આ શીખ રાજાની ચાલાકીથી કોહિનૂર પાછો આવ્યો હતો ભારત , પરંતુ……

0
390

આખરે શું છે કોહિનૂર અને કેમ આટલું મશહૂર છે ? એના માટે આટલી ચર્ચા કેમ થાય છે? અને જો આ ભારત પંજાબના મહારાજા રણજિત સિંહનું હતું તો એમની પાસે કેવી રીતે આવ્યું? પરંતુ આ ઘણા મુગલ – ફારસી શાસકોથી થઇ, અંતે બ્રિટિશ શાસનના અધિકારોમાં લઇ લીધું અને એમના ખજાનામાં શામેલ થઈ ગયું.

આવો જાણીયે આનાથી જોડાયેલી વાર્તાઓ વિશે કે આખરે આ રણજિત સિંહ પાસે આવ્યું કઈ રીતે?

મહારાજા રણજિત સિંહ

લગભગ આ વાત છે સન 1812ની જયારે પંજાબ પર મહારાજા રણજિત સિંહનું શાસન હતું. મહારાજા રણજિત સિંહ શેર એ પંજાબ ના નામ થી જાણીતા હતા.આ સમયે મહારાજા રણજિત સિંહે કશ્મીરના સૂબેદાર અતામોહમ્મદના કબ્જામાંથી કાશ્મીરને મુક્ત કરાવાનું અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનથી ભયભીત થઈને અતામોહમ્મદ કાશમીર છોડીને ભાગી ગયો.કાશ્મીર અભિયાન ની પાછળ ફક્ત આ એકમાત્ર કારણજ નહતું પરંતુ એની પાછળનું સાચું કારણ તો હતું બેશકિંમતી ‘ કોહિનૂર ‘ હીરો

બેગમ વફા અને રણજીતસિંહ વચ્ચે કોહિનૂરનો સોદો

અતામોહમ્મદે મહમુદ શાહ દ્વારા પરાજિત અફગાનિસ્તાનના શાસક શાહશુજા (શાહશુજા અહમદ શાહ અબ્દાલીનો જ વંશજ હતો જેમને આ હીરો શાહરુખ મિર્જાએ આપ્યો હતો) ને શેરગઢના કિલ્લામાં કેદ કરી રાખ્યો હતો,એને કેદખાનામાંથી આઝાદ કરાવા માટે એની બેગમ વફા બેગમે લાહોર આવીને મહારાજા રણજિત સિંહને પ્રાર્થના કરી અને કીધું કે ‘ મહેરબાની કરીને મારા પતિને અતામોહમ્મદની કેદમાંથી મુક્ત કરાવી દયો , એ અહેસાનના બદલામાં બેશકિંમતી કોહીનૂર હીરો તમને ભેટ કરી દઈશ ‘

રણજિત સિંહે નિભાવ્યું પોતાનું વચન

શાહશુજાના કેદ થઇ ગયા પછી વફા બેગમ જ એ દિવસોમાં અફઘાનિસ્તાનની શાસક હતી.મહારાજા રણજિત સિંહ સ્વયં પોતે ચાહતા હતા કે તે કાશ્મીરને અતામોહમ્મદથી મુક્ત કરાવો. એમના દીવાન મોહકમચંદે શેરગઢના કિલ્લાને ઘેરીને વફા બેગમ ના પતિ શાહશુજાને છોડાઈને વફા બેગમ પાસે લાહોર પહોંચાડી દીધો અને પોતાનું વચન નિભાવ્યું.

બેગમ પોતાના વચનથી ફરી ગઈ

રાજકુમાર ખડગસિંહે એમને મુબારક હવેલીમાં રોક્યા, પરંતુ વફા બેગમ પોતાના વચન પ્રમાણે કોહિનૂર હીરો રાજા રણજીતસિંહ ને આપવામાં વિલંબ કરતી ગઈ. અને ઘણા મહિના વીતી ગયા.જયારે મહારાજા શાહશુજા ને કોહિનૂર હીરા વિષે પૂછ્યું તો તે અને તેની બેગમ બંને બહાના બનાવા લાગ્યા.જયારે વધારે જોર આપવામાં આવ્યું ત્યારે એમણે એક નકલી હીરો મહારાજા રંજીતસિંહને સોંપી દીધો ,જે જોહરીયોની જાંચ પાર ખોટો સાબિત થયો.

ચાલાકી થી મેળવ્યો કોહિનૂર

રણજીતસિંહ ગુસ્સે થઇ ગયા અને મુબારક હવેલી ઘેરી લીધી , બે દિવસ સુધી ત્યાં ખાવાનું ના આપવામાં આવ્યું , વર્ષ 1813ની પહેલી જૂન હતી જયારે મહારાજા રણજીતસિંહ શાહશુજા પાસે ગયા અને કોહિનૂર વિષે પૂછ્યું , ધૂર્ત શાહશુજાએ કોહિનૂર પોતાની પાઘડી માં છુપાવીને રાખ્યો હતો. ગમે તે રીતે મહારાજને ખબર પડી ગઈ.એમણે શાહશુજાને કાબુલની રાજગદ્દી આપવા માટે ” ગુરુગ્રંથ સાહબ ” પર હાથ રાખીને પ્રતિજ્ઞા લીધી.પછી એને “પગડી બદલ ભાઈ “(એક રિવાજ ) માટે એની સાથે પાઘડી બદલાવીને કોહિનૂર પ્રાપ્ત કરી લીધો.

Diamond on the blue background. 3D render.

દુનિયાનો સૌથી કિંમતી હીરો ‘ કોહિનૂર ‘

પર્દાની પાછળ બેઠેલી વફા બેગમ મહારાજાની ચતુરાઈ સમજી ગઈ.હવે કોહિનૂર રાજા રણજીતસિંહ પાસે પહોંચી ગયો હતો અને એમને સંતોષ હતો કે તેમણે કાશ્મીરને આઝાદ કરાવી લીધું.એમની ઈચ્છા હતી કે કોહિનૂર હીરાને જગન્નાથ પૂરીના મંદિરમાં પ્રતિષ્ઠિત ભગવાન જગન્નાથ ને અર્પણ કરે.હિન્દૂ મંદિરોમાં સોનુ દાન કરવામાં પ્રસિદ્ધ હતા , પરંતુ તેમની આ ઈચ્છા પુરી ના થઇ શકી.

અંગ્રેજ ભારતથી કોહિનૂર લઇ ગયા

મહારાજા રણજિત સિંહ ના મૃત્યુ પછી અંગ્રેજોએ સન 1845 માં શીખો પર આક્રમણ કરી દીધું.ફિરોજપુર ક્ષેત્રમાં શીખ સેના વીરતાપૂર્વક અંગ્રેજોનો મુકાબલો કરી રહી હતી.પરંતુ શીખ સેનાના જ એક સેનાપતિ લાલસિંહે વિશ્વાસઘાત કર્યો અને લડાઈ છોડીને લાહોર ભાગી ગયો.એના કારણે શીખ સેના હારી ગઈ.અને અંગ્રેજોએ શીખો પાસેથી કોહિનૂર હીરો લઇ લીધો.

રાણી વિક્ટોરિયાએ પોતાના તાજમાં કોહિનૂર

કેટલાક લોકોનું કહેવું છે કે દિલીપ સિંહ (રણજિત સિંહ ના પુત્ર )પાસેથી જ લંડનમાં કોહિનૂર હડપી લીધો હતો, કોહિનૂરને 1 મહિનો 8 દિવસ સુધી જોહરીયોએ તપાસ્યો અને પછી રાની વિક્ટોરિયાના તાજ માં જડાવી દીધો.

કોહિનૂર એક નજરમાં ”

કોહિનૂર દુનિયાનો સૌથી મશહૂર હીરો છે. મૂળ રૂપથી આંધ્રપ્રદેશ ના ગોલકોંડા ખનન ક્ષેત્રમાં કોહિનૂર નીકળ્યો હતો.મૂળ રૂપમાં તે 793 કેરેટનો હતો.હવે તે 105.6 કેરેટનો જ રહ્યો છે.જેનું વજન 21.6 ગ્રામ છે.એક સમયે તેને દુનિયાનો સૌથી મોટો હીરો માનવામાં આવતો હતો.

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો.