ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરે જણાવી છે ખાસ વાતો , જેમાં સ્ત્રીઓના અપમાન થવાથી શું થાય છે એ પણ જણાવેલુ છે !!!!

0
19

ઘણા ગ્રંથોમાં મહિલાઓના સંબંધ વિષે ઘણી વાતો કહેલી હોય છે. કેટલાક ગ્રંથોમાં સ્ત્રીઓની ફરજ વિશેનું વર્ણન કરેલું છે તો બીજા કેટલાક ગ્રંથોમાં સ્ત્રીઓના વ્યવહાર વિશેની વાતો કરેલી છે. મહાભારતમાં પણ સ્ત્રીઓના સંબંધ વિષે ઘણી એવી ખાસ વાતોનું વર્ણન કરવામાં આવેલું છે. આ વાતો મહાભારતના અનુશાસન પર્વમાં ભીષ્મ પિતામહ જયારે તીરોની પથારી પર સૂતા હતા ત્યારે યુધિષ્ઠિરને જણાવી હતી. અને જો આપણે એમાંથી કેટલીક વાતો વિશેની વાત કરીયે તો આજે પણ તે પ્રાસંગિક છે. ચાલો તો ભીષ્મ પિતામહે કઈ વાતો જણાવી છે એના વિષે વાત કરીયે –

– ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને માહિતી આપતા જણાવતા હતા કે જે કોઈ પણ ઘરમાં સ્ત્રીઓનું અપમાન થતું હોય છે ત્યાં બધા જ કામમાં નિષ્ફળતા મળતી હોય છે. જો કોઈના કુળમાં એમની વહુ-દીકરીઓને દુઃખ મળતું હોય અને એના લીધે શોક વાતાવરણ હોય છે તે કુળ પણ જલ્દી જ નાશ થાય છે. જે ઘરમાં સ્ત્રી પ્રસન્ન રહેતી હોય ત્યાં એ સ્ત્રી લક્ષ્મીનું સ્વરૂપ બનતી હોય છે.

– ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને જણાવતા કહે છે કે જો સ્ત્રીઓ નારાજ થઇ જાય અને જો તે ઘરને શ્રાપ આપે છે તો તે પરિવાર પણ નષ્ટ થતો હોય છે. તે ઘરની શોભા, સમૃદ્ધિ અને સંપત્તિ વગેરે પણ નાશ થાય છે.

– સ્ત્રીઓ પર જ સંતાનની ઉત્પત્તિ, તેનું પાલન-પોષણ અને જીવન નિર્વાહ પણ આધારિત હોય છે. જો કોઈ પુરુષ તેના ઘરમાં સ્ત્રીઓનું સન્માન કરે છે તો ચોક્કસથી તેને બધા જ કામમાં સફળતા મળશે.

– ભીષ્મ પિતામહ એવું પણ કહ્યું હતું કે, જો તમે સ્ત્રીની મનોકામના નથી પૂરી કરતા તો તે સ્ત્રી પણ પુરુષને પ્રસન્ન નથી કરતી માટે હંમેશા જ સ્ત્રીઓને સન્માન અને પ્રેમ આપવો જોઈએ.

– જે જગ્યાએ હંમેશા સ્ત્રીઓનું સન્માન થતું હોય છે તો ત્યાં દેવતા પ્રસન્ન થાય છે અને નિવાસ કરતા હોય છે કારણકે સ્ત્રીઓ ખરેખર ઘરની લક્ષ્મી હોય છે અને દરેક પુરુષે સ્ત્રીનું યોગ્ય રીતે સન્માન કરવું જોઈએ.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?