ડોક્ટર ઓપરેશન કરતા રહ્યા અને દર્દી ‘હનુમાન ચાલીસા’ બોલતો રહ્યો અંતે વગર બેહોશ કર્યે સફળ ઓપરેશન થયું

0
162

સામાન્ય રીતે જ્યારે પણ કોઈ દર્દીનું મુશ્કેલ ઓપરેશન હોય તો દર્દીને ઓપરેશન સમયે બેહોશ કરી દેવામાં આવે છે. ત્યાર બાદ તેનું ઓપરેશન કરવામાં આવે છે. ઓપરેશન પત્યા બાદ દર્દીને ભાનમાં લાવવામાં આવે છે. પણ એક એવો કિસ્સો આજ તમને જાણવા મળશે જે જાણીને તમે વિચારમાં પડી જશો.

બ્રેન ટ્યૂમર જેવી બીમારીના ઓપરેશન દરમિયાન એક દર્દી સતત હનુમાન ચાલીસા બોલતો રહ્યો અને ડોક્ટરે ઓપરેશન કરી, તેનું બ્રેઇન ટ્યૂમર દૂર કર્યું હતું. ભારતમાં આ પ્રકારની ઘટના પ્રથમ વખત બની છે. જેમાં દર્દીને હોશમાં રાખીને જ કોઇ મુશ્કેલ ઓપરેશન કરવામાં આવ્યું હોય. આ પ્રકારની સર્જરીને “અવેક બ્રેન સર્જરી”થી ઓળખવામાં આવે છે. જે અગાઉ પણ સફળતાપૂર્વક થઇ ચૂકેલી છે. આ આધુનિક તબીબી સારવારને ડોક્ટરોએ પણ મોટી સફળતા ગણાવી છે.

Related image

હકીકતમાં જયપુરના ત્રીસ વર્ષીય દર્દીને આ ઓપરેશન કરવામાં આવ્યું હતું.  સામાન્ય રીતે દરેક દર્દીને ઓપરેશન વખતે બેહોશ કરવામાં આવે છે. પણ જો બેહોશી વધુ જણાય તો  દર્દી મૌન થઈ જાય અને ઓપરેશન સમયે જો દર્દી મૌન રહે તો તેની બોલવાની ક્ષમતા બંધ થઇ જાય અને લકવાની શક્યતા રહે. પણ બ્રેનનું આ ઓપરેશન થયું તે દર્દીની બીજી એક સમસ્યા પણ હતી જે બેહોશી વધુ ન થાય એ માટે જાગ્રત અવસ્થામાં જ ઓપરેશન કરાવવું પડે તેમ હતું. તેથી તેને હનુમાન ચાલીસા સતત બોલી પોતાના બ્રેઇન ટ્યુમરની સારવાર કરાવી.

તેનું આ ઓપરેશન સાડા ત્રણ કલાક ચાલેલુ.  આ ઓપરેશન એક પ્રકારનું  જોખમ હતું, કેમ કે તેનું બ્રેઇન ટ્યૂમર સીધુ તેના બોલવાની ક્ષમતા પર નિર્ભર હતું. જો કોઈપણ ક્રિટિકલ વસ્તુ થાય તો તેમની સ્પીચને નુકસાન કરી શકે. પરંતુ દર્દી ઓપરેશન સમયે સતત હનુમાન ચાલીસા બોલતો રહ્યો. ઓપરેશન દરમિયાન ડોક્ટરો સાથે પણ ક્યારેક વાતચીત કરતો રહ્યો.

સામાન્ય રીતે દર્દીનું જ્યારે ઓપરેશન હોય તે સમયે પરિવારના લોકો તેને સારવાર અને સલામતી માટે પ્રાર્થના કરતા હોય છે. જ્યારે આ કેસમાં જાતે દર્દી પોતાની સારવાર સમયે હનુમાન ચાલીસા વાંચતો રહ્યો. આ પ્રકારની સર્જરીમાં દર્દીને જાગ્રત અવસ્થામાં કંઈ વાંચીને, ગાઇને અથવા કંઈક બોલવાનું હોય – જ્યારે ઓપરેશન થતું હોય કેમ કે તેની અસર ઓપરેશન પર મહત્વનો ભાગ ભજવતી હોય છે. અગાઉ અનેક કિસ્સામાં દર્દીઓ ગાઇને કે ન્યૂઝ પેપર વાંચીને આ પ્રકારના ઓપરેશન કરાવી ચૂક્યા છે.

જ્યારે આ કેસમાં દર્દીનું ટ્યૂમર તેની બોલવાની ક્ષમતા પર જ આધારિત હતું તેથી તો તેના ઓપરેશન સમયે હનુમાન ચાલીસા બોલી પોતાની સર્જરીને તેને પોતે જ સફળ બનાવી હતી. કહેવાય છે ને જો અતૂટ શ્રદ્ધા રાખીએ તો પથ્થરને પણ પીર થઈને હાજરી આપવી પડે. એવી રીતે આ કિસ્સામાં પણ આવ્યું બન્યું છે. હનુમાન ચાલીસાએ દર્દીના શરીરમાં એવું જોશ ભર્યું કે આખું ઓપરેશન થઇ ગયું અને બ્રેનનું ઓપરેશન સફળ પણ રહ્યું.

#Writer : Palak Sakhiya

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?