રોજ ખાઓ એક ચમચી મેથીના દાણા દૂર ભાગશ ઘણી બીમારીઓ.

0
206

ભારતના રસોડામાં મસાલા તરીકે ઉપયોગ થતા મેથીના દાણા વિશે તો તમે લોકો જાણતા જ હશો . રસોઈમાં જો મેથીના થોડાક દાણા નાખવામાં આવે તો તેના કારણે રસોઈનો સ્વાદ અને સુગંધ બદલાઈ જાય છે. મેથીનો સ્વાદ સામાન્ય રીતે થોડો કડવો લાગે છે.  આજની નહિ પરંતુ આજથી હજારો વર્ષ પહેલા ભારતીય રસોડામાં મેથીનો ઉપયોગ થાય છે. આપણે મોટેભાગે મેથીનો ઉપયોગ શાક બનાવવામાં, કઢી, દાળ વગેરે વાનગીઓ બનાવવા માટે કરીએ છે.

મેથીમાં ભરપૂર માત્રામાં પ્રોટીન્સ, વિટામિન્સ, ઉપરાંત ફાઇબર, વિટામીન સી, નિયાસીન, પોટેશિયમ, આયર્ન અને અલ્કલોઇડ સમાયેલા હોય છે. મેથીના દાણા આપણા શરીર માટે ઘણા ફાયદાકારક નીવડે છે, સાથે જ આપણી ત્વચા માટે પણ ઘણું જ ફાયદાકારક સાબિત થાય છે. મેથી ની અંદર જે પોષક તત્વો છે તે આપણા શરીરની અંદર થતા અનેક પ્રકારના પ્રૉબ્લેમ્સને દૂર કરવા માટે ઉપયોગી હોય છે. માટે જ જો રેગ્યુલર ડાયટમાં આપણે મેથીના દાણાનો ઉપયોગ કરવામાં આવે તો આપણે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકીએ છીએ.

હવે જાણીએ મેથીના દાણાના ઉપયોગથી થતા ફાયદા

વજન ઓછું કરવા :

મેથીના દાણામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. આથી તેનું સેવન કરવાથી તમારા શરીરની અંદર ભેગી થયેલી વધારાની ચરબી દૂર થાય છે,આમ મેથીના દાણાનો ઉપયોગ કરવાથી વજન ઘટે છે .

શરદી ખાંસીમાં

મેથીના દાણામાં ભરપૂર પ્રમાણમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલું હોય છે. જે તમને વાઇરલ ફીવરના કારણે થતી શરદી ખાંસીથી બચવામાં મદદ મળે છે.

કેન્સર ના રોગમાં

મેથીના દાણાનું જે ફાઇબર હોય છે તે તમારા શરીરમાં જમા થતા ઝેરીલા તત્વોને દૂર કરે છે. જેથી કરીને તમે કેન્સરની સમસ્યાથી છુટકારો મેળવી શકો છે.

ચમકદાર સ્કિન માટે

મેથીના દાણામાં વધારે માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ સમાયેલો છે, અને તે તમારી સ્કિનને હેલ્ધી રાખવા માટે ઘણું જરૂરી હોય છે.

કબજિયાત વાળા વ્યક્તિઓ માટે 

રોજ સવારમાં ખાલી પેટે મેથીના દાણાનું સેવન કરીયે તો આપણી પાચનશક્તિ વધુ સ્ટ્રોંગ બને છે. માટે આપણે કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મેળવી શકીયે છે

હાઈ બ્લડ પ્રેશરમાં

મેથીના દાણામાં રહેલું પોટેશિયમ તમારા શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન વધારે છે. જેથી કરીને તમે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

એસિડિટીમાં

મેથીના દાણા તમારા શરીરમાં એસિડનું લેવલ કંટ્રોલ કરે છે. અને એસીડીટીની સમસ્યાથી છુટકારો મળે છે.

સ્વસ્થ હૃદય માટે

મેથીના દાણાની અંદર ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ હોય છે. જે તમારા શરીરની અંદર સોડિયમનુ લેવલ કંટ્રોલ કરે છે. જેથી કરીને તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે કરે છે , અને તમારું હૃદય હંમેશા માટે સ્વસ્થ રહે છે.

ડાયાબિટીસમાં

મેથીના દાણામાં ભરપૂર એમીનો એસિડ હોય છે જે તમારા શરીરમાં ઈન્સ્યુલિનનું લેવલ કંટ્રોલ કરે છે અને ડાયાબિટીસના દર્દીઓને હાઇબ્લડ શુગરથી છુટકારો મળે છે

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?