શું તમે જાણો છો મૃત્યુ બાદ સૌથી પહેલા આત્મા ક્યાં જાય છે? 24 કલાક પછી ધરતી પર પાછી મોકલી દેવાય છે

0
48

અહીંયા જે પણ સજીવનો જન્મ થાય છે એનું મૃત્યુ તો એકને એક દિવસ મૃત્યુ થાય જ છે, મૃત્યુ એટલે શું તો શરીરમાંથી આત્મા છૂટો પડે તો , એને મૃત્યુ કહેવાય છે અને પણ તમને ખબર છે કે પછી આ આત્માનું શું થતું હોય છે? ચાલો અમે આજે તમને જણાવીશું કે મૃત્યુ પછી આત્માનું શું થાય છે.

હિંદુ ધર્મમાં એવી માન્યતા હોય છે કે જે વ્યક્તિએ જેવા કર્મ કર્યા હોય તે પ્રમાણે જ તે આત્માને શરીર છોડ્યા બાદ ગતી મળતી હોય છે. આપણે કરેલા કર્મ પ્રમાણે આપણી આત્માને પુનર્જન્મમાં શરીરની પ્રાપ્તિ થાય છે. જે લોકો હિંદુ ધર્મમાં વિશ્વાસ કરે છે તેઓ પુનર્જન્મમાં પણ વિશ્વાસ કરતા હોય છે. એવી માન્યતા હોય છે કે આપણે આ જન્મમાં જે કર્મ કરીશું તે મુજબ જ આપણે આગળનો જન્મ મેળવીયે છે. પુનર્જન્મમાં સુખ દુ:ખનો આધાર પાછલા જન્મના કર્મોને આધીન હોય છે.

કેટલાક લોકો એવું માનતા હોય છે કે જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે પછી એની આત્માનું કોઈ અસ્તિત્વ હોતું નથી. એવા લોકોને પુનર્જન્મમાં પણ વિશ્વાસ હોતો નથી અને આગળના જન્મમાં પણ માનતા નથી. આ તો થયાપોતપોતાના વિચારો. પણ દરેકને એક વાત વિષે તો વિચાર આવતો જ હશે કે મૃત્યુ થાય પછી તેને બીજો જન્મ મળે ત્યાં સુધી આત્મા ક્યાં રહે છે. તો આજે અમે તમને આત્મા વિષે ધર્મગ્રંથોમાં જે માહિતી જણાવેલી છે તેના આધારે કેટલીક મહત્વની વાતો જણાવાના છે.

ગરુડ પુરાણમાં કહેવાયુ છે કે જયારે કોઈનું મૃત્યુ થાય છે પછી આત્મા પરલોક જાય છે અને આ આત્માને પોતાની જોડે લઇ જવા માટે બે યમદૂત પણ આવતા હોય છે. વ્યક્તિએ જે કર્મો કર્યા હોય છે તે પ્રમાણે તેને ગતિ મળે છે. આખા જીવન કાળમાં જે કર્મો કર્યા હોય તે પ્રમાણે જ આત્માને શરીરનો સાથ છોડવામાં તકલીફ થતી હોય છે.

આત્મા શરીર છોડે છે પછી તેને યમલોકમાં ફક્ત ૨૪ કલાક માટે જ રખાય છે. ત્યાં આત્માના સારા ખરાબ કાર્યોને જોવામાં આવતા હોય છે.પછીથી આત્માને તેની જગ્યાએ જ ફરી મોકલી દેવાય છે કે જે જગ્યાએથી આત્માને લઇ આવવામાં આવી હોય છે.પચીએ જગ્યાએ આત્મા ૧૩ દિવસ માટે ત્યાં જ રહે છે. આ 13 દિવસના સમય દરમિયાન આત્મા પોતાના બધા જ પરિવારજનો અને સંબંધીઓ શું વિચારે છે અને તેમના દિલની વાતોને પણ જાણી શકે છે. કઈ વ્યક્તિ તેમના માટે શું વિચાર કરે છે? આત્મા બધી જ બાબતોને સાંભળી શકવા માટે સમર્થ હોય છે. તે આત્મા 13 દિવસ સુધી રહે છે અને પછી પોતાના કર્મો મુજબ તેને બીજો જન્મ પ્રાપ્ત થાય છે અને એ ૮૪ લાખ યોનીમાંથી કોઈ પણ યોનીમાં તેનો જન્મ થઇ શકે છે અને જો તેણે ઘણા ખરાબ કાર્યો કર્યા હોય તો એને નરકની યાતના પણ ભોગવવી પડે છે અને પછી એ આત્મા નવો જન્મ પ્રાપ્ત કરે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?