બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાને મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડથી નવાજાઈ

0
302

દેસી ગર્લ પ્રિયંકા ચોપરાને આ વર્ષે મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. યૂનિસેફની ગુડવિલ એમ્બેસેડર તરીકે વિસ્થાપિતોં અને શરણાર્થીઓના અધિકારો માટે લડાઈ લડનાર પ્રિયંકા ચોપરાને સોશ્યિલ વર્ક માટે પોતાના યોગદાન માટે આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે તેણે થોડા સમય પહેલા સીરિયાની મુલાકાત લીધી હતી અને શરણાર્થીઓના બાળકોને મળી અને તેમની સાથે વાતચીત કરી હતી. પીસી યૂનિસેફની સદ્ધભાવના દૂત પણ છે. પ્રિયંકાને આ સન્માન માટે હાર્મની ફાઉન્ડેશને બોલાવી હતી. પરંતુ તે બિઝી હોવાને કારણે એવોર્ડ તેની માં મધુ ચોપડાએ રીસિવ કર્યો હતો.

પ્રિયંકાને મળેલા સન્માન પર તેની માં મધુએ કહ્યું ‘મને પ્રિયંકા પર ખૂબ જ ગર્વ છે. હું તેના માટી આભાર વ્યક્ત કરું છુ અને મને પૂરો વિશ્વાસ છે કે તે આ વાતથી ખૂબ જ ખુશ છે કે તેના પ્રયાસોને પ્રોત્સાહન મળ્યું છે.

પ્રિયંકા પહેલા આ પણ થયા છે સન્માનિત…

કિરણ બેદી, અન્ના હજારે, ઓસ્કર ફર્નાન્ડિઝ, સુધા મૃર્તિ, મલાલા યૂસૂફજઈ, સુષ્મિતા સેન અને બિલ્કિસ બાનો જેવી સેલેબ્રિટિઝને આ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી ચૂકી છે.

થોડા સમય પહેલા પ્રિયંકા ચોપરાને બ્રિટનમાં એક સર્વે પછી એશિયાની સૌથી સેક્સી મહિલાનું બિરુદ મળ્યું હતુ. લંડનમાં વીકલી પેપર ઈસ્ટર્ન આઈ તરફ કરવામાં આવેલા ’50 સેક્સિએસ્ટ એશિયન વુમન’માં તે ટોપ પર રહી હતી.