શું કારણ છે કે વ્રત અને ઉપવાસમાં સિંધાલૂણનો જ ઉપયોગ થાય છે ?

0
22

જો રસોઈમાં સૌથી વધુ કોઈ મહત્વની વસ્તુ હોય તો એ છે મીઠું. જો રસોઈમાં થોડું પણ મીઠું ઓછું કે વધુ પડી જાય તો એનો સ્વાદ સાવ બગડી જાય છે. આપણે મીઠાંનો કેટલો ઉપયોગ કરીયે છે એના પર જ આપણું સ્વાસ્થ્ય આધાર રાખે છે. આયુર્વેદ પ્રમાણે નમકથી પાચન ક્રિયા સારી રહે એમાં મદદ મળે છે.

એક ખાસ વાત જણાવીએ કે આયુર્વેદ પ્રમાણે નમકના 5 પ્રકાર હોય છે. પહેલું સમુદ્ર, રામોકા અથવા તો સાંભરા (આ ગુજરાત અને રાજસ્થાનની સાંભર ઝીલમાંથી નીકળે છે) ત્રીજુ વિદા (આ નમકમાં સાંભરા નમક અને આંબળા ચૂર્ણનું મિશ્રણ કરવામાં આવે ) ચોથુ સૌવર્ચલા લવણ અને પાંચમું સીંધા લુણ મીઠું.

આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે જો રોજ સીંધા લુણ ખાવામાં આવે તો ઘણો જ ફાયદો થાય છે કારણકે આ નમક એકદમ શુદ્ધ હોય છે અને આ મીઠામાં કોઈ જ કેમિકલ હોતા નથી અને એજ કારણ છે કે આપણે ત્યાં વ્રતમાં લોકો સીંધા લુણનો ઉપયોગ કરે છે. સામાન્ય રીતે વ્રત હોય ત્યારે થોડું હલ્કુ ફુલ્કુ હોય એવું ખાવાની સલાહ મળતી હોય છે કે જેનાથી આપણી પાચનક્રિયા સારી બને. એ જ કારણથી આપણે બીજા નમકના ઉપયોગની બદલે સીંધા લુણનો ઉપયોગ કરવો જોઈએ.

સીંધા લુણ આપણા શરીરને ઠંડક આપવાનું કાર્ય કરે છે આ મીઠામાં સોડિયમની માત્રા ઓછી અને પોટેશિયમની માત્રા વધુ હોય છે માટે એનાથી આપણું બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે.

જાણો સીંધા નમકથી થતા અન્ય ફાયદાઓ

સીંધા નમક આંખો માટે ખુબજ સારૂ છે. તે આપણા બ્લડ પ્રેશરને પણ કંટ્રોલમાં રાખે છે. આ મીઠામાં આયરન, ઝીંક, મેગ્નેશિયમ અને કોપરની માત્રા વધુ હોય છે, એનાથી મેટાબોલિઝમ વધારવામાં પણ મદદ મળે છે. સીંધા લુણનું સેવન કરવાથી ઇમ્યુન સિસ્ટમ પણ મજબુત બને છે અને એનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

આપણે જે ભોજન ગ્રહણ કરીયે એમાં જે પોષક તત્વો હોય જેમ કે ન્યૂટ્રિએંટ્સ અને મિનરલ આપણું શરીર ગ્રહણ કરી શકે એમાં શરીરને મદદ કરે છે. એનાથી આપણા શરીરમાં આખો દિવસ એનર્જી બની રહે છે. એમાં આટલા ગુણો હોય છે એટલે બધા ઉપવાસમાં પણ સીધા લુણનો ઉપયોગ કરતા હોય છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?