એક ખાસ વાત છે કે જે જીવન જીવીયે ત્યાં સુધી યાદ રાખશો તો ……

0
87

એક ગામ હતું અને એ ગામમાં લગભગ 5000 જેટલા લોકો રહેતા હતા. આ ગામમાં એક માણસ હતો એ કંઈ દેખી નહતો શકતો મતલબ કે એ આંધળો હતો અને એ જ ગામમાં એક માણસ હતો એ લંગડો હતો માટે એ ચાલી ન હતો શકતો.

પણ એ બંને વ્યક્તિઓ પોતાનું નિયમિત કામ અને ખાવા પીવાનું વગેરે પોતાની રીતે જ કરી લેતા હતાં. એ ગામમાં એક અકસ્માત થાય છે અને એમાં એક વાર અચાનક જ આગ લાગે છે.

અને એ આગ ખુબ જ ઝડપથી વધી રહી હતી જેમ ગામમાં રહેતા લોકોને આગ વિશે ખબર પડે છે તો બધા લોકો ભાગાભાગ કરવા લાગે છે અને ગામની બહાર નીકળવા ભાગે છે.

ત્યાં તો આ આગ વિષે લંગડા અને આંધળા માણસને પણ ખબર પડે છે. પણ એમના માટે એક મજબુરી હતી કે તે લંગડો માણસ જોઈ શકતો હતો પણ ચાલી ન શકતો, અને આંધળો માણસ સરખી રીતે ચાલી શકતો પણ કાંઈ જોઈ ના શકતો.

આ બંને વ્યક્તિઓ બૂમો પાડીને ગ્રામજનોને મદદ કરવા માટે બોલાવતા હતા પણ એવા સમયે ગામડાના લોકો પોતાના જીવને જોખમમાં મૂકીને આ બંને વ્યક્તિઓને કઈ રીતે બચાવવા આવે ? માટે બધા જ માણસો પોતપોતાના બાળકોને બચાવી બચાવીને ભાગતા હતા.

છેલ્લે એ ગામડામાંથી બધા માણસો ભાગી જાય છે પણ બંને જ ફક્ત રહે છે અને આગ ખુબ જ ઝડપથી આગળ વધી રહી હતી તો પેલા લંગડા માણસે એવું કીધું કે ચાલ આપણે બે સાથે હવે નીકળી જઇયે , આંખ મારી અને પગ તારા મતલબ કે હું આંખેથી જોઈ ને તને રસ્તો બતાવીશ એ મુજબ તું ચાલજે અને એમ કરીને તેઓ બંને બચી જાય છે.

આ વાર્તામાંથી આપણને શીખ મળે છે કે જો ઘરડાઓની આંખ અને યુવાનોના પગ મળી જાય તો સાચે જ જિંદગીની આગરૂપી બધી જ તકલીફોમાંથી છુટકારો મેળવી શકાય છે. તો આપણે હંમેશા આપણા ઘરડાઓની સલાહ ચોક્કસથી માનવી જોઈએ.

અહીંયા ઘરડાઓની આંખનો મતલબ થાય છે અનુભવ અને યુવાનોના પગનો મતલબ થાય છે ઉત્સાહ, કેમ કે જ્યાં અનુભવ ન હોય પણ ત્ત્યાં ગમે તેટલો ઉત્સાહ હોય છતાં પણ એ કામ નથી આવતો નથી, અને અનુભવ હોય તો જીંદગીમાં નવા શીખરોને સર કરી શકાયે છે.

એ સિવાય આ વાર્તામાંથી એક બોધ મળે છે કે પાણી આવે ત્યારે પાળ ન બંધાય, મતલબ કે આપણે જે પણ કાંઈ કરીયે એ બરાબર સમજી વિચારીને જ કરવું અને જે વસ્તુ આપણા હિતમાં હોય તે ભરવા માટે કોઈની રાહ ના જોવી જોઈએ!

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?