સોફ્ટવેર કંપની ની નોકરી છોડી અઘોરી બની ગઈ આ સ્ત્રી, જાણો કઈ રીતે લાગ્યું વૈરાગ્ય માં મન?

0
106

ઉત્તર પ્રદેશ ના પ્રયાગરાજ માં આ દિવસો માં સાધુ-સંતો નો જમાવડો લાગેલો છે. હા તો, પ્રયાગરાજ માં કુંભ ના મેળા માં સાધુ સંતો બધા ભેગા થયા છે. કુંભ નગરી માં આ દિવસો માં લોકો આ સ્થાને ડૂબકી લગાવી રહ્યા છે, તો ત્યાં સાધુ સંત ચર્ચા માં છે. કુંભ નગરી માં આવેલા સાધુ સંત પોતાના અલગ અલગ અંદાજ માટે ફેમસ છે. કુંભ ના મેળા માં દરેક નું ધ્યાન ખેંચવા માં સૌથી આગળ સાધુ સંત જ હોય છે. અલગ-અલગ પ્રકાર ના સાધુઓ નો જમાવડો કુંભ ના મેળા માં જોવા મળે છે, જેમ કે કોઇ ઘણો ભણેલું લખેલું છે, તો કોઈ સારી કંપની માં જોબ કરતું હતું. તો ચાલો જાણીએ અમારા આ લેખ માં તમારા માટે શું ખાસ છે?

સાધુ-સંતો ની વચ્ચે એક સ્ત્રી અઘોરી ની ઘણી ચર્ચા થઇ રહી છે. આ સ્ત્રી કુંભ ના મેળા માં બધા નું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી રહી છે. આથી આ દિવસો માં સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. આમનું નામ પ્રત્યંગીરા નાથ છે. એમ તો કુંભ ના મેળા માં અનેક સાધુ સંતો છે, પરંતુ આ સ્ત્રી ઘણી ભણેલી છે. એમની આ જ ખૂબી એમને લોકો ની વચ્ચે ફેમસ કરી રહી છે. આટલું જ નહીં, મીડિયા રિપોર્ટ ની માનીએ તો આ એક સોફ્ટવેર કંપની માં જોબ પણ કરી ચૂકી છે, પરંતુ હવે સ્ત્રી અઘોરી બની ગઈ છે અને કુંભ ના મેળા માં આસ્થા ની ડૂબકી લગાવી રહી છે.

હૈદરાબાદ ની રહેવાવાળી છે પ્રત્યંગીરા નાથ

કુંભ ના મેળા માં બધા નું ધ્યાન પોતાની તરફ ખેંચવા વાળી પ્રત્યંગીરા નાથ હૈદરાબાદ ની રહેવાવાળી છે. અત્યંત ઘણી ભણેલી છે. ગ્રેજ્યુએશન એમ.બી.એ બધું કર્યું છે. આટલું જ નહીં, એ પરણિત પણ છે, જેના કારણે કુંભ ના મેળા માં લાખો ની ભીડ માં એમની ચર્ચા થઈ રહી છે. એમની પાસે બધું હતું, તો પછી એ બધું છોડી ને સ્મશાન કેમ ચાલી ગઈ? હા તો, આ થોડી હેરાન કરવા વાળી વાત છે, પરંતુ આની પાછળ એમની પોતાની ઈચ્છા છે.

મીડિયા રિપોર્ટ ની માનીએ તો પ્રત્યંગીરા નાથ એ કોમ્પ્યુટર એપ્લીકેશન માં ગ્રેજ્યુએશન કર્યું છે, આના સિવાય એચઆર માં એમબીએ કર્યું છે. ભણ્યા પછી એમણે 2007 માં લગ્ન કર્યા અને એક સોફ્ટવેર કંપની માં કામ કરવા લાગી. લગ્ન પછી એમનું જીવન ખુશી ખુશી ચાલી રહ્યું હતું, પરંતુ પછી એમણે પોતાનો સંસાર છોડી દીધું. બતાવી દઈએ કે એમની એક પુત્રી પણ છે, પરંતુ 8 વર્ષ પહેલાં એમણે બધું ત્યાગી દીધુ અને હવે સ્મશાન માં રહે છે.

લોકો ના કલ્યાણ માટે બની અઘોરી

પ્રત્યંગીરા નાથ નું કહેવું છે કે ઘર સંસાર માં મન નહોતું લાગતું અને પછી એમણે લોકો નું કલ્યાણ કરવું હતું, તેના માટે અઘોરી બની અને સ્મશાન માં પૂજાપાઠ કરે છે. એમનું કહેવું છે કે દૈવી ઉર્જા થી લોકો ના દુઃખ દૂર કરવા માંગે છે, જેથી લોકો ખુશ રહે એને કોઈ પણ પ્રકાર નું દુઃખ ના થાય.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?