મૂવી રિવ્યૂઃ કેદારનાથ

0
791
  • રેટિંગ: 3/5
  • સ્ટાર કાસ્ટ: સુશાંત સિંહ રાજપૂત, સારા અલી ખાન
  • ડિરેક્ટર: અભિષેક કપૂર
  • ડ્યૂરેશન: 2 કલાક
  • ફિલ્મનો પ્રકાર: લવ સ્ટોરી
  • ભાષા: હિન્દી

કેદારનાથ એક સામાન્ય પ્રેમની વાર્તા છે જેની પૂર અને તબાહી કારણે શ્વાસ મળે છે. ફિલ્મમાં 2013માં ઉત્તરાખંડમાં આવેલ વિનાશને દેખાડવામાં આવ્યો છે. સ્ક્રીનપ્લેમાં કેટલીક ખામીઓ અને સારી વાતો પણ છે. આખા ડ્રામાની વચ્ચે ફિલ્મની મજબૂત કરી છે ડેબ્યૂટન્ટ સારા અલી ખાન. પડદા પર તેનું પ્રથમ પરફોર્મન્સ ખૂબ જ શાનદાર અને જાનદાર છે અને તે દર્શકોને જકડી રાખે છે.

સ્ટોરી

ફિલ્મ ‘કેદારનાથ’ના પહાડો માં ફિલ્માવાઈ છે. તુષાર કાન્તિની ડ્રોન અસિસ્ટેડ સિનેમેટોગ્રાફી ખુબ સરસ છે. હિમાલયની સુંદરતા ખૂબ સારી રીતે ફિલ્માવાઈ છે. વાર્તામાં સ્થાનીક લોકો વચ્ચે અનોખો સંબંધ બતાવામાં આવ્યો છે. હિન્દુ શ્રદ્ધાળુઓને ખૂબ સન્માન આપવામાં આવે છે તેમની યાત્રા પૂરી કરાવવા માટે મુસ્લિમ પીઠ્ઠુ હાજર છે. અભિષેક કપૂર અને કનિકા ઢિલ્લનનું લેખન કેદારનાથમાં સેક્યુલર વાતાવરણને દર્શાવે છે. ફિલ્મમાં હોટલ, મૉલ્સ અને પર્યટનના વ્યવસાયિકરણની પણ ટિપ્પણી કરવામાં આવી છે. આના કારણે પર્યાવરણને નુકસાન પહોંચ્યું છે અને તે મોટી તબાહીના કારણ બન્યા. આ શક્તિશાળી મુદ્દાને ફિલ્મમેકરે થોડો સ્પર્શ્યો અને આગળ વધી ગયા.

એક્ટિંગ

ફિલ્મનો ફોકસ મુક્કુ અને મંસૂરની લવ-સ્ટોરી પર જ રહે છે. જોકે, બંનેના રોમાન્સને સ્થાપિત કરવામાં ફિલ્મ થોડી ધીમી લાગવા માંડે છે. સારા અલી ખાનનું પરફોર્મન્સ દમદાર છે. ક્યાંક-ક્યાંક તે ‘બેતાબ’ અને ‘ચમેલી કી શાદી’ જેવી ફિલ્મોની અમૃતા સિંહ (સારાની મા)ની યાદ અપાવે છે. કેમેરા પર તેનો વિશ્વાસ તેની પ્રતિભાની એક ઝલક છે. તે જે પણ સીનમાં દેખાય છે તેને તેણે પૂરી રીતે પોતાનો બનાવી લીધો છે. સુશાંત સિંહ પણ સારાની મહેનતને પૂરી કરતો દેખાયો છે પણ તેનું આનાથી સારું પરફોર્મન્સ દર્શકો અગાઉ જોઈ ચૂક્યા છે.

ડિરેક્શન-મ્યૂઝિક

લવ સ્ટોરીના હિસાબથી ફિલ્મમાં એક પણ રોમેન્ટિક ગીત નથી જે દર્શકોનું ધ્યાન ખેંચી શકે. ‘નમો-નમો’ ઉપરાંત અમિત ત્રિવેદી કેદારનાથના મૂડ પ્રમાણે મ્યૂઝિક આપવામાં સફળ રહ્યો નથી. આ પ્રકારના વિનાશ વચ્ચે લવ સ્ટોરીને સ્થાપિત કરવાની અભિષેક કપૂરની કોશિશ મહત્વાકાંક્ષી હતી. CGI ઈફેક્ટ્સ લાઈવ એક્શને મળીને ઘણા પ્રભાવશાળી સીન્સ બનાવ્યા છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?