મહાભારતમાં કર્ણે ખોટું બોલીને જ મેળવ્યું હતું અસ્ત્ર-શસ્ત્રનું જ્ઞાન, પરશુરામના શાપના કારણે અંતિમ સમયે ભૂલી ગયો હતો બધી જ શક્તિઓ

0
124

જાણો એવી 5 વાતો જેનાથી બચવું જોઈએ આપણે 

ધર્મ ડેસ્ક: આપણે જાણીએ છે ખરાબ કામ એવાં હોય છે જેને કોઈ લાંબા સમય સુધી સંતાડીને નથી રાખી શકતાં. તમે વર્તમાન સમયમાં કોઇપણ રીતે તમે આ કામને સંતાડવાનો પ્રયત્ન કરો છો છતાં પણ ભવિષ્યમાં તો આ કામ સામે આવી જ જવાના છે. આ કામ ઘર-પરિવાર અને સમાજ બધાંજ લોકોને ખબર પડી જતી હોય છે. સ્ત્રી કે પુરૂષ, બંનેને અપમાન સહન કરવું પડે છે અને ઘણી બધી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડતો હોય છે. તો જાણીયે કયાં છે આ 5 કામ…

1. જૂઠું બોલવુ

આપણે બધાં જાણીયે છે કે, એક અસત્યને છુપાવા માટે સો અસત્ય બોલવું  પડે છે, તો પણ આ અસત્ય લાંબા સમય સુધી છુપાવી શકાતું જ નથી. મહાભારતમાં કર્ણે પરશુરામને પણ ખોટું જણાવ્યું હતું કે, તે પોતે એક બ્રાહ્મણ છે. પરશુરામે કર્ણને બ્રાહ્મણ સમજ્યો અને બધાં જ અસ્ત્ર-શસ્ત્રની વિદ્યાઓ તેને શીખવાડી, પરંતુ જ્યારે પરશુરામને ખબર પડી કે કર્ણ પોતે બ્રાહ્મણ નથી તો પરશુરામે તેને શાપ દીધો કે, કર્ણને જ્યારે આ અસ્ત્ર-શસ્ત્રની સૌથી વધુ જરૂરિયાત ઉભી થશે, ત્યારે જ તે તેની વિદ્યાઓ ભૂલી જશે. આ શાપથી જ કર્ણ મહાભારતના યુદ્ધમાં અર્જુનની સામે પોતાની બધી જ શક્તિઓને ભૂલી ગયો હતો અને અર્જુનના બાણથી તેનું મૃત્યુ થયું હતું.તેથી કોઈએ પણ ખોટું ના બોલવું જોઇએ.

2. દગો આપવો કે છળ-કપટ કરવું

મહાભારતના યુદ્ધમાં આપણે દુર્યોધન અને મામા શકુનિના દગા અને કપટનું પરિણામ જોયું છે. કૌરવોએ પાંડવોની સાથે પણ ઘણીવાર કપટ કર્યું હતું અને છેલ્લે તો પાંડવોના હાથેથી જ બધા કૌરવોનું મૃત્યુ નીપજ્યું હતું. ભગવાન ક્યારેય કપટી કે જુઠ્ઠા લોકોને મદદ કરતા નથી તેથી આપણે હંમેશા છળ-કપટથી દૂર રહેવું જોઇએ.કારણકે કપટ પણ લાંબા સમય સુધી છૂપું રહેતું નથી કારણકે કોઈને દગો આપવો એ પણ એક પાપ જ ગણાય છે અને તેની સજા પણ અવશ્ય ભોગવવી જ પડે છે.

3. જીવહત્યા

જીવ હત્યાં એવું પાપ હોય છે, જેની સજા કે ખરાબ પરિણામ અવશ્ય ભોગવવું પડે છે. શાસ્ત્રોમાં જણાવ્યુ છે કે હત્યા એ અક્ષમ્ય પાપ હોય છે. અક્ષમ્ય એટલે જે ક્ષમાપાત્ર ના હોય તેવું. હત્યા ક્યારેય કોઈનાથી છુપાતી નથી.આપણે આવાં ઘણાં ઉદાહરણ જોતા હોઈએ છે, જેમાં ગમે તેટલું પ્લાનિંગ કરેલું હોય, છતાં હત્યા સામે અવી જ જાય છે. હત્યાના ગુનેગારને મોડી તો મોડી પણ સજા તો ભોગવવી જ પડે છે. આ પાપ સંતાડવાના બધા જ પ્રયત્નો પણ સફળ થતા જ નથી તે સામે આવી જ જાય છે.

4. અહંકાર ના કરવો

અહંકારનો ભાવ માણસથી ક્યારેય વધારે છૂપો નથી રહી શકતો. અહંકારી વ્યક્તિ હોય તે જો પોતાને સજ્જન બતાવવાના ભલે પ્રયત્નો કરે તો પણ, તેનો અહંકાર સામે તો આવી જ જાય છે. અહંકારમાં હોય ત્યારે વ્યક્તિ પાપ કરવામાં પણ અચકાતો નથી તેને ખબર હોતી નથી કે તે શું કરે છે. આ જ કારણના લીધે અહંકારી વ્યક્તિ પણ પાપીની શ્રેણીમાં ગણાય છે. રાવણ અને દુર્યોધન પણ પોતાના અહંકારને લીધે પાપ આચરી રહ્યા હતા.

5. વ્યભિચાર 

જો કોઈ સ્ત્રી-પુરૂષ છે અને તેઓ અનૈતિક સંબંધો બનાવે છે, અને તેઓ આ સંબંધોને છુપાવવાના કેટલા પણ પ્રયત્નો કરી લે, તો પણ ક્યારેય પણ તેમાં સફળ થઇ શકે નહિ. એક દિવસ તો તેમની આ પોળ ખુલી જ જતી હોય છે. આ કામને લીધે સ્ત્રી-પુરૂષ બંનેનું જીવન બરબાદ થઇ જતું હોય છે. આવા ઘણા ઉદાહરણ પણ આપણે જોઈએ જ છે. શાસ્ત્રોમાં પણ તેની મહાપાપમાં ગણતરી થઇ છે.માટે જ તેનાથી દૂર જ રહેવું જોઇએ.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?