જે મસાલા ઢોસા વિશેની આ જાણકારી વાંચશે પછી એ ઢોસાને કહેશે બાય..બાય – ઓર્ડર કરતા થઇ જશે બંધ..

0
727

દરેક માણસની જીભને અલગ-અલગ ટેસ્ટ પસંદ હોય છે. ઘણાને ચાઇનીઝ ભાવે, પંજાબી ભાવે તો અમુકને સાઉથ ઇન્ડિયનનો ટેસ્ટ બહુ પસંદ હોય છે. એવી રીતે ગરમાગરમ ઢોસા સાથે ચટણી અને સાંભરની ડીસ તૈયાર જોઇને ઘણાના મોઢામાં પાણી આવી જાય છે.

તો સાઉથ ઇન્ડીયનના શોખીન હોય અને ખાસ કરીને મસાલા ઢોસા ખાવાના શોખીન હોય તેવા વ્યક્તિઓ ખાસ ચેતી જજો. શરીરને સ્વસ્થ રાખવા મસાલા ઢોસાને બહુ જ ઓછો ખાવા જોઈએ. પરીક્ષણ કરતા બહાર આવ્યું કે એક સ્વસ્થ વ્યક્તિને આખા દિવસમાં જેટલી કેલેરીની જરૂર પડે છે તેની અડધી કેલેરી માત્ર એક મસાલા ઢોસામાંથી મળી રહે છે. એક્સપર્ટના મત મુજબ વધુ એકસાથે કેલેરીવાળો ખોરાક લેવો નુકસાનકારક છે.

મસાલા ઢોસા પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેના પરથી ખબર પડી કે ઢોસામાં કુલ ૧૦૨૩ કેલરી કાઉન્ટ હોય છે. સામાન્ય વ્યક્તિની વાત કરીએ તો એક વ્યક્તિને સરેરાશ ૨૨૦૦ કેલેરીની જરૂર હોય છે. પરંતુ મસાલા ઢોસામાં આ કરતા અડધી કેલેરીની માત્રા શામિલ હોય છે, જે અડધા દિવસની કેલરી એકસાથે લેવા જેવી વાત છે. આ અભ્યાસ ભારત સિવાય બ્રાઝીલ, ચીન અને ફિનલેન્ડમાં પણ થયો હતો.

બજારમાં મળતા સાઉથ ઈન્ડીયન મસાલા ઢોસાની આવી વાત બહાર પડી હતી. પ્રોફેસર રેબેકાએ જણાવ્યું હતું કે, આપણે લેતા ખોરાકમાં ૬૦૦ કેલેરીથી વધુ ન હોવી જોઈએ. જયારે રેસ્ટોરન્ટમાં મળતી વધુ પડતી વાનગી ૬૦૦ કેલેરીથી વધુની હોય છે. ફૂડ ડીપાર્ટમેન્ટની સંસ્થાએ પણ આ વાતને સાચી ઠેરવી હતી. વધુ કેલરીવાળો ખોરાક લેવો એ સ્વાસ્થ્યને બગાડે છે. શરીરમાં ચરબીનો જથ્થો બનાવે છે. એક અન્ય અભ્યાસમાં એવું પણ આવ્યું કે એકલો માણસ જમવા બેસે ત્યારે વધુ ભોજન ખાઈ લે છે તો એકલા જમવા પણ ન બેસવું.

તો હવે ખબર પડીને મસાલા ઢોસાને ક્યારેક ખાઈએ તો ચાલે પણ વારેવારે ખાવાના શોખીનો માટે ચેતવણી છે કે સાઉથ ઈન્ડીયનને ખોરાકમાં ઓછો ઉપયોગ કરવો. તંદુરસ્ત રહેવા માટે શરીરને માફક એવો ખોરાક લેવો જોઈએ.

#Author : RJ Ravi

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?