શું તમે જાણો છો તુલસીના માંજરથી થતા ફાયદા વિષે

0
22

તુલસીનો ઉપયોગ એક ઔષધ તરીકે થાય છે એના વિષે તો બધાને ખબર જ હોય છે. તુલસીના પાનનો ઉપયોગ દવાઓ બનાવવા માટે થાય છે પણ સામાન્ય રીતે લોકો તુલસીના પાનનો જ ઉપયોગ કરે છે પણ આજે આપણે જાણીશું કે તુલસીના માંજરથી કરી રીતે આપણા સ્વાસ્થ્યની સમસ્યાઓને દૂર કરી શકાય છે.

માંજર પણ હોય છે હેલ્ધી


આયુર્વેદમાં પણ જણાવ્યું છે કે તુલસીના માંજરનો ઉપયોગ કઈ રીતે થાય છે. તેનો ઉપયોગ કરીને ઘણી તકલીફો દૂર કરી શકાયે છે. તુલસીના માંજરમાં પ્રોટીન, ફાઈબર અને આયર્નનું પ્રમાણ ઘણું વધુ હોય છે. ચાલો તો જાણી લઈએ કે તુલસીના બીજથી કઈ કઈ સમસ્યાઓને ભગાડી શકીએ છે?

સોજો ઉતારી શકાય 


તુલસીના માંજર એન્ટી ઈંફ્લેમેટરી ગુણ ધરાવે છે અને એનાથી શરીરના કોઈપણ ભાગમાં સોજો હોય એને દૂર કરી શકીયે છે. ડાયેરિયામાં પણ માંજરનો ઉપયોગ કરી શકાય છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારે


તુલસીના છોડમાં ફ્લેવોનોઈડ અને ફેનોલિક તત્વ રહેલા હોય છે અને એનાથી શરીરની રોગ પ્રતિરોધક શક્તિમાં વધારો થાય છે અને માંજરમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ પણ રહેલા હોય છે જેનાથી સ્નાયૂ સ્વસ્થ રહે છે અને ક્ષતિગ્રસ્ત સ્નાયૂને પણ મજબૂત બનાવવાનું કાર્ય કરે છે.

પાચન શક્તિ વધારે 

તુલસીના માંજરથી પેટમાં જિલેટનયુક્ત પરત બને છે અને એનાથી પાચન ક્ષમતા પણ મજબૂત બને છે અને એમાં ફાયબરનું પ્રમાણ વધુ હોય એટલે પાચનશક્તિ પણ સુધારે છે.

હૃદયને સ્વસ્થ બનાવે છે 

તુલસીના માંજરથી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર સંતુલનમાં રહે છે અને એનાથી હાઈ બી.પી. અને સ્ટ્રેસમાં ઘટાડો થાય છે અને એનાથી લિપિડ સ્તરમાં વધારો થાય છે અને હૃદયની સુરક્ષા પણ થાય છે.

શરદી-ઉધરસ મટે છે 


માંજરના ઉપયોગથી શરદી-ખાંસી પણ દૂર કરી શકીયે છે કેમ કે એમાં એન્ટી સ્પૈસમોડિક ગુણ પણ રહેલા હોય છે અને એનાથી ઉધરસ અને શરદી જેવી બીમારીમાં પણ રાહત મળે છે અને એનું સેવન કરવામાં આવે તો તાવ પણ મટે છે.

વજન ઘટાડે 


તુલસીના બીમાં કેલેરીની માત્રા વધારે નથી હોતી અને એનાથી ભૂખ પણ ઓછી થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?