મોબાઈલ વપરાશકર્તા જાણો એક ખબર જાણીને ચોંકી જશો, જાણો શું છે તે ખબર

0
132

ટેલિકોમ ક્ષેત્રમાં અત્યારે ખુબ જ હરીફાઈ વધી ગઈ છે અને તેના લીધે ઘણી કંપનીને નુકસાન સહન કરવું પડે છે. તો ઘણી કંપનીઓ પોતાનો ધંધો ટકાવી રાખવા માટે સખત સંઘર્ષ કરી રહી છે અને ઘણી કંપનીઓએ તો પોતાનો ટેલિકોમ કારોબાર એકદમ બંધ જ કરી નાખ્યો છે.

રીલાયન્સ-જીયોના કારણે મુખ્ય કંપનીઓ જેવી કે એરટેલ, વોડાફોન અને આઇડિયાને પણ ભારે નુકશાન સહન કરવું પડ્યું છે. આ બધી કંપનીઓએ જીયો  સામે હરીફાઈમાં ટકવા માટે પોતાના કોલ અને ડેટા દરમાં પણ ખાસ્સો ફેરફાર કર્યો પરંતુ છતાં પણ આ કંપની ગ્રાહકોને પોતાની તરફ ખેંચવામાં નિષ્ફળ રહી અને ભારે નુકશાન પણ સહન કરવું પડ્યું. આઇડિયા અને વોડાફોનને હાલમાં જ આશરે ૫૦૦૦ કરોડનું નુકશાન સહન કરવું પડ્યું છે.

હવે બધી કંપની નુકશાન ભરપાઈ કરવા માટે કંઈક રસ્તો શોધવાનો પ્રયત્ન કરી રહી છે. હવે બધી કંપનીઓએ નિર્ણય લીધો છે કે ગ્રાહકોએ હવે ઇનકમિંગ માટે ચાર્જ ચૂકવવો પડશે , હવે ગ્રાહકોને ઇનકમિંગ સુવિધા ફ્રી માં નહિ મળે. ગ્રાહકોએ ઇનકમિંગ સુવિધાનો લાભ લેવા મિનિમમ ૩૫ રૂપિયાનું રીચાર્જ કરાવવું પડશે .

૩૫ રૂપિયાના રીચાર્જ કરાવ્યા પછી ગ્રાહકોને ૨૮ દિવસની વેલિડિટિ મળશે અને સાથે ૨૬ રૂપિયાનું બેલેન્સ પણ મળશે. ગ્રાહક જો વેલીડિટી પૂર્ણ થયા પછી જો પાછું આ રીચાર્જ ના કરાવે તો બેલેન્સ હોવા છતાં પણ કોઈ ગ્રાહક કોલ કરી શકશે નહીં. તેના થોડા સમય પછી પણ જો ગ્રાહક દ્વારા આ રીચાર્જ કરાવવામાં આવશે નહિ તો તેની ઇનકમિંગ સેવા પણ બંધ થઇ જશે.

અત્યારે લોકો સિમ વાપરતા હોય છે પરંતુ બેલેન્સ ફક્ત એક સીમમાં જ રાખતા હોય છે અને બીજુ સીમ ફક્ત ઇનકમિંગ માટે રાખતા હોય છે. કારણ કે ગ્રાહકો જાણે છે કે રીચાર્જ કર્યા વગર જ ઇનકમિંગ સેવા તો મળવાની જ છે તેથી ગ્રાહકો પાસેથી કંપનીએ હવે આ રીતે ચાર્જ વસૂલવાનું નક્કી કર્યું છે જેથી કરીને તેઓ પોતાને થઈ રહેલા નુકશાનની ભરપાઈ કરી શકે.

જો મોબાઇલ વાપરનાર વ્યક્તિને ઇનકમિંગ કોલ્સ પણ ચાલુ રાખવા છે તો તેણે ફરજીયાત આ રીચાર્જ કરાવવું પડશે. આઇડિયા, એરટેલ તથા વોડાફોને પોતાના ગ્રાહકો માટે ત્રણ પ્લાન રજૂ કર્યા છે, જેમાં ૩૫, ૬૫ અને ૯૫ રૂપિયાના રીચાર્જ પ્લાન છે. ગ્રાહકે આમાંથી કોઈપણ એક રિચાર્જ કરાવાનું છે , જો ગ્રાહક આમાંથી કોઈપણ એક પ્લાન રીચાર્જ નથી કરાવતો તો ૩૦ દિવસમાં પછી ઇનકમિંગ અને ૪૫ દિવસ બાદ આઉટગોઇંગ સેવા પણ બંધ કરી દેવામાં આવશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?