મૂવી રિવ્યૂઃ મિડનાઈટ્સ વિથ મેનકા

0
254
  • રેટિંગ: 3/5
  • સ્ટાર કાસ્ટ: નરેશ કનોડિયા, મલ્હાર ઠાકર, ઈશા કંસારા, પાર્થ ઓઝા
  • ડિરેક્ટર: વિરલ શાહ
  • ડ્યૂરેશન: 2 કલાક
  • ફિલ્મનો પ્રકાર: કોમેડી
  • ભાષા: ગુજરાતી

‘શું થયું’, ‘છેલ્લો દિવસ’, ‘લવની ભવાઈ’, ‘પાસપોર્ટ’ અને તાજેતર માં જ આવેલી ‘શરતો લાગુ’ પછી મલ્હાર ઠાકરની ફિલ્મ ‘મિડનાઈટ્સ વિથ મેનકા’ રીલિઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં મલ્હાર ઠાકર પોતે એક ગુજરાતી સુપરસ્ટાર તરીકે જ જોવા મળશે. આ એક સુપરસ્ટારની ફેક બાયોપિક છે. જે પોતાનું કરિયર જમાવવા માટે એક ફેક ન્યૂઝની મદદ લે છે. પરંતુ આગળ જતાં આ જ ફેક ન્યૂઝ તેના ગળાનો ગાળિયો બની જાય છે. તેમાંથી છુટવા માટે તે કેવા પ્રકારનો સંઘર્ષ કરે છે અને આ દરમિયાન કેવા ઉતાર ચડાવ આવે છે? આખરે આ મેનકા કોણ છે ? મલ્હારની લાઈફમાં તે શું ભાગ ભજવે છે ? તે જોવા માટે તમારે થિયેટરમાં જ જવું પડશે.

વાર્તા

આ ફિલ્મ માં એક અભિનેતાની જિંદગીની અંદર ડોકિયું કરતી વાર્તા દર્શાવવામાં આવી છે. તે ઉપરાંત આ ફિલ્મ એક સારો મેસેજ પણ આપે છે. આ ફિલ્મમાં નાટક અને 70MM પડદા પરનું સંયોજન સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તા સામાન્ય છે પરંતુ તેને જે રીતે પડદા પર રજૂ કરવામાં આવી છે. તે વખાણવાં લાયક છે. ફિલ્મમાં અનેક ક્ષણો એવી આવે છે. જે એક સુપરસ્ટારની ઝાકઝમાળભરી લાઈફ પર તમને વિચારવા પર મજબૂર કરી દે છે. મેનકા તમને વિદ્યા બાલનની ‘તુમ્હારી સુલુ’ની યાદ અપાવે છે.

ફિલ્મમાં અપાયો છે ઉત્તમ મેસેજ

પ્રથમ ભાગમાં વાર્તા થોડી નબળી પડતી જણાય છે પરંતુ ફિલ્મનો બીજો હાફ તમને જકડી રાખે છે. ફિલ્મનું એડિટીંગ હજુ વધારે સારી રીતે કરી શકાયું હોત. આ ઉપરાંત ફિલ્મમાં અનેક વસ્તુ એવી છે. જેનું પુનરાવર્તન પણ ટાળી શકાયું હોત. એકંદરે આ ફિલ્મની વાત કરવામાં આવે તો ડિરેક્ટર વિરલ શાહે ઉત્તમ પ્રયત્ન કર્યો છે. આ ફિલ્મને રશ્મિન મજીઠીયાએ પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં અંતે એક શાનદાર અને ઈમોશનલ મેસેજ પણ આપવામાં આવ્યો છે.

કેવું છે એક્ટર્સનું કામ?

ફિલ્મની કોમેડી તેનું સૌથી ઉત્તમ જમા પાસું છે. હાર્દિક સંગાણી અને મલ્હાર ઠાકરની કેમેસ્ટ્રી ફિલ્મની USP છે. ઈશા કંસારાએ મલ્હારની ગર્લફ્રેન્ડના રોલમાં સારો ન્યાય આપ્યો છે તો મલ્હારની ધીરગંભીર અને સમજદાર બહેનના રોલમાં વીનિતા મહેશના એક્સપ્રેશન્સ લાજવાબ છે. આ કલાકારો ઉપરાંત સપોર્ટિંગ રોલમાં સીનિયર અભિનેતા મેહુલ બુચ, આશીષ કક્કર, પાર્થ ઓઝાએ પણ કેરેક્ટરને સારી રીતે ન્યાય આપ્યો છે.

ફિલ્મ જોવી કે નહિ?

આ બધાં જ કલાકારો ઉપરાંત ફિલ્મમાં નરેશ કનોડિયાનો ગેસ્ટ અપિરિયન્સ દર્શકોને મજા કરાવી દે છે. ઓવરઓલ ફિલ્મમાં હ્યુમર અને ઈમોશનનો ડોઝ છે. જે પ્રેક્ષકોને કંટાળાજનક નહિ લાગે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?