પહેલા કોઈ પણ પરંપરા અથવા માન્યતા નું કારણ જાણી લો પછી એનું પાલન કરો

0
18

ભક્તિ અને વિશ્વાસ હોવું સારી વાત છે, પરંતુ અંધ ભક્તિ અને અંધવિશ્વાસ હોવું સારી વાત નથી.

આપણા દેશ માં ધર્મ અને માન્યતાઓ ઘણી વધારે છે. કંઇક કામ આપણ ને એવા કરવા પડે છે જેના વિશે આપણ ને કોઈ જાણકારી નથી હોતી, પરંતુ પરંપરા ના નામ પર આપણે એવું ઘણું કરીએ છીએ. કોઈપણ વસ્તુ માટે ભક્તિ અથવા વિશ્વાસ ખોટી વાત નથી, પરંતુ અંધભક્તિ અને અંધવિશ્વાસ તો ઘણું ખોટું છે. આવા માં આપણ ને કોઈ કામ એવું કરવા નું કહેવા માં આવી રહ્યું છે જેની આપણ ને ખબર નથી તો આપણે પછી સવાલ પૂછવું જોઈએ. આપણ ને ખબર હોવી જોઈએ કે કોઈપણ પરંપરા ને પૂરી કરવા ની પાછળ નું સાચું કારણ શું છે. આ વાત  અમે તમને એક વાર્તા ની રીતે બતાવીશું.

સંતે બચાવ્યો બિલાડી નો જીવ

એકવાર એક ઋષિ પોતાના કેટલાક શિષ્યો ની સાથે જંગલ થી જઈ રહ્યા હતા. એ સમયે બિલાડી ઘણી ઝડપ થી કડકી રહી હતી એના પછી વરસાદ વરસવા લાગ્યો. સંત પોતાના શિષ્યો ની સાથે એક ઝાડ ની નીચે રોકાઈ ને વરસાદ બંધ થવા ની રાહ જોવા લાગ્યા. એમણે જોયું કે એક નાની બિલાડી ક્યાંક દબાયેલી છે. સંત એ વિચાર્યું કે જો એને જંગલ માં છોડી દેવા માં આવે તો જંગલી પ્રાણી એને ખાઈ જશે. આ વિચારી ને અંતે બિલાડી ને પોતાની સાથે લઈ લીધું.

બિલાડી દિલ થી સંત ના ભાવ જાણી ગઈ હતી એટલા માટે હંમેશા એમની આગળ પાછળ ફરતી રેહતી. અહીંયા સુધી કે જો એ ધ્યાન લગાવવા બેસતા તો એમના ખોળા માં જઈ ને બેસી જતી. બિલાડી વારંવાર આવું કરટી તો ઋષિ હેરાન થઈ જતા. એક વાર એમણે પોતાના શિષ્ય ને કીધું કે જ્યારે પણ હું ધ્યાન માં બેસુ એની પહેલા આ બિલાડી ને ઝાડ થી બાંધી દેવાની.

શિષ્ય એ આવું જ કર્યું. આના પછી સંત તપસ્યા કરવા બેસતા તો બિલાડી ઝાડ થી બાંધી દેવા માં આવતી. આ શિષ્યો ને આદેશ આપવા માં આવ્યો હતો. આના પછી જ્યારે ઋષિ નું ધ્યાન પૂરું થઈ જાય તો બિલાડી ને ખોલી લેવા માં આવતી. આવું કરતાં ઘણો સમય વીતી ગયો. એક દિવસ ઋષિ ની મૃત્યુ થઇ ગઈ. હવે એની જગ્યા એ કોઈ બીજા ને ગુરુ બનાવવા માં આવ્યા.

બિલાડી બાંધવા ની બની ગઈ પરંપરા

શિષ્ય ને લાગ્યું કે અમારા ગુરુ તો જ્યારે પણ ધ્યાન કરતા તો બિલાડી ને બાંધી ને ધ્યાન કરતા. આવા માં આપણે ફરી એ બિલાડી ને એવી રીતે જ બાંધવા લાગ્યા અને પછી નવા ગુરુ ધ્યાન કરતા. એક દિવસ એવો પણ આવ્યો જ્યારે બિલાડી ની પણ મૃત્યુ થઈ ગઈ. હવે શિષ્યો ને લાગ્યું કે આના વગર કોઈ પૂજા પાઠ અને ધ્યાન નથી થઈ શકતું. આવા માં બીજી બિલાડી લાવવા માં આવી અને એને બાંધવા માં આવ્યું હવે પછી ગુરુ પૂજા માં બેસતા.

આવું જ કંઈક બીજી પરંપરાઓ ની સાથે થાય છે. જો ગુરુ ના આદેશ પર શિષ્યો એ પહેલા જ પૂછી લીધું હોત કે આવું કેમ કરી રહ્યા છે તો એમની સમજણ માં આવી જાય કે આવું કેમ થતું હતું. કોઈ ને કારણ ની પાછળ કોઈ સવાલ ન કર્યો અને પરંપરા બનાવી દેવા માં આવી જેનો કોઈ અર્થ જ ન હતો. ક્યારેક-ક્યારેક બીજી વગર કામ ની વસ્તુઓ થાય છે જેને આપણે પરંપરા માની ને એનું પાલન કરીએ છીએ. પહેલા એની પાછળ નું કારણ જાણી લેવું જોઈએ અને પછી એનું પાલન કરવું જોઈએ.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?