.

2. સમુદ્રના પાણીને ગળ્યુ બનાવવું

રાવણ સાતેય સમુદ્રોના પાણીને ગળ્યું બનાવવા માંગતો હતો.

3. સોનામાં સુગંધ નાખવી

રાવણ ઈચ્છતો હતો કે સોનુ સુગંધિત હોવું જોઈએ. રાવણ દુનિયાભર ના સોના પર પોતે કબજો કરવા માંગતો હતો. સોનું શોધવામાં કોઈ તકલીફ ન પડે એ માટે તે સોનામાં સુગંધ નાખવા માંગતો હતો.

4. સંસારમાંથી ભગવાનની પૂજા સમાપ્ત કરવી

રાવણ ઈચ્છતો હતો કે તે સંસાર માંથી ભગવાનની પૂજા ની પરંપરાને જ સમાપ્ત કરી દે જેથી દુનિયામાં ફક્ત તેની જ પૂજા થાય.

5. કાળા રંગને ગોરો કરવો

રાવણ પોતે કાળો હતો તેથી તે ઈચ્છતો હતો કે માનવ પ્રજાતિમાં જેટલા પણ લોકોનો રંગ કાળો છે તે ગોરો થઈ જાય. જેનાથી કોઈપણ મહિલા તેનું અપમાન ન કરી શકે.

6. દારૂમાંથી વાસ દૂર કરવી

રાવણ દારૂ માંથી દુર્ગંધ હટાવવા માંગતો હતો. જેથી સંસારમાં દારૂનુ સેવન કરીને લોકો અધર્મ વધારી શકે.

4. લોહીને રંગ સફેદ કરવો

રાવણ ઈચ્છતો હતો કે માનવના રક્તનો રંગ લાલમાંથી સફેદ થઈ જાય. જ્યારે રાવણ વિશ્વવિજયી યાત્રા પર નીકળતો હતો ત્યારે તેને સેકડો યુદ્ધ કર્યા. કરોડો લોકોનું લોહી વહેવડાવ્યું. નદીઓ અને સરોવર લોહીથી લાલ થઈ ગયા. પ્રકૃતિનુ સંતુલન બગડવા લાગ્યું હતું અને દેવતા આ માટે રાવણને દોષી માનતા હતા. તો તેને વિચાર કર્યો કે રક્તનો રંગ સફેદ થઈ જાય તો ખબર જ નહી પડે કે તેણે કેટલું લોહી વહાવ્યું છે ને તે પાણીમાં મિક્સ થઈને પાણી જેવુ થઈ જશે.

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?