મૂવી રિવ્યુઃ પરી હોરર છતાં અનુષ્કાની અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ ‘પરી’

0
486

ફિલ્મની સ્ટોરી

https://www.iamgujarat.com/wp-content/uploads/2018/03/2-3-640×382.jpg

અર્નબ (પરબ્રમ્તા ચેટર્જી) રૂકસાના (અનુષ્કા શર્મા)ને આઘાતજનક અવસ્થામાં સૂમસાન જંગલમાં પડેલી મળે છે. જ્યાં સુધી અનુષ્કા શર્માની હાલત ઠીક ન થઇ જાય ત્યાં સુધી તેના ઘરે જ રહેવાનું કહે છે. આ પછી તેને ભયાનક અનુભવ થાય છે. અનુષ્કા શર્મા એક ઇવિલ સ્પિરિટની કેદમાં આવી જાય છે. કોણ છે આ ઇવિલ સ્પિરિટ અને તેની સ્ટોરી શું છે. એ જાણવા માટે તમારે થિયેટરમાં જવું પડશે.

છવાઈ અનુષ્કા શર્મા

‘એન એચ 10’ અને ‘ફિલ્લૌરી’ પછી પ્રોડ્યુસર અને એક્ટર તરીકે અનુષ્કા શર્માએ આ ફિલ્મમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બોલિવૂડની હોરર જોનરની અનેક ફિલ્મ્સમાં સારી સ્ટોરીલાઈન ધરાવતી ફિલ્મમાં ‘પરી’નો ચોક્કસથી સમાવેશ કરવો જોઇએ.

થ્રીલ અને રોમાંચનું કોમ્બિનેશન

રામ ગોપાલ વર્માની હોરર જોનરની શાનદાર ફિલ્મ ‘ભૂત’ 15 વર્ષ પહેલા આવી હતી. આ ફિલ્મનો સમાવેશ ભારતની ડરામણી ફિલ્મ્સમાં કરવામાં આવે છે. આ પછી બોલિવૂડમાં ‘એક થી ડાયન’ એક એવી ફિલ્મ હતી. જે ‘ભૂત’ની નજીક પહોંચી શકી હતી. હવે અનુષ્કા શર્માની ‘પરી’માં પણ દર્શકોને થ્રીલ અને રોમાંચ મહેસૂસ થશે.

હટકે સ્ટોરીલાઈન

એક હોરર ફિલ્મમાં જોવા મળતો તમામ પ્રકારનો મસાલા કરતાં આ ફિલ્મ હટકે છે. સામાન્ય રીતે હોરર ફિલ્મમાં કાન ફાડી નાખે તેવું બેકગ્રાઉન્ડ સ્કોર, જમ્પિંગ સીન, કેરેક્ટર અને ડ્રામેટિક રીતે ઇવિલ સ્પિરિટથી જકડાયેલા અન્ય કેરેક્ટરનું પર્ફોર્મન્સ કરતાં જરા હટકે સ્ટોરી લાઇન બતાવવામાં આવી છે. સ્ટોરીલાઇનની માવજત સારી રીતે કરવામાં આવી છે. સાઇલન્સ હોવાં છતાં ડરામણો અનુભવ, લવ સ્ટોરી તેમજ ડરામણાં દ્રશ્યો તમને જકડી રાખે છે.

કેવી છે સ્ટાર્સની એક્ટિંગ

અનુષ્કા શર્મા, પરમ્બ્રતા ચેટર્જી અને રજત કપૂરે પોતાની એક્ટિંગથી ફિલ્મની સ્ટોરી લાઇનને બરાબરનો ન્યાય આપ્યો છે. ફિલ્મના એક્ટર્સના કારણે જ સ્ટોરી ક્યાંય ઢીલી પડતી હોય તેવું લાગતું નથી. આ ફિલ્મના હેડફોન સીનના સિકવન્સને આવતા વર્ષો સુધી હોરર ફિલ્મ્સની બેસ્ટ સિકવન્સમાં યાદ રાખવામાં આવશે.

કમાલનું છે ડિરેક્શન

આ ફિલ્મનું ડિરેક્શન પણ કમાલનું છે. જે તમારૂં ધ્યાન ખેંચવામાં સફળ જાય છે. કોલકાતાના સૂમસાન રસ્તાઓથી લઇને વરસાદ અને કાળો અંધારપટ ધરાવતા ઘરમાં ટીમટીમતી લાઇટોના લોકેશન્સ અને હવાથી ચાલતા પડદા પણ તમને ડરાવી શકે છે. લોકેશન તો અદ્ભૂત છે જ ઉપરાંત ડિરેક્શન પણ કમાલનું છે. આ ડિરેક્ટરની જ કમાલ છે. જેથી પરી ક્રિસ્પી થ્રિલર બની શકી છે.

આખરે કેવી છે આ ફિલ્મ

બોલિવૂડ ફિલ્મ્સમાં હોરર જોનરની ફિલ્મ્સ ઓછી બને છે. જો તમને હોરર મૂવિ જોવી ગમતી હોય અને એક સારી સ્ટોરી લાઇનની શોધમાં હોવ તો તમને ચોક્કસ આ ફિલ્મ ગમશે.

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

80 હજાર ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો