અરબાઝ થી છૂટાછેડા લેવા પર મલાઈકા અરોરા એ ખોલ્યા ઘણાં રહસ્યો, અર્જુન થી રિલેશનશીપ ના સવાલ પર આપ્યો આવો જવાબ

0
108

મલાઈકા અરોરા આ દિવસો માં હેડલાઈન્સ માં છે. ક્યારેક એ પોતાના બોયફ્રેન્ડ અર્જુન કપૂર ની સાથે ડેટ પર દેખાય છે તો ક્યારેક પોતાના સુંદર સ્ટાઇલ થી બધા નું ધ્યાન ખેંચી લે છે. મલાઈકા એ 2017 માં અરબાઝ ખાન થી છુટાછેડા લઇ ને બધા ને ચોંકાવી દીધું હતું. બંને એ 19 વર્ષો સુધી પોતાના સંબંધ ને નિભાવ્યો. મલાઈકા બધી વાતો ને લઈ ને ક્યારે કશું નથી બોલતી,પરંતુ હમણાં જ એમને પોતાના અંગત જીવન ને લઈને વાત કીધી.

અરબાઝ થી છૂટાછેડા લેવાનો નિર્ણય ને લઈને મલાઈકા પર લોકો એ ઘણા સવાલ ઉઠાવ્યા હતા, આ મુદ્દા પર વાતચીત કરતાં મલાઈકા એ કીધું, ‘છુટાછેડા લેવું એક મોટું કદમ હતું,આ કદમ એ મને આઝાદી નો અનુભવ કરાવ્યો,આ એક એવું કદમ છે જે ઘણા લોકો ને પસંદ ન આવ્યો. લોકો તમને ખરાબ નજર થી જુએ છે. એ પૂછે છે કે તમે આમ કેમ કરી રહ્યા છો,પરિણામ ના વિશે વિચારો.’

એમણે કીધું, ‘હું એવો કોઈ નિર્ણય લેવા નથી માગતી જેના પર હું અટલ ન રહી શકું. મારા પર કોઈ દબાણ ન હતું. એટલા માટે આ વાત થી ખુશ છું કે આ નિર્ણય તમને મન પ્રમાણે કરવા ની આઝાદી આપે છે, કંઈક નવું પસંદ કરવા ની આઝાદી આપે છે,નવા નિર્ણય લેવાની આઝાદી આપે છે, જેથી તમે માથું ઊંચું કરીને લોકો ની વચ્ચે જઈ શકો અને પોતાના ભૂતકાળ નો ભાર પાછળ છોડી શકો.’

‘કદાચ બધા રિલેશનશિપ માં રહેવા માંગે છે અથવા મૂવ ઓનકરવા માંગે છે. એ ફરીવાર પ્રેમ માં પડવા માંગે છે. કોઈપણ જીવનભર સિંગલ રેહવા નથી માંગતું. એ સમયે લોકો કંઈક ને કંઈક કહેતા રહે છે,મને ખુશી છે કે મેં પોતાના દમ પર આ નિર્ણય લીધો છે.’અર્જુન કપૂર ની સાથે રિલેશનશિપ ના વિશે પૂછવા પર મલાઈકા જોર થી હસી અને કીધું કે આ બધું મીડિયા નું બનાવેલું છે.

પાછલા દિવસો માં મલાઈકા નો પુત્ર અરહાન પણ અર્જુન ની સાથે લંચ ડેટ પર સ્પોર્ટ કરવા માં આવ્યો હતો ત્યાર થી આ બંને ના અફેર ની ખબર હજુ જોર થી ફેલાવવા લાગી. આ બધા ની વચ્ચે બંને ના સંબંધ થી જોડાયેલી મોટી ખબરો પણ સામે આવી. ખબરો ની માનીએ તો આ બંને આ વર્ષે એપ્રિલ માં લગ્ન ના બંધન માં બંધાઈ શકે છે.

આ વાતનો ખુલાસો ડેક્કન ક્રોનિકલએ પોતાની એક રિપોર્ટ માં કર્યો હતો. રિપોર્ટ ના પ્રમાણે અર્જુન અને મલાઈકા ક્રિશ્ચિયનરીતિ-રિવાજ થી એપ્રિલ માં લગ્ન કરી શકે છે. કહેવા માં આવી રહ્યું છે કે આ લગ્ન પ્રાઇવેટ હશે. આમાં સંબંધીઓ અને નજીક ના મિત્રો સામેલ થશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?