નેસ્લે એ સુપ્રીમ કોર્ટ માં સ્વીકાર કર્યું કે મેગી માં છે હાનિકારક સીસું, સુપ્રીમ કોર્ટ એ પૂછ્યું કેમ ખઈએ મૈગી?

0
128

મેગી અથવા નુડલ્સ ના દીવાના દરેક થઈ ગયા છે. તમે બાળક હોય કે મોટા. તમને મેગી અથવા નુડલ્સ ખાવા માં એક અલગ જ આનંદ પ્રાપ્ત થાય છે. મેગી અથવા તો બીજી કોઈ કંપની ના નુડલ્સ ખાવા માં જે મજા મળે છે, એ કદાચ કોઈ બીજી વસ્તુ માંથી મળતી હશે. જલ્દી થી બની ને તૈયાર થઈ જવા વાળા નુડલ્સ બાળકો થી લઈ ને વૃદ્ધો ના દિલ માં રાજ કરે છે. આ ન માત્ર જલ્દી થી બની જાય છે, પરંતુ એનો સ્વાદ પણ સારો હોય છે. આવા માં જો તમે નૂડલ્સ ખાવ છો અને એ પણ નેસ્લે ના નુડલ્સ તો આ ખબર તમારા માટે છે. તો ચાલો જાણીએ કે અમારા આ લેખ માં તમારા માટે શું ખાસ છે?

વર્ષ 2015 માં મેગી વિવાદો માં ઘેરાઇ હતી. એ સમયે સરકાર દ્વારા મેગી ઉપર બેન લગાવી દેવા માં આવ્યું હતું, પરંતુ કેટલાક દિવસ પછી કંપની એ પોતાની ગુણવત્તા ને યોગ્ય સાબિત કર્યુ અને ફરી થી માર્કેટ માં ઉતરી ગયું. બાળકો નેસ્લે ની મેગી ખાવા માં ઘણો રસ રાખે છે, પરંતુ હવે આ ખબર ના પછી તમે પોતાના બાળકો ને ખવડાવવા ની પહેલા સો વાર વિચાર કરજો અને પછી જ નિર્ણય કરશો કે નહીં ખવડાવીએ. વાસ્તવ માં, સુપ્રીમ કોર્ટ માં કંપની ના વકીલ એ સ્વીકાર્યું કે મેગી માં સીસું આવેલું છે, જોકે એક હાનિકારક ઝેર છે.

નેસ્લે એ સ્વીકાર્યું કે મેગી માં છે સીસું

લેડ( સીસા) નો વધારે પડતો ઉપયોગ કરવા થી ઘણા પ્રકાર ના હેલ્થ નુકશાન જોવા મળે છે અને ઘણીવાર જીવ પણ જઈ શકે છે. નેસ્લે ની તરફ થી મેગી વિવાદો માં આ કહેવા માં આવ્યું કે મેગી માં વધારે માત્રા માં લેડ એટલે કે સીસું જોવા મળે છે. અર્થ સાફ છે કે કંપની એ માની રહી છે મેગી માં લેડ જોવા મળે છે, પરંતુ તો પણ લોકો ના જીવન ની સાથે રમી રહી છે. કંપની દ્વારા આ માનવા ઉપર એક વાર ફરી થી નેસ્લે વિરૂદ્ધ સરકાર ની લડાઈ નો સ્વરૂપ બદલાઈ ગયો છે અને આ બાબતે જોર પકડી લીધું છે.

જૂન 2015 માં મેગી પર લાગ્યું હતું બેન

બતાવી દઈએ કે ભારતીય ખાદ્ય સુરક્ષા તેમજ માનવ પ્રાધિકરણ (FSSI) એ જૂન, 2015 માં નિશ્ચિત સીમા થી વધારે લેડ મળવા ના કારણે નસ્લે ના લોકપ્રિય નુડલ બ્રાન્ડ મેગી ઉપર પ્રતિબંધ લગાવી દીધું હતું, જેના પછી કંપની એ ફરી થી માર્કેટ માં મેગી ને વેચવા નું શરૂ કર્યું, પરંતુ હવે જ્યારે કંપની એ પોતે આ વાત નો સ્વીકાર કર્યો છે, તો સવાલ એ ઉઠે છે કે શું હવે કંપની દ્વારા મેગી માર્કેટ માં વેચાણ કરવી બંધ થઈ જશે. જોકે, હવે આ બાબત ઉપર સરકાર અને કોર્ટ નિર્ણય લેશે.

સુપ્રીમ કોર્ટ એ નેસ્લે ને પૂછ્યું કેમ ખાઈએ મેગી?

સુપ્રીમ કોર્ટ માં જ્યારે નેસ્લે ના વકીલ એ આ સ્વીકાર કર્યો કે મેગી માં વધારે માત્રા માં લેડ એટલે કે સીસું જોવા મળે છે તો કોર્ટે સવાલ ઉઠાડતા તરત જ કીધું કે જો તમને ખબર છે તો લોકો અને કેમ ખાય? બતાવી દઈએ કે કંપની એ સુપ્રીમ કોર્ટ ના આદેશ નું સ્વાગત કર્યું છે. કંપની એ કીધું છે કે સુપ્રીમ કોર્ટ આ બાબત માં જે પણ આદેશ આપશે, અમે એનું સ્વાગત કરીશું અને એ આધાર ઉપર અમારું બીજું કદમ ઉપાડીશું.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?