રાજસ્થાનમાં છે એક કિલ્લો જેની પરથી રોજ માંસ ફેંકીને ગરુડને ખવડાવાય છે ,શું છે તેનું રહસ્ય ?

0
22

રાજસ્થાનમાં જોધપુર છે તે એની રાજાશાહી પરંપરા માટે ખુબ જ પ્રખ્યાત છે. જો આ બધી પરંપરાઓમાં કોઈ ખાસ પરંપરા હોય તો એ છે કે જોધપુરના કિલ્લી મેહરાનગઢ કિલ્લાથી ગરૂડોને જે માંસ ખવડાવવામાં આવે છે એ પરંપરા. જો તમે પણ જોધપુર જવાનો પ્લાન કરી રહ્યા છો તો તમે જરૂરથી આ પરંપરા જોવાનો પ્લાન બનાવજો તમને એક અલગ જ અનુભવ થશે. તો પહેલા આપણે જાણી લઈએ કે કેમ દરરોજ આવું કરવામાં આવે છે અને શું છે એની પાછળનું ખાસ કારણ….

જોધપુરમાં જે રાજવી પરિવારો છે તે એવું માને છે કે ગરૂડ તેઓના રક્ષક છે, એના માટે મહેરાનગઢ કિલ્લામાં બપોરના સમયે તેઓને ખાવાનું ખવડાવાય છે. અને ખાસ આ સમયે ત્યાં મોટી સંખ્યામાં ગરૂડો આવી પહોંચે છે અને આવીને માંસ ખાય છે.

ગરૂડોને જે માંસ ખવડાવે છે એવા લતીફ કુરૈશી મુજબ, ”મારા પરિવારની છેલ્લી ઘણી પેઢીઓ આ કામ સાથે જોડાયેલીછે. આ પરંપરા આશરે 500 વર્ષ પહેલા, રાવ જોધાજીના સમયથી ચાલુ થયેલી છે. તે કહે છે કે તેઓના બાપ-દાદા પણ આ જ કામમાં જોડાયેલા હતા. આ જગ્યાએ આખા દિવસ દરમિયાન એક વાર મેહરાનગઢ કિલ્લાની ટોચ પરથી માંસ ખવડાવવામાં આવે છે.”

એવી માનવામાં આવે છે કે ગરૂડ તેઓના રક્ષક છે અને તેઓ ત્યાં રહેશે ત્યાં સુધી રાજવી પરિવાર અને મેહરાનગઢનો કિલ્લો પણ રહેશે. ગરૂડોને માતા ચામુંડાનું સ્વરૂપ છે એવું માનવામાં આવે છે. કુરૈશી આગળ વાત કહેતા જણાવે છે કે,  ”ગરૂડોને એક વાર ખવડાવવું હોય તો બકરીનું આશરે 5-6 કિલો જેટલા માંસની જરૂર પડે છે.”

અહીંયા જે ગરૂડોને ખવડાવવાની સ્ટાઇલ છે તો ખરેખર જોવાલાયક હોય છે અને તે માંસના ટુકડા જમીન પર હોય કે કિલ્લાની ટોચ પર, જ્યાં સુધી કુરૈશી પોતાના હાથથી ઉછાળીને ગરુડોને માંસના ટુકડા આપે નહિ ત્યાં સુધી ગરૂડોને આ ટુકડાને ખાતા જ નથી.

કુરૈશી કહે છે કે, ‘ તેઓ જયારે એવી રીતે માંસ ઉછાળે છે તો ગરૂડો તેને પકડી લે છે અને કોઈ દિવસ નીચે પડવા જ નથી દેતા.” એક વાત ખાસ કે, લતીફ કુરૈશીની જોધપુરમાં માંસની દુકાન છે અને આ કાર્ય માટે કોઈ પણ પ્રકારના રૂપિયા લેતા જ નથી. લોકો તરફથી જે પણ દાન અને શ્રદ્ઘાથી કોઈ રકમ મળી જાય એનો જ ઉપયોગ આ કામમાં કરતા હોય છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?