શરદ પૂનમની રાતે સાક્ષાત્ રાધા-કૃષ્ણ રચે છે મહારાસ, જોનાર બને છે આંધળા

0
490

આસો મહિનાની પૂર્ણિમાને શરદ પૂર્ણિમા (5, ઓક્ટોબર, ગુરૂવાર) કહેવાય છે. આ પૂર્ણિમા વર્ષમાં આવનારી બધી જ પૂર્ણિમાથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે ચંદ્રના કિરણો અમૃત સમાન હોય છે. એક અન્ય વાત જે શરદ પૂર્ણિમાને વધારે વિશેષ બનાવે છે તે છે શ્રીકૃષ્ણનો વૃંદાવનની ગોપિઓની સાથે કરવામાં આવેલો મહારાસ. એવી માન્યતા છે કે, શ્રીકૃષ્ણે શરદ પૂર્ણિમાની રાત્રે જ રાસલીલા રચાઈ હતી.

રાસલીલા વાસ્તવમાં લીલા પુરૂષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા આપવામાં આવેલો એક પ્રેમનો સંદેશ છે. થોડાં લોકો રાસલીલાનો અર્થ ભોગ-વિલાસ સમજે છે જે પૂરેપૂરું અયોગ્ય છે. રાસલીલાનો અર્થ પૂર્ણ આધ્યાત્મ સાથે જોડાયેલો છે. એવી કહેવાય છે કે, જ્યારે શ્રીકૃષ્ણે વજ્રની ગોપિઓની સાથે રાસલીલા કરી તો જેટલી પણ ગોપિઓ હતી તેમને એવું પ્રતીત થયું કે શ્રીકૃષ્ણ તેમની સાથે જ રાસ રમી રહ્યા છે. આવી અનુભૂતિ થવા પર તેમને પરમાનંદની પ્રાપ્તિ થઇ. જીવનમાં નૃત્ય દ્વારા મળનાર સુખ તે મહારાસનું જ એક રૂપ છે.

ભગવાન કૃષ્ણે આ સંદેશ બાળપણમાં જ ગોપિઓ અને ગોપિઓના માધ્યમથી જગતને આપ્યો હતો. રાસલીલામાં દરેક ગોપીને કૃષ્ણના તેમની સાથે જ નૃત્ય કરવાનો અહેસાસ ઈશ્વરના સર્વવ્યાપક હોવાનું પણ પ્રમાણ છે. વજ્રમાં શરદ પૂર્ણિમાના અવસર પર આજે પણ રાસલીલાનું મંચન કરી શ્રીકૃષ્ણની લીલાઓનો આનંદ લેવામાં આવે છે. જેને રાતોત્સવ અથવા કૌમુદી મહોત્સવ પણ કહેવાય છે.

વર્તમાન સમયમાં પણ શ્રીકૃષ્ણ અને શ્રીરાધાના સાથે રાસ રમે છે. આ જગ્યા છે વૃંદાવનનું નિધિવન જ્યાં અડધી રાત્રે શ્રીકૃષ્ણ અને શ્રીરાધા સાથે રાસ રમે છે. સાથે જ, આ સ્થાને શ્રીકૃષ્ણ અને શ્રીરાધા સાથે જોડાયેલી ઘણી રહસ્યમયી ઘટનાઓ પણ બને છે

અડધી રાત્રે રમવામાં આવે છે રાસ

વૃંદાવનનું નિધિવન એવી જગ્યા છે જ્યાં આજે પણ શ્રીકૃષ્ણ અડધી રાત્રે શ્રીરાધાની સાથે રાસ રમે છે. ત્યાર પછી શ્રીકૃષ્ણ અહીં રહેલ રંગમહેલમાં વિશ્રામ કરે છે. જો માન્યતાઓ પર વધુ ધ્યાન આપવામાં આવે તો અહીં આ રાસ સિવાય પણ વધુ રહસ્યમયી ઘટનાઓ બનતી રહે છે.

જેમણે જોયું તેઓ પણ અદ્શ્ય થઇ ગયા
એવું જાણવા મળે છે કે, શ્રીકૃષ્ણ અને રાધાના આ રાસ રમવાના રહસ્યને જેણે જાણવાની કોશિશ કરી છે તે વ્યક્તિ આંધળો થઇ ગયો, પાગલ થઇ ગયો અથવા પરલોક જ પહોંચી જાય છે. માટે એવું પણ જોવા મળ્યું છે કે આ જગ્યાએ રાતના સમયે ભલે ગમે તેવું જરૂરી કામ હોઇ પરંતું કોઇ વ્યક્તિ જોવા મળતું નથી.

રાતનું દ્રશ્ય સવાર થતાંની સાથે જ બદલાઇ જાય છે

“રંગમહેલ”માં રોજ રાત્રે કૃષ્ણના આવવાની તૈયારી પહેલાંથી જ કરવામાં આવે છે. તેમની માટે રાખેલ ચંદનનો પલંગ સાંજે સાત વાગ્યા પહેલાં જ સજાવવામાં આવે છે. પલંગની બાજુમાં એક લોટો પાણી, રાધાજીના શ્રૃંગારનો સામાન, દાંતણ અને પાન રાખવામાં આવે છે. દરરોજ સવારે જ્યારે “રંગમહેલ”નો પટ એટલે કે દરવાજો ખુલ્લે છે, તો પલંગ અસ્ત-વ્યસ્ત, લોટાનું પાણી ખાલી, દાંતણ ઉપયોગ કરાયેલું અને પાનનું સેવન થયેલું જોવા મળે છે. અહીંની દેખરેખ માટે બનેલી કમીટી અને સ્થાનીય લોકોનું જો માનવામાં આવે તો, રાત્રે જે વ્યવસ્થા શ્રીકૃષ્ણ અને રાધા માટે કરવામાં આવે છે તે સવારે બદલાયેલી જોવા મળે છે.

સાંજના સમયે રોકવામાં આવે છે પ્રવેશ
વૃંદાવનના આ વનમાં સાંજનો સમય થતા જ જેટલાં દર્શક અને શ્રદ્ધાળુ હોય છે તેમને ત્યાંથી પાછું ફરવું પડે છે. આ નિયમ દેખ-રેખ કમિટીએ બનાવ્યો છે કે સવારે ખુલ્લું રહેનાર નિધિવન સાંજના સમયે બંધ થઇ જાય છે. ત્યાર પછી તો પક્ષી પણ અહીં રોકાતા નથી. જો કોઇ વ્યક્તિ અહીં રોકાઇ જાય છે તો કોઇને કોઇ રીતે પોતાનું માનસિક સંતુલન તે ખોઇ બેસે છે. તે વ્યક્તિને પોતાનો કોઇ જ ખ્યાલ રહેતો નથી અથવા તો તે મૃત્યુના શરણે પહોંચે છે. ત્યાંના સ્થાનિય લોકો આ વાતને માને છે કે દિવસભરની ચહેલ-પહેલ પછી સાંજે અચાનક પૂર્ણ સન્નાટો થઇ જવો તે પૂર્ણ સત્ય છે. સેવાકુંજમાં પણ રાત્રે કોઇ આવી શકતું નથી, અહીં શ્રીરાધા રાણીનું મંદિર છે.

ભગવાનને પ્રણામ કરે છે અહીંના વૃક્ષ

તમે અહીં આવીને જોઇ શકો છો કે નિધિવનના વૃક્ષની ડાળીઓ ક્યારેય સીધી જોવા મળતી નથી તે હમેશાં નમેલી જોવા મળે છે. આ માત્ર નિધિવન અને સેવાકુંજની આસપાસના વિસ્તારમાં જ આવું જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે, આ વૃક્ષોની આ મુદ્રાઓ એટલા માટે છે કારણ કે, બધા શ્રીકૃષ્ણને પ્રણામ કરે છે. થોડી માન્યતાઓ મુજબ આ વૃક્ષોને ગોપ-ગોપીઓનું સ્વરૂપ જ માનવામાં આવે છે.

જોડકામાં છે આ છોડ
નિધિવનમાં હાજર તુલસીનો છોડ પણ એક ખાસ વિશેષતા ધરાવે છે. આ બધા જ છોડ એકલા ન હોઇને, જોડીના સ્વરૂપમાં હાજર છે. વનમાંથી તુલસીના પાન કે તેની ડાળીને પણ કોઇ લઇ જઇ શકતું નથી. એવી માન્યતાઓ છે કે, જો આવું કરવામાં આવે તો તે વ્યક્તિને કોઇને કોઇ કારણે દુઃખ ભોગવવું પડે છે.

જ્યોતિષીઓને પણ હાથ ન આવ્યુ રહસ્ય
ભગવાન શ્રીકૃષ્ણના આ રહસ્યની જાણકારી મેળવવા માટે વ્રજમાં દૂર-દૂરથી ઘણા જ્યોતિષ આવ્યા. તેઓ ઘણા મથ્યા અને પોત-પોતાના તર્કો લગાવ્યા. થોડા જ્યોતિષે એવું કહ્યું કે કોઇ સ્થાનની પ્રસિદ્ધિ માટે તે સ્થાનની ઉત્તર દિશામાં નીચાળ હોવું જરૂરી છે અને જો સાથે ત્યાં પાણી પણ આવે છે તો તે આ સ્થાનની પ્રસિદ્ધિ વઘારવામાં બુસ્ટરનું કાર્ય કરે છે. વિશ્વમાં જે પણ સ્થાન પ્રસિદ્ધ થયા, તે સ્થાનમાં ઉત્તરની દિશામાં ઢળાવ અને સાથે-સાથે પાણી પણ વહેતું જોવા મળ્યું. આ નિધિવન વૃંદાવનની ઉત્તર દિશામાં સ્થિત છે. જ્યાંથી યમુના નદી 300 મીટરના અંતરે છે. ઉત્તર દિશાની વાસ્તુનુકૂલતાને કારણે નિધિવન પ્રસિદ્ધ છે. આ તર્કોને કારણે પણ નિધિવનમાં સર્જાતી આ ઘટનાઓનું મુળ કારણ જાણવામાં આવ્યું નથી.

અહીં છે ભગવાનના ચરણોના નિશાન
નિધિવન સિવાય એક વધુ જગ્યા છે જ્યાં શ્રીકૃષ્ણને લઇને એક વઘું સાબિતી હાજર છે. આ જગ્યા છે સાંકરી ખોર. આ જગ્યા બરસાના પહાડીઓમાં સ્થિત છે. જે ક્યારેક-ક્યારેક ગુફાનું રૂપ ધારણ કરી લે છે. પહાડીઓમાં આજે પણ શ્રી રાધા અને કૃષ્ણના પગના નિશાન જોવા મળે છે.

રાધાજીએ ચોરી હતી શ્રીકૃષ્ણની વાંસળી


ગ્રંથો મુજબ એકવાર જ્યારે રાધાજીએ અનુભવ્યું કે કનૈયો હમેશાં વાંસળી જ વગાડતો રહે છે, અને તેમની તરફ ધ્યાન જ નથી આપતો તો ત્યારે રાધાજીએ તેમની વાંસળી ચોરી લીધી. તેની જ યાદમાં અહીં વાંસળીચોરનું મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં શ્રીકૃષ્ણ અને શ્રીરાધાની પ્રિય ગોપી લલિતાજીની મૂર્તિ પણ સ્થાપિત છે.