લોન્ચ થવા જઈ રહ્યો છે એક એવો સ્માર્ટફોન કે જેમાં એક પણ બટન કે સિમ સ્લોટ હશે જ નહિ !!!

0
57

ખુબ જ ટૂંક સમયમાં ચીનમાં જે સ્માર્ટફોન બનાવતી કંપની Meizu છે તે લેટેસ્ટ સ્માર્ટફોન Zero લોન્ચ કરશે. આ ફોનની ડિઝાઇન એવી તૈયાર થઇ છે કે જેથી આ ફોનની ખુબ જ ચર્ચા થઇ રહી છે એનું કારણ છે કે આ સ્માર્ટફોનમાં કોઈપણ ફિઝિકલ બટન કે પોર્ટ્સ આવશે નહિ. માત્ર એ જ નહીં પણ એવું કહેવાય છે કે, આ ફોનમાં સીમ સ્લોટ પણ હશે નહીં. અને આ ડિવાઈસ eSIMને સપોર્ટ કરી શકે છે અને સાથે જ પાવર સેન્સેટિવ વોલ્યૂમ હોવાની સાથે પાવર બટન છે અને આ બધું mEngine 2.0 techને કારણે જ તૈયાર થયું છે.

ફોનમાં પાવર પ્રાપ્તિ માટે બીજું કોઈ જ વોલ્યુમ બટન હશે નહિ પણ ફોનની બાજુમાં ટચ પેનલ આપવામાં આવેલું હશે , અને તેનાથી જ વોલ્યૂમ ઓછુ કે વધુ કરી શકાશે, જો હવે સિમ સ્લોટની વાત કરીએ તો ફોનમાં E – સીમ સપોર્ટ હશે. અને આ ફોનનું સ્પીકર પણ તેના ડિસ્પ્લેમાં જ હશે.

અત્યારે તો આ ફોનની કિંમત શું હશે એના વિષે કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી અને એવી પણ કોઈ માહિતી પ્રાપ્ત મળી નથી કે આ ફોન ક્યારે માર્કેટમાં એવેલેબલ થશે. આ ફોન એન્ડ્રોઇડ આધારિત ફ્લાઇમ 7 ઓએસ પર કામ કરશે, આ ફોનની ડિસ્પ્લે 5.99-ઇંચની એચડી + સુપર એમોલેડ ડિસ્પ્લે આવશે , અને તેનું રિઝોલ્યુશન 1080×2160 પિક્સેલ્સ આવશે. આ ફોન સ્નેપડ્રેગન 845 પ્રોસેસર સાથે એડ્રેનો 630 જીપીયુ આપેલું હશે.

ફોનનો જે રિયર કેમેરો 12 મેગાપિક્સલ હશે અને 20 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા સેટઅપ રહેલો છે, અને આ ફોનની એક મહત્વની વાત એ છે કે આ ફોનમાં ટેલિફોટો લેન્સ છે. અને આ ફોનમાં સેલ્ફી માટે, 20-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો અને ફેસ અનલોકની ફેસિલિટી રહેલી છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?