પુણેમાં જોવા મળ્યું એલિયન અને પોલીસ ચડી ચકરાવે – એક વ્યક્તિએ પોલીસને આવી રીતે જાણ કરી..

0
134

ફિલ્મોમાં અથવા ટીવીમાં આપણે એલિયન વિશેની વાતો સાંભળી હોય છે પણ એ એલિયન સામે આવી જાય તો? કદાચ અઠવાડિયા સુધી તો વ્યક્તિને ઊંઘ ન આવે એવું બને. આવી જ ઘટના પુણેમાં બનેલ છે. થયું છે કંઈક એવું કે જેનાથી બધા હેરાન થઇ ગયા. વાંચો વધુ અહેવાલ આગળ….

પુણેમાં એક વ્યક્તિના ઘરની બહાર એલિયન જોવા મળ્યું. આ ઘટના બની જેનાથી બધા લોકો હેરાન થઇ ગયા. એ વ્યક્તિને એલિયન દેખાયું તેને તો PMOને લેટર લખ્યો. આ લેટરમાં તેને ધરની આસપાસ તપાસ કરાવવાની માંગણી કરી. આ અરજી જેવી મળી કે તરત જ પોલીસે ઘટના સ્થળની તપાસ ચાલુ કરી દીધી હતી. પોલીસ ડીપાર્ટમેન્ટમાં હલચલ મચી ગઈ હતી કારણ કે અત્યાર સુધીનો આ પહેલો આવો કેસ નોંધાયો હતો. આખી તપાસ કરાવવા પોલીસ દોડધામ કરવા લાગી. અનેક અધિકારીઓ તેમની ટીમ સાથે અહીં પહોંચી ગયા. પછી ઊંડી તપાસ થઇ ત્યારે બહાર આવ્યું કે એ વ્યક્તિ માનસિક બીમાર હતો.

પોલીસ ડીપાર્ટમેન્ટ જણાવે છે કે, ૪૭ વર્ષના આ વ્યક્તિએ અરજી કરીને બધાને વિચારતા કરી દીધા. ખોદરૂડ એરિયામાં રહેવાવાળા આ શખ્સે ઘરની બહાર એલિયન જોયું ન હતું પણ એવો ભાસ થયો હતો. માત્ર આટલા કારણથી તેને અરજી તૈયારી કરી પોલીસ વિભાગને આપી દીધી.

જેવો PMOને લેટર આપ્યો કે PMOએ આ લેટર મહારાષ્ટ્ર સરકારને મોકલી દીધો. બધાને ચકિત કરી દે એવી આ ઘટના બની પછી તો ઈમેઈલ કરવાવાળા શખ્સ વિશેની વિગતો મળી ત્યારે બહાર આવ્યું કે આ શખ્સ માનસિક બીમારીનો શિકાર છે. વધુ પોલીસ વિભાગે જણાવ્યું કે થોડા મહિના પહેલા આ વ્યક્તિએ ઘરની બહાર ઝાડમાં ચમકતી રોશની જોઈ હતી જેમાં તેને એલિયન ઓબ્જેક્ટ જેવું લાગ્યું હતું.

આ નાની અમથી વાતનું વિસ્તૃતિકરણ કરી તેને PMOને લેટર લખ્યો હતો. જેમાં તપાસ અંગેની પણ માંગ કરી હતી. આ આખી ઘટના બની જે કોઈને પણ જાણ ન હતી અને માત્ર એ શખ્સને જ એલિયન દેખાયું એવો ભાસ એવો થયો હતો. આ આખી ઘટના બની તે શખ્સના ઘરમાં પણ કોઈને જાણ ન હતી. જયારે પોલીસ કાફલો તપાસ અર્થે શખ્સના ઘરે પહોંચ્યો ત્યારે બધાને વાતની ખબર પડી.

ખરેખર!! ક્યારેક નાની અમથી ઘટના બને જેને માણસ મોટું રૂપ આપીને પોલીસ ડીપાર્ટમેન્ટ સુધી મામલાને લઇ જાય છે. કદાચ આવા સંજોગોમાં બને છે એટલે જ પોલીસ ડીપાર્ટમેન્ટ તેના કામમાંથી નવરં થતું નથી. માનસિક પરિસ્થિતિ વિચલિત હોય તેવા આ શખ્સે પણ પોલીસને દોડતી કરી દીધી હતી.

#Author : RJ Ravi

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?