ફિલ્મ રિવ્યુ : 2.0

0
384

ભારે ભરખમ અને ભયાનક અવાજ ની વચ્ચે રજનીકાંત અને અક્ષય કુમાર ની ‘2.0’થિયેટર મા લાગી ગઈ છે. ટ્રેલર જોઈ ને લોકો ને આ ફિલ્મ ને લઈને અલગ-અલગ પ્રકાર ના વિચાર છે. આની પહેલા કે કોઈ મને આનો સ્પોઇલર આપી દો,અમે ફિલ્મ જોઈ નાખી. અને અમને આ ફિલ્મ જોઈને કેવી લાગી,એ તમને બતાવીશું.

વાર્તા

‘2.0’ની વાર્તા એક ઘરડા ઓર્નિથોલોજિસ્ટઅને ડૉક્ટર વસીગરન ની છે. ઓર્નિથોલોજિસ્ટનો અર્થ એ માણસ જેણે પક્ષીઓ ના વિશે ભણ્યુ છે. આ માણસ ને લાગે છે કે આ શહેર માં વધતાં ફોન ના કારણે પક્ષીઓ ની મૃત્યુ થઈ રહી છે. એટલા માટે સેલફોન નો ઉપયોગ કરવા વાળા લોકો ને પોતાનો દુશ્મન સમજવા લાગે છે. આની પાછળ નું લૉજિક એ છે કે પક્ષી જીવતા રહેશે, તો જ મનુષ્ય જીવી શકશે. એ પક્ષીઓ ને બચાવવા માટે માણસો ને મારવા લાગે છે. પરંતુ એ પક્ષી રાજન બર્ડમેન કઈ રીતે બને છે એની પાછળ એક રહસ્ય છે,અને જે રહસ્ય રહેવા દેવું જ સારું છે. એનાથી લડવા માટે વસીગરન નો બનાવેલો રોબોટ ચિટ્ટી આવે છે અને પછી બન્ને નો ઝઘડો થાય છે. કોણ હાર્યું ?કોણ જીત્યુ?થિયેટર માં જઈને જુઓ જરા !

એક્ટર્સ નું કામ

ફિલ્મો માં રજનીકાંતે સાઇન્ટીસ્ટ વસીગરન અને રોબોટ ચીટ્ટી નો રોલ કર્યો છે. પક્ષી રાજન નો રોલ કર્યો છે અક્ષય કુમારે. સાથે જ એમી જેક્શન જેમણે નીલા નામ ની એક બીજી રોબોટ નું રોલ કર્યું છે. આદિલ હુસૈન અને સુધાંશુ પાંડે જેવા એક્ટર્સ પણ ફિલ્મ માં દેખાય છે. ચિટ્ટી ના રોલ માં રજનીકાંત ઇન્ટરેસ્ટિંગ લાગે છે, જ્યારે એમનું વસીગરન વાળું પાત્ર વધારે ખુલી ને બહાર નથી આવતું. પક્ષીરાજ ના રોલ માં અક્ષય કુમાર જેટલો તોફાન મચાવી શકતા હતા,એમણે મચાવ્યો છે. પરંતુ સમસ્યા એ છે કે એમનું પાત્ર ફિલ્મ માં પહેલા દોઢ કલાક પછી આવે છે. પક્ષીરાજ ના વિલન કેરેક્ટર બનવા ની વાર્તા બતાવવા માં આવી છે, જેનાથી તમે સંતુષ્ટી નો અનુભવ નહીં કરો. ફિલ્મ નો આ વાળો ભાગ થોડો બોરિંગ પણ છે. કારણકે તમને જે શોક ફેક્ટર ની આશા હતી આ સ્ટોરી થી એ તમને નહીં મળે. તેમ છતાં પણ અક્ષય નું પાત્ર રજનીકાંત પર ભારે પડે છે. ફિલ્મ ના ઘણા ભાગ માં એવું લાગે છે કે પક્ષી રાજન નું કેરેક્ટર મજબૂત હોવા છતાં પણ એને ચિટ્ટી ની આગળ કમજોર બતાવવા માં આવી રહ્યું છે. આ વસ્તુ ઘણી નડે છે. ત્રીજી બાજુ છે એમી જેકસન, જેમને ફિલ્મ નું ગ્લેમર કન્ટેન્ટ સેટ કરવા માટે રાખવા માં આવ્યું છે. એમનું પોતાનું કશું નથી, ના શરીર, ના સોફ્ટવેર, ના રોલ. ફિલ્મ ની મુખ્ય સ્ત્રી પાત્ર નુ ટ્રીટમેન્ટ જોઈને ચીડ ચડે છે. આદિલ હુસૈન કેટલાક સીન માં જ દેખાય છે. લોખંડ ના શરીર વાળા લોકો ની આસપાસ હોવા છતાં પણ એ પોતાની છાપ છોડી જાય છે. પરંતુ પક્ષી રાજન ના સિવાય એવું કોઈ પાત્ર નથી,જેતમારા મન માં જગ્યા બનાવી શકે. એમનું લૂક,કેરેક્ટર થી લઇને લડવા ના કારણો બધુ જ વ્યાજબી છે. એટલે જ ફિલ્મ પોતાના માં થોડી વિરોધાભાસી લાગે છે.

બીજા ટેકનિકલ ઇસ્યુ

ફિલ્મ માં વીએફએક્સ નું કામ ઠીકઠાક લાગે છે કારણકે ફિલ્મ ના અળધા થી વધારે ભાગ માં તમને એજ જોવા મળે છે. આમાં કેટલાક સીન તો ઘણા સારા છે. જેમકે 2016 માં આવેલી માર્વલ્સ ની ફિલ્મ ‘ડોક્ટર સ્ટ્રેંજ’માં બિલ્ડીંગ ફોલ્ડ થવા લાગે છે, ‘2.0’માં એવું જ રોડ ની સાથે થાય છે. આના સિવાય જંગલ માં મોબાઈલ ફોન ની મદદ થી એને ઝગમગાવી નાખવા વાળું સીન પણ આંખો ને સારું લાગે છે.પરંતુ સમસ્યા એ છે કે એ સીન માં પણ વિઝ્યુયલ ઇફેક્ટ નો ઉપયોગ કરવા માં આવે છે,જ્યાં એની જરૂર નથી. આવું છે ઘણું અદભૂત ના હોવા છતાં પણ આ ફિલ્મ ના વીએફએક્સ અપ ટુ ધ માર્ક છે. રજનીકાંત ની સાઇંટિસ્ટ વાળું પાત્ર સિરિયાસ છે એટલા માટે એમની વાતચીત ના સિવાય કોઈ બીજા ખાસ ડાયલોગ નથી. પરંતુ ચિટ્ટી ઘણા મજાકીયા અને બ્લફ છે,એના ભાગ માં પંચ મારવા ના ચાંસ ઘણા આવ્યા. જેમકે મોબાઈલ ફોન થી બનેલા પક્ષી રાજન નું પાત્ર જયારે ચિટ્ટી થી મળે છે,તો ચિટ્ટી એને ‘નાઇસ ડીપી’કહી ને કોમ્પ્લિમેંટ આપે છે. એક બીજા સીન માં જ્યારે ચિટ્ટી ને લાગે છે કે પક્ષીરાજન નો અંત થઈ ગયો,તો એ જાનતા ને ‘બેલેન્સ ઝીરો’કહી ને જાણ કરે છે. સૌથી ખરાબ વાત એ છે કે એમી ના મોઢા માં થી ના તો આપણ ને કોઈ પણ પ્રકાર નો કોઈ સિરિયસ ડાયલોગ અને ના તો કોઈ પ્રોપર પંચ સાંભળવા મળે છે. એમને ફિલ્મ નું ટેમ્પરેચર વધારવા માટે રાખવા માં આવ્યું છે,જે એ પોતાના ઇંટ્રો સીન થી બનાવી ને રાખે છે અને આની ઉપર ડાયરેક્ટર નો વધારે જોર પણ રહે છે. કારણકે આખો એક સિકવન્સ આના જ વિશે છે.

ઓવરઓલ એક્સપિરિયન્સ

ફિલ્મ ના પેહલા પાર્ટ માં આ ઉડતા મોબાઈલ ફોન વાળી સમસ્યા ને એસ્ટેબ્લિસ્ટ કરવા માટે ઘણું ટાઈમ લેવા માં આવે છે. આમાં તમે કંટાળતા તો નથી પરંતુ તમને ખબર હોય છે કે આ સમય બેકાર માં ખર્ચ થઈ રહ્યો છે. ઈંટરવલ પછી ફિલ્મ થી ઘણી આશા હોય છે,પરંતુ પક્ષીરાજન ની બેક સ્ટોરી એને કંટાળાજનક બનાવી દે છે. કલાઈમેક્સ માં ચિટ્ટી અને પક્ષી રાજન ના વચ્ચે એક એક્શન સિકવેન્સ છે,આખી ફિલ્મ નું જમા પાસું એજ છે. એ સારું લાગે છે. એને જોઈને  એક વાર તો 2017 માં આવેલી ફિલ્મ ‘થોર રૈગનારોક’માં હલક અને થોર ની લડાઈ યાદ આવી જાય છે. મોજ થી ભરપૂર પરંતુ ભયાનક મારપીટ. આ સીન માં રોબોટ ચિટ્ટી પોતાનો મેગ્નેટિક પાવર યુઝ કરી ને આસપાસ ની બધી લોખંડ ની વસ્તુઓ પોતાની ઉપર ચોંટાડી લે છે. આમાં બસ અને કાર નો પણ સમાવેશ થાય છે. પછી અહિયાં ત્યાં ચોંટેલી કાર ને એ પોતાના પેટ સાથે ચોટડી ને એ એબ્સ બનાવી લે છે. એના થી પણ વધારે ઇન્ટરેસ્ટિંગ એ કે પક્ષી રાજ એજ એબ્સ માં મુક્કો મારી ને એમાં આગ લગાડી દે છે. જોવા માં આ સીન સારા લાગે છે. ‘2.0’ને જોવાનો ઓવરઓલ એક્સપિરિયન્સ બતાવીએ,તો વાર્તા માં વધારે દમ ના હોવા છતાં પોતાના સારા વિઝ્યુયલ થી તમને પોતાની તરફ ખેંચી લે છે.

જોવાય કે ના જોવાય

ફિલ્મ ના ડાયરેક્ટર શંકર એ આ ફિલ્મ ના વિઝ્યુયલ પર પોતાની વધારે ઉર્જા આપી છે એ સારી લાગે છે,ફિલ્મ ના બીજા ડિપાર્ટમેંટ માં તમને આવો અનુભવ નથી થતો. આને જોવા વાળા પેહલા જ લાઇન લગાવી ને ઊભા છે પરંતુ જો તમે કઈક દમદાર કન્ટેન્ટ જોવા માંગો છો,તો શરૂઆત ના ક્રેડિટ સીન માં વાંચી લીધું હશે કે ‘2.0’ના ઓનલાઈન સ્ટ્રીમીંગ પાર્ટનર એમેઝોન પ્રાઇમ વિડીયો છે. એટલા માટે પોતાના વિવેક થી નિર્ણય લો અને દિલ ની જગ્યા એ ખિસ્સા અને મગજ ની સાંભળો.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?