પદ્માવત ફિલ્મના બે દમદાર ટ્રેલર રિલીઝ, જોઈ લો સૌથી પહેલાં

0
197

ફિલ્મ પદ્માવતની રિલીઝ ડેટ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ફિલ્મ મેકર્સ પદ્માવતના દમદાર પ્રોમો રિલીઝ કરી રહ્યા છે. ગઈ કાલે પહેલો ડાયલોગ પ્રોમો રિલીઝ થયા પછી અન્ય બે ડાયલોગ પ્રોમો રજૂ કરવામાં આવ્યા છે. પદ્માવત ફિલ્મના આ પ્રોમોને ગણતરીની જ કલાકોમાં લાખો લાઈક્સ મળી ચુકી છે.

ફિલ્મના બીજા ડાયલોગ પ્રોમોમાં શાહિદ કપૂર અને દીપિકા પાદુકોણ એટલે કે રાજા રતન રાવલ અને રાણી પદ્માવતીની પહેલી મુલાકાતને દર્શાવામાં આવી છે.

ફિલ્મ પદ્માવતની રિલીઝ સામે હજૂ પણ ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પરંતુ સોશિયલ મીડિયા પર આ ફિલ્મના પ્રોમો ધૂમ મચાવી રહ્યા છે. વિવાદો વકરતાં ફિલ્મના બે ગીત અને એક ટ્રેલર બાદ કોઈપણ પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો ન હતો. પરંતુ હવે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફિલ્મ મેકર્સ એક પછી એક ડાયલોગ પ્રોમો રજૂ કરી રહ્યા છે જે લોકોને પણ ખૂબ પસંદ પડી રહ્યા છે.

સ્રોત : સંદેશ

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

15 હજાર ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો