પતંગ ચગાવતા શીખવતા કલાસ અને લૂંટવા માટે ભાડૂતી માણસો

0
301

મકર સંક્રાંત પર્વ પર કેટલાંકને પતંગ ઉડાડવી જ નથી ગમતી, તો કેટલાંયને ઉડાડવી તો છે પણ આવડતી નથી. અનેકને વળી ફિરકી પકડનાર હેલ્પરની તલાશ હોય છે, તો ઘણાંને સાંજ પડ્યે ખભા દબાવી દેનારની! આવા તમામ વર્ગ માટે સોશ્યલ મીડિયા લાવ્યું છે રમૂજી જાહેર ખબરોનો ભંડાર… ઉત્તરાયણ સ્પેશિયલ રમુજી જાહેરખબરો નો હાસ્ય લેખ… ફિરકી પકડનાર પણ મળશે અને કિન્ના બાંધી આપનારા પણ! સોશિયલ મીડિયામાં છવાયા અનોખા ટૂચકા કમ્પ્યુટરાઈઝ્ડ કિન્ના સર્વિસ જર્મનીથી આયાત કરેલાં લેટેસ્ટ મશીનથી પતંગમાં કાણાં પાડી આપવામાં આવશે. પાકી બેવડી દોરીથી ઘેરબેઠા કિન્ના બંધાવો. કમ્પ્યુટરાઈઝ્ડ પતંગ બેલેન્સિંગ પણ કરી આપવામાં આવશે. અમારી કિન્ના બાંધેલા પતંગ ઓછી હવામાં ચગે છે અને વધારે હવામાં ફસકી પડતાં નથી.

ફિરકી પકડનાર દરેક હાઈટનાં લેડીઝ તેમજ જેન્ટ્સ ટ્રેઈન્ડ ફીરકી પકડનાર સપ્લાય કરાશે. પેચ દરમિયાન ફીરકી પકડનાર બીજે ક્યાંય ફાંફાં મારે કે ખણશે નહીં તેની કંપની ગેરંટી. અમારો સ્ટાફ પતંગ ચગાવનારની પાછળ પાછળ આખા ધાબામાં ફરશે, બૂમો પાડવામાં સાથ આપશે તેમજ પતંગ કપાતાં દોરી નીચે નમીને આજુબાજુના ધાબાવાળાને ખબર ન પડે તેમ ઝડપથી લપેટી લેશે.,. પતંગ લૂંટવા મેનપાવર શું તમને કિન્ના બાંધવાનો કંટાળો આવે છે? શું તમારા પતંગ જલદી જલદી કપાઈ જાયછે? ઘરનાં છોકરાં આળસુ છે? તમારે જરૂર છે તમારા પોતાના કહી શકાય એવા પતંગ લૂંટનારની. તમારા કપાયેલા પતંગ પાછા લાવવા, ઝાડમાં ફસાયેલા પતંગ કાઢી આપવા, દુશ્મનના પતંગ પર લંગસ નાખવા જેવી અનેકવિધ સેવાઓ માટે અમારા ટ્રેઈન્ડ ઈમ્પોર્ટેડ ઝંડાધારી માણસોની સેવા સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મેળવો. જોઈએ છે સારું કમાતા આધેડ નિ:સંતાન ડાયવોર્સીને ફીરકી પકડનાર જોઈએ છે. જ્ઞાતિબાધ નથી.

યુપીએ ગૂંચ સર્વિસ

કોઈ પણ ગૂંચ ઓછામાં ઓછા વેસ્ટેજ સાથે ઉકેલી આપવામાં આવશે. પકડેલી દોરી અને ઉકેલેલી ગૂંચના લચ્છા તેમજ પિલ્લાં પણ વાળી આપવામાં આવશે. કોઈ પણ પ્રકારની ગૂંચ સ્વીકારવામાં આવે છે.

ક્લાસીસ પતંગ ચગાવતાં શીખો (માત્ર સાત દિવસમાં) થિયરી અને પ્રેક્ટિકલ બંને શીખો.

ઓછી દોરીમાં પતંગ ચગાવતાં અને આગળના ધાબાવાળી છોકરીના મંગેતરનો પતંગ હાથોહાથમાંથી ઘસી આપવાની થિયરી નાસામાં ટ્રેઈન થયેલા એરોનોટિકલ એન્જિનિયર શીખવશે.

પ્રેક્ટિકલ ટ્રેનિંગ ખાડિયાની પોળોમાં ચાલીસ વર્ષ પતંગ ચગાવવાનો અનુભવ ધરાવતાં કોચ આપશે. રિલેક્ષ કરવા બામ સર્વિસ ઉત્તરાયણની રાતે ખભા, કમર અને પગની પીંડી પર લગાડવા માટે અસરકારક ગાંડું બામ.

બોલિવૂડમાં વખણાયેલ એકમાત્ર બામ.

ઉતરાયણ સભા (અખિલ અમદાવાદ ઝંડાધારી સંઘની વાર્ષિક બેઠક) ઉત્તરાયણ સ્પેશિયલ ટૂર શું તમને પતંગ ચગાવતા નથી આવડતું? શું તમને ઉત્તરાયણ પર ધાબામાં ચઢવાનો કંટાળો આવે છે? શું કાયપો છે બૂમો પાડતાં લોકોને જોઈ જ તમને ચીડ ચડે છે? શું તમને એવું લાગે છે ધાબા પર ચડનાર બધાં બેવકૂફ છે? જો આ બધાં સવાલોનો જવાબ હા હોય તો અમારી નાસિક-ત્ર્યંબક-શિરડીની ટૂરમાં જોડાઈ જાવ. ચોક્કસ ઊપડે છે 13મી તારીખે. કાલીચરણ જ્યોતિષ ઝેરીલા પાડોશીની પતંગ ઝાડમાં ફસાય, પેચ દરમિયાન દુશ્મન પર વશીકરણ, દુશ્મની ફીરકીમાં ગૂંચ, સામેવાળાના ધાબા પર અંદર અંદર પેચ, મંત્ર જાપના જોરે પતંગ કાપો, માત્ર રૂપિયા એકાવન. જૂના પતંગ લે-વેચ માટે 2017 નાં મોડલ ચીલ, ઢાલ, ઘેશિયા મળશે. એક હાથે વપરાયેલા પતંગ લેવા માટે પધારો. કંપની દ્વારા રિપેરિંગ અને સર્વિસ કરાયેલા ચગવાની ગેરંટીવાળા પતંગો. જૂના પતંગ આકર્ષક ભાવે ખરીદવામાં આવે છે.

બજરંગ રિયલ વેલ્યૂ ર્સિવસ. મેજિક ગુંદરપટ્ટી

ઉખાડીને ફરી વાપરી શકાય તેવી ઈકો ફ્રેન્ડલી ગુંદરપટ્ટી. છૂટક તથા જથ્થાબંધ મળશે. ડીલર નીમવાના છે. ગાયોને ઘાસ કચ્છથી મંગાવેલું સ્પેશિયલ ઘાસ આ ઉત્તરાયણ પર ગાયોને ઘેર બેઠાં ખવડાવો અને પુણ્ય કમાવ?. શબરી બ્રાન્ડ શુગરલેસ બોર શબરી બ્રાન્ડ શુગરલેસ બોર તથા સીંગ-તલ ની સ્પેશીયલ શબરી બ્રાન્ડ ચિક્કી. અમારે ત્યાંના શબરી બ્રાન્ડ શુગરલેસ બોર તથા અમારે ત્યાની સ્પેશીયલ શબરી બ્રાન્ડ ચિક્કી ડાયાબીટીસ અને બી.પી. ના રોગી ઓ ને ચોક્કસ ફાયદો કરાવશે.. વહેલા તે પહેલા ના ધોરણે ડોક્ટર નું પ્રિસ્ક્રીપ્શન લઈ ને આવનાર ને પ્રાથમિકતા આપવા માં આવશે.

જાણી સમજી ને ઉતરાયણ ની ખરીદી કરો બસ એટલીજ મોઝિલા તરફથી સલાહ, ખોટી ભારમિક જાહેરખબરો થી સાચવોમ પહેલા વાપરો પછી વિશ્વાસ કરો . હવે ઉતરાયણ પોસ્ટ કરી જ છે તો હેપ્પી ઉતરાયણ ઈન એડવાન્સ

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

500 ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો