જોવો કુદરતનો ચમત્કાર: આ દેશમાં વૃક્ષો ઉપર ઉગે છે પક્ષી

0
190

જો અમે તમને એવું કહીયે કે ઝાડ પર પક્ષી ઉગે છે તો તમને વિશ્વાસ આવશે નહિ. જેમ જેમ વસંત ઋતુ આવી રહી છે એમ તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. પણ જો તમે મેગ્નોલિયાના ગુલાબી અને સુંદર ફૂલો દૂરથી જોશો તો તમને એવું જ લાગશે કે એકદમ સુંદર ગુલાબી પક્ષી એ છોડ પર બેઠું છે.

આટલી સુંદર ઋતુમાં મેગ્નોલિયાના ફૂલો જોવા એ કંઈક અલગ જ મજા છે. આજકાલ સોશિયલ મીડિયા પર મેગ્નોલિયાના ફૂલોના ફોટા ખુબ જ વાયરલ થયા છે. જો તમે ફોટોને જોવો તો એવું લાગે કે કોઈ પાર્કમાં છોડની ડાળીઓ પર ગુલાબી પક્ષીઓનું જૂંડ બેઠું છે. ગુલાબી ફૂલોના આ ફોટા ખરેખર આપણું મન મોહી લે એવા છે.

આ ફૂલો પૂર્વી દેશોના ઝાડમાં ઉગે છે. મેગ્નોલિયાના આ ઝાડ ભાગમાં જોવા મળે છે. આ છોડ અમેરિકાના દક્ષિણ ભાગમાં જોવા મળે છે. આ મેગ્નોલિયાના ફૂલ એકદમ સુગંધિત હોય છે. આ છોડની ઊંચાઈ 1 થી 20 મીટર સુધીની હોય છે. આ મેગ્નોલિયાના ફૂલને શુદ્ધતા , વસંત, આકર્ષણ અને સુંદરતાનું પ્રતીક માનવામાં આવે છે.

જો કોઈ પણ વ્યક્તિ આ છોડ પહેલી વાર જોવે તો એના માટે ઓળખવું અઘરું થઇ જાય છે કે આ ફૂલ છે કે પક્ષીઓનું ટોળું કારણકે મેગ્નોલિયાના ફૂલો એકદમ પક્ષી જેવા જ દેખાય છે.  ઝાડ ડાળીઓ પર ઉગેલા કાંઈ એક બે ફૂલ નહિ પણ સેંકડો ફૂલ એવા છે જે પક્ષીઓ જેવા જ દેખાય છે.

જાણી લો કે મેગ્નોલિયાના આ છોડ એકદમ નાજુક હોય છે. એને ઉગાવવામાં પણ ઘણી જ મહેનત કરવી પડે છે. જો એમાં સહેજ પણ લાપરવાહ બનીયે તો એની સુંદરતા ખરાબ થઇ શકે છે. આ ઝાડ પર  થોડા થોડા સમયે એની સુકાયેલી ડાળીઓને દૂર કરવી પડે છે. આ છોડ પાછળ વર્ષો મહેનત કર્યા પછી મેગ્નોલિયાના ફૂલ તમને જોવા મળી શકે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?