આ જગંલમાં છુપાયા છે ઘણા રહસ્ય, નથી જોવા મળતા જંગલમાં એક પણ પશુ-પક્ષી

0
16

જાપાનમાં એક જંગલ આવેલું છે જેનું નામ છે એકિગહારા જંગલ અને આ જંગલ છે ઘણું જ સુંદર છે પણ સાથે જ તે જીવલેણ પણ છે. આ જગ્યાએ ઘણા લોકો આવીને લોકો આત્મહત્યા કરે છે. તેથી આ જંગલને સુસાઇડ ફોરેસ્ટ એટલે કે આત્મહત્યાના જંગલના નામે પણ ઓળખવામાં આવે છે. આ જંગલ આવેલું છે જાપાનના ફૂજી પર્વતની તરાઇમાં અને તે 30 વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં વિસ્તરેલું છે. તો ચાલો આજે જોઈએ આ જંગલ વિશેની કેટલીક એવી વાતો કે જે કદાચ તમે જાણતા હશો નહિ

અહીંયા ફૂજી પર્વતની તરાઇમાં આવેલા એરિગહરા જંગલમાં ઝાડની જાળ છે. આ જંગલ એકદમ ગાઢ છે અને તેની જમીન પથરાળી છે. અહીંયા માટીનું પ્રમાણ વધારે અને એકદમ કડક છે અને ત્યાં ખોદકામ પણ ના કરી શકાય. આ જંગલમાં એટલા બધા ઝાડ છે કે ત્યાં સૂરજના કિરણો પણ પહોંચી શકતા નથી. અહીંયાની માટીમાં લોખંડના અવસાદ છે તેથી જીપીએસ અને સેલ ફોન પણ કામ કરી શકતા નથી. તેથી ત્યાં જઈને ખોવાઈ જઇયે તો એમાં કોઈ નવાઈ નહિ.

જંગલ એકદમ ગાઢ છે અને તેથી અહીંયા જાનવરોને કઈ ખાવા પીવા માટે પણ મળતું નથી. તેથી કે આ જંગલમાં કોઈ જાનવર જંગલમાં જોવા મળતું નથી. આ જંગલ આટલું ગાઢ છે તેથી કોઈ પક્ષીઓ પણ અહીંયા દેખાતા નથી. આ જંગલ ઝાડ અને બરફની ગુફાઓ માટે પ્રસિદ્ધ છે અને એકિગહારા જંગલ આત્મહત્યા માટે ખુબ જ બદનામ છે. આ જગ્યા માટે એવું અનુમાન થાય છે કે દુનિયામાં આ જંગલને બીજુ સ્થાન મળેલું છે કે જ્યાં આત્મહત્યાના સૌથી વધારે કેસ સામે આવે છે. જો પહેલો નંબર હોય તો તે ગોલ્ડન ગેટ બ્રિજ. અને એવું માનવામાં આવે છે કે દર વર્ષે આશરે 100 લોકો આ જંગલમાં આત્મહત્યા કરે છે.

જાપાનની લોકકથાઓમાં એવું કહેવાયું છે કે આ જંગલમાં ભૂત-પ્રેતનો પડછાયો પણ છે. અને જાપાનમાં ભૂત-પ્રેતને યુરેના નામે ઓળખવામાં આવે છે. કથાઓ મુજબ જો જોઈએ તો, એ ભૂત પીળી મહિલાઓના રૂપે દેખાય છે. અને તે મહિલાએ સફેદ ગાઉન પહેરેલું હોય છે અને તેના વાળ એકદમ લાંબા અને કાળા હોય છે. તેથી એવું માનવામાં આવે છે કે આત્મહત્યા કરનારા લોકોની આત્મા તેમના પૂર્વજોની આત્માની સાથે રહી શકતી નથી. અને આ બધી જ આત્માઓ આ જંગલમાં ભેગી થઇ જાય છે.

જાપાનમાં આ વાત માટે એક દંતકથા ઘણી જ પ્રચલિત છે. અને તેના પ્રમાણે જ્યારે દુષ્કાળનો સમય હતો અને ભોજનની પણ તકલીફ હતી ત્યારે લોકોને તેમના પરિવાર દ્વારા આ જંગલમાં મૂકી દેવાતા હતા. અહીંયા ખાસ કરીને મરવા માટે મહિલાઓને છોડી દેવાતી. અને ઘણા દિવસો ખાવાનું ના મળતા તેનું મૃત્યુ થઇ જતું. અને એવી કહેવાય કે કે પછીથી તેમની આત્મા ઝાડ પર રહેતી હોય અને આવા ગાઢ જંગલમાં આમતેમ ભટકતી હોય.

પરંતુ એકિગહાર જંગલમાં લોકો દશકોથી આત્મહત્યા કરી રહ્યા છે. પણ તેના વિષે માહિતી વર્ષ 1950માં પ્રાપ્ત થઇ હતી. 1960માં સીચો માત્સુમોતો નામના લેખકે કુરોઇ કાઇઝુ (બ્લેક સી ઓફ ટ્રીજ) નામથી એક નવલકથા લખી હતી. અને આ નવલકથાના અંતમાં જંગલમાં બે પ્રેમીઓ આત્મહત્યા કરે છે. અને ત્યારબાદથી આ જંગલમા આત્મહત્યાને લઇને ઘણી ચર્ચાઓ થવા લાગી.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?