નારિયેળના ઔષધીય ગુણધર્મો, જાણો શુકા અને કાચા નારિયેળના સ્વાસ્થ્યના લાભો

0
420

નારિયેળ એક એવું ફળ છે જેને શુભ માનવામાં આવે છે. તેથી, જ્યારે પૂજા પાઠના પ્રસંગમાં તેનો તેનો ઉપયોગ કરવામાં આવે છે, કોઈ પણ કાર્ય ની શરૂઆતમાં તેને ફોડવામાં આવે છે.ભગવાનના પ્રસાદમાં તેનો ઉપયોગ થાય છે. સમુદ્ર તટની આસપાસ , દક્ષિણ ભારત વિશેષ કેરાલા , પૂર્વી બંગાળ , ઉડિશા વગેરેમાં ઘણી માત્રામાં ઉત્પન્ન થાય છે. દક્ષિણમાં વિશેષ માત્રામાં થવાથી દક્ષિણાત્યક અને શુભત્વ નું પ્રતીક હોવાથી શ્રીફળ વગેરે પણ નારિયેળના નામ છે.કોડ લિવર ઓઇલનો સારો એવો સ્ત્રોત છે.નારિયેળ કાચું અને પાકું એમ બે પ્રકારે મળે છે.એક પ્રકાર મોટા લીલા નારિયેળની હોય છે,જે મુંબઈ અને સમુદ્રતટવર્તી જગ્યાએ મળે છે , એનું પાણી ઠંડુ , પ્યાસ છિપાવનારું અને શરીર ને અંદરથી શુદ્ધ કરનારું હોય છે. સુખા નારિયેળનો ઉપયોગ મીઠાઈ બિસ્કિટ વગેરે બનાવામાં થાય છે.કાચું નારિયેળ ખાવાથી , અને એનું પાણી પીવાથી કબ્જ દૂર થાય છે.નારિયેળ પરસેવો ઓછો થાય છે તરસ ઓછી લાગે છે. થોડી મેહનત કરવાથી જો થાક લાગતો હોય તો નારિયેળ રેહવું અને એનું પાણી પીવું જેનાથી પાણીની કમી દૂર થાય છે. નારિયેળના પાણી માં કાર્બોહાઇડ્રેટ , ફ્રક્ટોઝ,ગ્લુકોજ , અમીનો અમ્લ, પોટાશિયમ, કેલ્શિયમ હોય છે. એના લીધે તે એક સારું એનર્જી બૂસ્ટર છે , પિલિયાના રોગી માટે પાણી પીવાથી લાભ થાય છે.

નારિયેળ ઔષધીય ગુણ

– જો ઘૂંટણોમાં દર્દ હોય તો રોજ 50 ગ્રામ નારિયેળ ખાવું.ઘૂંટણો પર નારિયેળ ના તેલ ની જોરથી દબાવીને રોજ 15 મિનિટ માલિશ કરવી જોઈએ માલિશ તડકામાં બેસીને , રાતે સૂતી વખતે પણ કરવાથી વધારે ફાયદો થાય છે. ત્વચા નાળિયેર તેલ શોષી લે છે. તેથી લાંબા સમય સુધી મસાજ કરવાનું ચાલુ રાખો, જેથી ત્વચાની અંદર જતા તેલ પર ઊંડી અસર પડે.જ્યાં પીડા વધારે છે, ત્યાં વધુ મસાજ કરવું . આમ કરવું ઘૂંટણની પીડામાં ટૂંક સમયમાં જ આરામ મળે છે. તે જ સમયે, નારિયેળ ખાવું અને તેનું પાણી પીવો. આ પ્રયોગ ઘણા દર્દીઓ પર સફળ બન્યો છે. ઘૂંટણના દર્દીઓએ આ જરૂર થી અપનાવું।

– નાળિયેર તેલનો ઉપયોગ રસોઈમાં થાય છે. નાળિયેરનું શુદ્ધ કાચું તેલ રોજ બે થી ચાર ચમચી પીવો . આ મેટાબોલિઝમ બરાબર કરે છે. પાચન મજબૂત બનાવે છે. સ્થૂળતા ઓછી કરે છે. તે થાઇરોઇડનો ઉપચાર કરે છે. નારિયેળના તેલનું રાસાયણિક દ્રશ્ય માખણ જેવું જ છે.

– નારિયેળમાં પ્રોટીન ઘણી માત્રામાં હોય છે. તેમાં બધા એમિનો એસિડ મળી આવે છે. આરોગ્યના સંદર્ભમાં, નારિયેળ ટૉનિક જેવુંજ છે.

-નાળિયેર તેલ માં લીંબુ નીચોવીને અને થોડુ કપૂર નાખો આ તેલને મસાજ કર્યા પછી, સ્નાન કરવાથી ખંજવાળ મટી જાય છે ઓછી માત્રામાં મીઠું લો

– નારિયેળનું ભોજન પણ યાદદાશ્તમાં વધારો કરે છે. આ માટે, દરરોજ નાળિયેરમાં બદામ, અખરોટ અને ખાંડ ભેળવીને રોજ ખાવું બાળકોએ તેને રોજ ખાવું જોઇએ, આનાથી બાળકોના મગજનો વિકાસ થાય છે.

– જો તમે વધુ પાણી પીતા હો તો પણ પાણીની તરસ ના છિપાતી હોય તો નારિયેળનું પાણી પીવું જોઈએ અને ફરીથી અને ફરીથી પાણી પીવું પડશે નહિ.

– નારિયેળનું પાણી દૂધ પીવડાવતી માં, ગાય બકરી ના દૂધ સમાન હોય છે.જે બાળકોને માતાનું દૂધ નથી મળતું કે ઓછું મળે છે તેને નારિયેળનું પાણી પીવડાવું જોઈએ,નારિયેળનું પાણી પીવાથી હેડકી, પણ રાહત થાય છે.

– ઓછી ઊંઘ આવતી હોય એની રાતે સૂતી વખતે નારિયેળ પાણી પીવાથી સારી ઊંઘ આવી જાય છે,ઉઠીયે ત્યારે તાજગી અને સ્ફૂર્તિ અનુભવાય છે.

– ગર્ભવસ્થામાં ઉલ્ટી થવી, માટી , ચોક ખાવાનું મન થવું, આ બધા ઓછા કેલ્શ્યિમના લક્ષણ છે. નારિયેળના પાણી થી બધી તકલીફો દૂર થાય છે. ગર્ભસ્થ શિશુને પોષણ પણ મળે છે.

– પેશાબમાં બળતરા – એક નારિયેળ પાણીમાં ચાર ચમચી લીલી કોથમીરની પેસ્ટ મેળવીને પીવાથી લાભ થાય છે.

– ચેહરા પડી ગયેલી કરચલી , ડેગ , ધબ્બા, કાળા ડાઘા, પર રોજ નારિયેળ પાણી લગાવાથી તરત ફાયદો થશે.

– પેશાબ રોકાવો – ગરમીના લીધે પેશાબ રોકાઈ ગયો હોય તો નારિયેળ પાણી પીવડાવું બંદ પેશાબ ચાલુ થઇ જશે.

– નારિયેળ પાણી માં ઇન્ફેકશન રોકવાનો ગુણ હોય છે. નારિયેળ શરીરમાં ઓક્સિટેટ્રાસાયક્લીન એન્ટિબાયોટિક નું નિર્માણ કરે છે એનાથી તાવ એનાથી તાવ, રક્તચાપ વગેરે જેવી બીમારીઓ નિયંત્રણમાં આવી જાય છે.

– નારિયેળનું પાણી બીડી , સિગરેટ, શરાબ, ડ્રગ્સ જેવી સાઈડ ફફેક્ટ દૂર કરે છે.

– પેટ માં કૃમિ હોય તો સવારે ખાલી પેટ કાચું નારિયેળ ખાવું અને એનું પાણી પીવાથી કૃમિ નીકળી જાય છે. નારિયેળ ખાવાથી પણ કૃમિ નીકળી જાય છે.કોલાઈટિસ, બવાસીર, મધુમેહ, ગેસ્ટ્રીક, અને પેપ્ટીક અલ્સર માં કાચા નારિયેળ ની ગિરી ખાવી।

– અમ્લપિત્ત, આમાં નારિયેળ પાણી પીવાથી લાભ થાય છે પેટ થી ગળા સુધી થનારી જલનમાં લાભ થાય છે.

– માલિશ- બાળકોના માલિશ માટે નારિયેળના તેલ નો ઉપયોગ થાય છે.

– સોરાયસીસ – તે જગ્યા પર નારિયેળ તેલ લગાવું

– એમાં ચીકાશ બહુ હોય છે તેથી વાળમાં લગાવી માલિશ કરવી નાહ્યા પછી વાળ સુકાઈ જાય પછી વાળના મૂળમાં તેલ લગાવીને 5 -6 મિનિટ આંગળીયો થી માલિશ કરવી, આ ક્રિયા રાતે સૂતી વખતે પણ કરી શકાયછે , આવું કરવાથી વાળ ખરતા નથી તૂટતાં નથી અને લાંબા અને કાળા થાય છે.

– નારિયેળના તેલ માં લીંબુ નો રસ મિક્સ કરીને વાળ માં લગાવાથી શુષ્કપણું , ખોડોથી રાહત મળે છે.

– કબ્જ – નારિયેળ કબ્જ દૂર કરે છે નારિયેળની ગિરી માં રેશા અને ચીકાશ બહુજ હોય છે વધારે કબ્જ હોય તો રાતે એક ચમચી તેલ પીવું

– પાતળાપણું દૂર કરવા નારિયેળ ગુણકારી હોય છે એના તેલનો માલિશ અને ખાવામાં ઉપયોગ કરવાથી શરીર સુડોળ અને મજબૂત બને છે

– પિત્તની ખરાબી હોવાથી એસીડીટી , ઉલ્ટી, જાડા , છાતી પેટ માં બળતરા વગેરે બીમારીઓ થઇ જાય છે કાચું નારિયેળ , ખસ , અને સફેદ ચંદનનો બુરાદો 10-10 ગ્રામ લઈને એક ગ્લાસ પાણીમાં રાતે દેવું સવારે તેને મસળીને ખાલી પેટ પી જવું તેનાથી પિત્ત સંતુલિત થાય છે અને બીમારીઓ પણ દૂર થાય છે

– ગર્ભવતી સ્ત્રીઓએ ગર્ભ રહે ત્યારે જ નારિયેળ ની સફેદ ગિરી ના 3/4 ટુકડા સવારે ચાવી ચાવીને ખાવ,એની એની સાથે 1-1ચમચી માખણ અને પીસેલી ખાંડ અને સ્વાદ પ્રમાણે કાળા મરી નો પાવડર ચાટી લેવું અને પછી ઉપર થોડી વરિયાળી 10-15 મિનિટ ચાવી ને ગળી જવું આ પ્રયોગ પછી અડધી કલાક સુધી કઈ ખાવું પીવું નહિ.

– એક કપ નારિયેળ પાણી માં પીસેલું જીરું પીવાથી ગરમીથી થયેલા જ જાળામાં લાભ થાય છે

– ચેચક- સ્તનપાન કરાવતી માએ 30 ગ્રામ નારિયેળની ગિરી રોજ ખાવી તો બાળકને ચેચક રોગ નહિ થાય દૂધ ના પિતા હોય તેવા બાળકોએ 10 ગ્રામ નારિયેળની ગિરી રોજ ખાવી તેનાથી ચેચક રોગથી બચાવ થાય છે

નારિયેળનું રાસાયણિક વિશ્લેષણ

તાજા 100 ગ્રામ ગીરીમાં ભેજ 36.3, પ્રોટીન 4.5, તેલ 47.6, કાર્બોઝ 13, ફિલામેન્ટ 3.6, ચૂનો 0.1 ટકા અને ફોસ્ફરસ 24 ગ્રામ, લોહ 17 એમજી, વિટામિન ‘સી’ 1 એમજી. અને વિટામિન બી એઇ ની થોડી માત્રામાં અને કોપર હોય છે. સૂકા નારિયેળમાં 57-75% તેલ છે, જે અન્ય તેલ કરતાં વધુ પાચક છે. તે સરળતાથી ચામડી શોષી લે છે.

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?