શું તમે પણ બનાવી રહ્યા છો વીકેન્ડમાં મણિકર્ણિકા મુવી જોવાનો પ્લાન? તો જાણી લ્યો મુવીનો રિવ્યુ

0
175
રેટિંગ: 3.5/5
સ્ટાર કાસ્ટ: કંગના રનૌત, અતુલ કુલકર્ણી, જિસ્સુ સેનગુપ્તા, સુરેશ ઓબેરોય, અંકિતા લોખંડે, ડેની ડોન્જોગ્પા
ડિરેક્ટર: રાધા કૃષ્ણ, જગરલામુદી, કંગના રનૌત
ડ્યૂરેશન: 2 કલાક 28 મિનિટ
ફિલ્મનો પ્રકાર: Drama,Biography,Action
ભાષા: હિન્દી
ક્રિટિક: રેખા ખાન

કંગના રાણાવતે સુભદ્રા કુમારી ચૌહાણની પંક્તિઓ ‘ખૂબ લડી મર્દાની થી વો તો ઝાંસી વાલી રાની થી’  ને માત્ર ફિલ્મી પડદે જ નહિ પણ રિયલ લાઈફમાં પણ સાચી ઠરાવી છે. આ મૂવીની પાછળ ઘણા બધા વિવાદો થયા તે છતાં પણ કંગનાએ આ ફિલ્મનું કિરદાર ખુબ જ સુંદર રીતે નિભાવ્યું , એવી જ રીતે કે ઝાંસીની રાણી બન્યાં બાદ લક્ષ્મીબાઈને જે આઝાદી મેળવવાનું ઝનૂન હતું એમજ. આ સ્ટોરીની શરૂઆત થાય છે અમિતાભ બચ્ચનના વોઈસ ઓવરથી. 1828ના દશકમાં મનુ ઉર્ફ મણિકર્ણિકાની હિરોઈક એન્ટ્રી થતી હોય છે.અને પછી તે પોતાની એકદમ સચોટ તીરંદાજીથી ખૂંખાર સિંહને પણ બેભાન કરી નાખે છે.

જાણીયે શું છે આ મૂવીની કહાની ?

Image result for manikarnika movie

બિઠૂરમાં જન્મેલી પેશવા (સુરેશ ઓબેરોય)ની દત્તક દીકરીએ શૌર્ય, સાહસ અને સુંદરતા પોતાના જન્મથી જ મેળવી હતી. માટે જ રાજગુરુ(કુલભૂષણ ખરબંદા)ની નજર તેના પર જાય છે અને તેનામાં જે ખૂબીઓ હતી તેના કારણે જ તે ઝાંસીના રાજા ગંગાધર રાવ નાવલકરની રાણી બનીને આવે છે. આપણો જે ઈતિહાસ છે તે પણ રાણી લક્ષ્મીબાઈએ જે અંગ્રેજો સાથે લડાઈ કરી છે તેના વિશેની શૌર્યગાથાથી ભરપૂર છે. અને આ મૂવીની જે સ્ટોરી છે તે પણ એ જ શોર્યગાથાને મુવીમાં બતાવી રહી છે. સાથે જ આ સ્ટોરીમાં ગૌસબાબા (ડેની)ની સ્વામિભક્તિ, ઝલકારીબાઈની બહાદુરી, તાત્યા ટોપે (અતુલ કુલકર્ણી)નો અદમ્ય સાથ અને સાહસ વગેરે જેવા ઘણા ઇન્ટરેસ્ટિંગ ટ્રેક પણ રહેલા છે. ઝાંસીની રાણી લક્ષ્મી બાઈ એવા હતા કે તેમને અંગ્રેજો સામે માથું નમાવવું જરાય મંજૂર હતું નહિ. પરંતુ ‘ઘર કા ભેદી લંકા ઢાયે’ કહેવત મુજબ સદાશિવે (મોહમ્મદ જીશાન અયૂબ) ષડયંત્ર રચ્યું હતું અને અંગ્રેજો દ્વારા ગાદી છીનવી લે છે. આ મૂવીની સ્ટોરી પણ ઝાંસીની રાણીના કિરદાર પર વધુ આધારિત છે.

દર્શાવાઈ છે અંગ્રેજો સામેની લડાઈ

1857 માં જે રાષ્ટ્રીય આંદોલન થયું હતું એ આ મુવીમાં વધુ ઊંડાણપૂર્વક નથી બતાવ્યું. અંગ્રેજોના દરેક વારને જયારે લક્ષ્મીબાઈએ નિષ્ફળ બનાવ્યા હતા ત્યારે લક્ષ્મીબાઈ ગ્વાલિયર પહોંચે છે અને તે સમયે તો આખા દેશભરમાં આઝાદીનું બ્યૂગલ ફૂંકાઈ ગયું હોય છે. ક્લાઈમેક્સમાં જયારે અંગ્રેજ સર હ્યૂરોઝની સેના સાથે લક્ષ્મીબાઈનું યુદ્ધ બતાવાય છે કે જે લક્ષ્મીબાઈએ ખુબ જ વીરતાથી પોતાના પ્રાણની આહુતિ આપતો જે અંદાજ છે તે જોઈને દરેકના સાચેજ રુંવાડા પણ ઉભા થઈ જશે

જાણીયે આ મૂવીનું ડિરેક્શન?

Image result for manikarnika movie

આ મુવીના ડિરેકશન વિષે જાણીયે તો આ ફિલ્મનું ડિરેક્શન રાધાકૃષ્ણ, જગરલામુદી અને મુખ્ય તો કંગનાએ જ સંભાળ્યું છે. જો મુવી વિષે વધુ વાત કરીયે તો ઈન્ટરવલ સુધી આ ફિલ્મની ગતિ થોડી ધીમી લાગશે. આ મુવીમાં દરેક કેરેક્ટર વિષે અલગ અલગ તેની લાક્ષણિકતા બતાવવામાં આવી છે તો આ ફિલ્મ થોડી વધુ લાંબી ખેંચાય છે એવું તમને લાગશે. પરંતુ જે મુવીના સેકન્ડ હાફમાં સ્વતંત્રતા સંગ્રામનું રણશિંગુ ફૂંકાય છે એનાથી ફિલ્મનું એક્શન, ટર્ન એન્ડ ટ્વિસ્ટ, રણભૂમિની જ્વાળા વાતાવરણમાં ખુબ જ રોમાંચથી ભરપૂર થઈ જાય છે.

ફિલ્મમાં છે એકદમ જોરદાર ડાયલોગ્સ :

જો દેશભક્તિ વિષે વાત કરીયે તો ડિરેક્ટરના રૂપમાં કંગનાએ ગણતંત્ર દિવસ પર લોકોમાં દેશભક્તિ જગાવવામાં તેને સફળતા મળી છે. ફિલ્મમાં અંગ્રેજ સરકાર અને કંપનીને વધારે સશક્ત રીતે પણ દેખાડી શકાતું હતું. જો ફિલ્મમાં વધુ સ્પેશ્યિલ ઈફેક્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો મુવીમાં રોમાંચ હજી પણ વધી જાત. આજ સુધી આપણે ઐતિહાસિક ફિલ્મ્સને ભણસાલી અને આશુતોષ ગોવારિકરની દ્રષ્ટિએ જ જોઈ છે પણ આ ફિલ્મના દ્રશ્ય અને ડાયલોગ એવા છે તે ચોક્કસથી તમને તાળી વગાડવા પર મજબૂર કરશે. આ ફિલ્મના ડાયલોગ પ્રસુન જોશી દ્વારા લખવામાં આવ્યા છે.

કંગનાનું છે જોરદારનું ફાયરબ્રાન્ડ પર્ફોર્મન્સ

Image result for manikarnika movie

જો પડદા પર કંગનાનું ફાયરબ્રાન્ડ પર્ફોર્મન્સ જોવામાં આવે તો એવું જ લાગશે કે મણિકર્ણિકા, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો રોલ ફક્ત કંગના માટે જ બન્યો હશે. કંગનાના ડિરેક્શન અને એક્ટિંગ માટે ઘણા અંદેશા લગાવાયા હતા પણ તેણે પોતાના અભૂતપૂર્વ અંદાજથી પહેલા જ જણાવ્યું હતું કે આ રોલ માટે તે જ કેમ બેસ્ટ છે? જો એવું કહેવાય કે તેના આખા કરિયર દર્મીયાનનું તેનું આ સૌથી બેસ્ટ પર્ફોર્મન્સ છે તો ખોટું ના કહેવાય. કંગના યુવતીના રુપમાં તો ઘણી સુંદર દેખાય જ છે પણ રણભૂમિ પર જેવી રીતે તે યોદ્ધા તરીકે દુશ્મનોને જે ધૂળ ચટાડી દે છે તે સીન જોઈને તો ખુબ જ મજા આવી જશે. કંગનાના આ રોલને તેની બોડી લેંગ્વેજ, ડાયલોગ ડિલીવરી અને એક્શન દ્રશ્યો કરાવવા પર ઘણી મહેનત કરાવાઈ છે.

જાણીયે બીજા કલાકારોનું આ મૂવીમાં કાર્ય

અંકિત લોખંડને આ મુવીમાં ઝલકારીબાઈનો રોલ આપ્યો હતો અને તેનો રોલ ઘણો પ્રભાવશાળી રહ્યો છે. તેને સ્ક્રિન સ્પેસ વધુ અપાઈ છે. ડેનીએ પણ ગૌસબાબાના રુપમાં ખુબ જ સારુ કામ આપ્યું છે. બીજા રોલની વાત કરીયે તો કુલભૂષણ ખરબંદા, સુરેશ ઓબેરોય, રિચર્ડ કીપ, જિસ્સુ સેનગુપ્તાએ પણ પોતાના રોલને ખુબ જ સારી રીતે નિભાવ્યો છે. જીશાન અયુબને બહુ સારો એવો ચાન્સ મળ્યો નથી. સંગીત આપ્યું છે શંકર-અહેસાન-લોયે અને તેમના સંગીતમાં પ્રસુન જોશી દ્વારા લખાયેલા ‘બોલો કબ પ્રતિકાર કરોગે’, ‘વિજયી ભવ’, ‘ડંકીલા’, ‘ભારત’ જેવા ગીત ફિલ્મના વિષયને એકદમ બંદ બેસતા છે. આ ફિલ્મને આપણે ગણતંત્ર દિવસ ઉપર દેશભક્તિની ભેટ છે તેવું વિચારીને આ ફિલ્મ ચોક્કસ જોવા જવું જોઈએ.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?