શું તમે ગાઝી રાશિદ વિષે જાણો છો કે જે હતો પુલવામાં એટેકનો માસ્ટરમાઈન્ડ ?

0
106

પુલવામા થયેલા એટેકનો જે માસ્ટર માઈન્ડ ગાઝી હતો એ આઈઈડી બ્લાસ્ટ માટે એક્સપર્ટ ગણવામાં આવતો હતો

ગાઝી પોતાના બીજા 2 સાથીઓની મદદથી ડિસેમ્બરમાં આપણા ભારતની સીમમાં ઘૂસવામાં સફળ થયો હતો

હાલમાં જ પુલવામામાં સીઆરપીએફ પર થયેલા હુમલા બાદ આપણી સેનાએ એક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અને આપણી સેનાએ જે એન્કાઉન્ટર કર્યું તેમાં પુલવામા એટેકના માસ્ટરમાઈન્ડ અને જૈશના ટોપ કમાન્ડર એવા ગાઝી રાશિદને પણ ઠાર કરી દેવાયો છે એવી માહિતી મળેલ છે. એ વાત આપણે જાણીયે છે, પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં સીઆરપીએફની એક આખી બસને જ ઉડાવી દેવાઈ હતી. અને આ ક્રૂર ઘટનામાં આપણા 40 સીઆરપીએફના જવાનો શહીદ થયા હતા.

Secirity personnal near awantipora blast site. Express Photo by Shuaib Masoodi 14/02/2019

ગાઝી આવ્યો હતો મસૂદ અઝહરના ભત્રીજાના મોતનો બદલો મેળવવા માટે

જો આના વિષે વિગતે વાત કરીયે તો ગયા વર્ષે ત્રાલમાં એક એન્કાઉન્ટરમાં આપણી સેનાએ સ્નાઈપર અને મૌલાના મસૂદ અઝહરના ભત્રીજાને ઠાર કર્યો હતો. પછીથી જૈશ-એ-મોહમ્મદે તેઓના ટોપ કમાન્ડર અને આઈઈડી એક્સપર્ટ એવા ગાઝી રાશિદને કાશ્મીર મોકલી દીધો હતો. અને જેવી રીતે ગાઝીને અંદર ઘૂસવાનું કહેવાયું હતું એવી રીતે ગાઝીને ઘૂસણખોરી દ્વારા કાશ્મીર પહોંચવામાં સફળતા પણ મળી હતી. એવું માનવામાં આવે છે કે, ગાઝીને પોતાના બીજા 2 સાથીઓ જોડે ડિસેમ્બર મહિનામાં ભારતમાં ઘૂસણખોરી કરવામાં સફળતા પ્રાપ્ત થઇ હતી અને પછી પોતે દક્ષિણ કાશ્મીરમાં છુપાયો હતો. ઈન્ટેલિજન્સના દ્વારા આપયેલી માહિતી મુજબ , એની પહેલા પણ રત્નીપુરા ગામમાં થોડા દિવસ પહેલાં જ એક એન્કાઉન્ટર થયું હતું તેમાં ત્યાંથી ભાગી જવામાં ગાઝી રશીદને સફળતા મળી હતી.

Image result for ghazi rashid

આ ઓપરેશન રવિવારની રાત્રે 12 વાગ્યાથી ચાલુ કરાયું હતું

આપણી મજબૂત સેનાએ કાલે રવિવારે જ રાત્રે 12 વાગ્યાથી આ સર્ચ ઓપરેશનની શરૂઆત કરી હતી. સેનાને એવી માહિતી મળી હતી કે પુલવામાથી આશરે 10 કિમી દૂર પિંગલનમાં આવેલા એક ઘરમાં 3-4 આતંકીઓ છુપાયા છે. આ સર્ચ ઓપરેશનમાં 55RR, CRPF અને SOGના જવાન પણ જોડાઈ ગયા હતા. આ એન્કાઉન્ટર દરમિયાન એક મેજર અને બીજા 4 જવાન શહીદ થયા હતા અને છેલ્લે ગાઝી કે જે માસ્ટરમાઈન્ડ હતો આ આખા હુમલાનો તેને પણ ઠાર કરી દેવામાં આવ્યો છે એવી માહિતી મળી છે. આપણી સેનાએ આ સર્ચ ઓપરેશનમાં એ આખા બિલ્ડિંગને જ ઉડાડી દીધું કે જે બિલ્ડિંગમાં ગાઝી અને બીજા આતંકીઓ છુપાયા હતા.

બીજા પણ કેટલાક આતંકી હુમલા માટે છે જવાબદાર – ગાઝી 

2008 માં ગાઝીએ જૈશ-એ-મોહમ્મદમાં એન્ટ્રી કરી હતી અને તેણે યુદ્ધની ટ્રેનિંગ તાલિબાનમાં મેળવી હતી. તે વર્ષ 2010 ઉત્તરી વઝીરિસ્તાન પણ ગયો હતો. તેણે બધે ટ્રેનિંગ લીધી અને ત્યારબાદ ગાઝીની આ આતંકી દુનિયામાં એન્ટ્રી થઇ હતી. તેણે બહુ જ થોડા જ સમયમાં એવા જવાનો કે જે પાકિસ્તાનના કબજામાં આવેલા કાશ્મીર હતા એમને પોતે મેળવેલી તાલિબાની ટ્રેનિંગ આપવાનું શરુ કરી દીધું હતું.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?