ચાલો જાણી લૈયે ” લૂકા છુપી ” મુવીના રીવ્યુ વિષે

0
81
રેટિંગ: 3.5/5
સ્ટાર કાસ્ટ: કાર્તિક આર્યન, કૃતિ સેનન, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના, વિનય પાઠક
ડિરેક્ટર: લક્ષ્મણ ઉતેકર
ડ્યૂરેશન: 2 કલાક 6 મિનિટ
ફિલ્મનો પ્રકાર: કોમેડી, રોમાન્સ
ભાષા: હિન્દી
ક્રિટિક: રેખા ખાન

” લૂકા છુપી ” ફિલ્મ બની છે લિવ-ઈન પર

કાયદા મુજબ ભલે લિવ-ઈન રિલેશનશિપને માન્યતા મળી ચુકી છે પણ આજની તારીખે પણ સમાજનો મોટા ભાગનો વર્ગ આ વાતને એક્સેપટ કરી શકતો નથી. એ વર્ગ માટે લગ્ન જ પવિત્ર બંધન ગણાય છે, પણ આજની જે યુવા પેઢી છે તેઓ પોતાના પાર્ટનર પસંદગીના વિષયમાં સીધો નિર્ણય કરતા નથી. તે પહેલા પોતાના જીવનસાથીને સારી રીતે ઓળખે છે અને પછી જ તેની પસંદગી કરે છે. એવા જ બે અલગ વિચારો ધરાવતા પાત્રોને લઈને નિર્દેશક લક્ષ્મણ ઉતેકરે ‘લુકા છૂપી’ ફિલ્મ તૈયાર કરી છે. અને જે હીરો છે ગુડ્ડુ એટલે કે (કાર્તિક આર્યન) એવું માને છે કે જો આપણને કોઈના માટે પ્રેમ હોય તો તેની જોડે પહેલા લગ્ન કરી લેવા જોઈએ. અને સામે હીરોઈન રશ્મિ (એટલે કે કૃતિ સેનન)એવું માને છે કે પ્રેમ ભલે ને હોય, પણ પહેલા લિવ ઈન ટ્રાય કરવું જોઈએ અને પોતાના પાર્ટનર વિષે બધું જાણી લેવું જોઈએ કે એ જીવનભર સાથ નિભાવશે કે નહીં એ વિચાર કરવામાં આને જોવામાં શું વાંધો રહેલો છે ?

ફિલ્મની સ્ટોરી

આ ફિલ્મમાં જે સ્ટોરી છે તે મથુરાના એક શહેરની છે, અને ત્યાં ગુડ્ડુ એક લોકલ કેબલ ચેનલમાં સ્ટાર રિપોર્ટરનું કાર્ય કરે છે. જયારે રશ્મિ પોલીટિકલ પાર્ટી અને સાંસ્કૃતિક ગ્રુપના સર્વેસર્વા ત્રિવેદીજી (વિનય પાઠક)ની એકલોતી દીકરી છે, અને તે દિલ્હીમાં છે અને મીડિયામાં અભ્યાસ કરી રહી છે. જયારે તેની ઈન્ટર્નશિપ હોય છે ત્યારે તે ગુડ્ડૂની લોકલ ચેનલ જોડે જોડાય છે, અને ત્યાં બંને વચ્ચે પ્રેમની લાગણી જન્મે છે. અહીંયા સુધી બધું સરસ હોય છે પણ તકલીફ ત્યારે ઉભી થાય છે જયારે રશ્મિ એવું ઈચ્છે છે કે ગુડ્ડુ જોડે તે લિવ-ઈનમાં રહે. ફિલ્મમાં મુદ્દો એ રહેલો છે કે રશ્મિના પિતા ત્રિવેદીજી એક્ટર નાજિમ ખાનના લિવ-ઈનનો વિરોધ કરીને તેની ફિલ્મો બેન કરાવી ચૂક્યા છે. અને હવે તેઓની પાર્ટીનો જે ગુસ્સો છે તે મથુરાના લવ કપલ્સ પર ઉતરે છે. પછી તેઓની પાર્ટીના મેમ્બર્સ પ્રેમી કપલને જયારે જોવે છે અને તેમનું મોઢું કાળું કરી દેતા હોય છે. ત્યારે ગુડ્ડુનો મિત્ર અબ્બાસ (અપારશક્તિ ખુરાના) એક પ્લાન બનાવે છે અને ચેનલની સ્ટોરી માટે ગ્લાલિયર જવાનું છે એવું કહી દે છે, અને આટલા સમયગાળા સુધી 20 દિવસ માટે તેઓ ગ્વાલિયરમાં લિવ-ઈનમાં એકબીજા સાથે રહી શકે છે. તેઓ એવો નિર્ણય લે છે કે ગ્વાલિયરમાં બંને ભાડાનું ઘર લેશે અને ત્યાં લિવ-ઈનમાં રહેશે પછી તેઓ લગ્નનો નિર્ણય લેશે. પણ એવા સમયે જ તે બંનેના પ્રેમને નજર લાગી જાય છે. અને ગુડ્ડુના ભાઈનો સાળો એટલે કે બાબૂલાલ આ બંને જોડે જોઈ લે છે અને તે એવું માની લે છે કે તેઓ પરિણીત છે અને ગુડ્ડુના પરિવારને ગ્વાલિયરમાં બોલાવે છે. તેનો પરિવાર ગુડ્ડુને થોડું સંભળાવે છે અને માર્યા પછી એ પરિવાર આ બંનેના સંબંધનો પણ સ્વીકાર કરી લે છે, પણ પછી ગુડ્ડુ અને રશ્મિના લગ્ન તો સાચેજ જ થયા નહતા એ સૌથી મોટો પ્રોબ્લેમ છે. પછી આ બંને ચોરી છુપી લગ્ન કરી લેવા માટે ઘણા પ્રયત્નો કરે છે.

મુવી રિવ્યૂ

નિર્દેશક લક્ષ્મણ ઉતેકરે પોતાની આ ફિલ્મના માધ્યમથી લિવ-ઈન જેવા વિષયને ખુબ જ સરસ રીતે બતાવ્યો છે. આ ફિલ્મની સ્ટોરી એકદમ લાઈટ મોમેન્ટ જોડે જ ચાલુ થાય છે. જો મુવીના પહેલા હાફની વાત કરીયે તો એમાં બહુ ખાસ ઘટના આવતી નથી , પણ મુવીના બીજા હાફમાં ખુબજ મજેદાર ટર્ન્સ અને ટ્વિસ્ટ સ્ટોરી આગળ વધે છે. નિર્દેશકે લગ્ન અને લિવ-ઈન ની વાતને ઘણી જ હળવી સ્ટાઈલથી કટાક્ષ પણ કર્યો છે. આ ફિલ્મ જેન્ડર ઈક્વાલિટી, કાસ્ટ સિસ્ટમ અને નાના શહેરના વિચારોને દર્શાવે છે. આ ફિલ્મના પહેલા હાફમાં જયારે ગુડ્ડુ અને રશ્મિ લિવ-ઈનમાં હોય છે ત્યારે તેઓના ઘરવાળા તેમની ખબર અંતર લેતા નથી એ વાત કંઈક વિચિત્ર  લાગે છે. પણ આ મુવીમાં સિચુએશનલ કોમેડીની જે ક્ષણો બતાવી છે એનાથી આ આખી ફિલ્મની સ્ટ્રોઇ ઇન્ટરેસ્ટિંગ બને છે.

એક્ટિંગ

કાર્તિક ગુડ્ડુના રોલમાં ઘણો જ બેસ્ટ દેખાય છે. તેના જે એક્સપ્રેશન અને આંખોની ઈમાનદારી છે એનાથી આ પાત્ર ઘણું જ રિયલ લાગે છે. ફિલ્મમાં કાર્તિકનું ભોળાપણું તેના પાત્રને સ્ટ્રોંગ બનાવે છે. કૃતિ સેનને પણ ‘બરેલી કી બરફી’ પછી ફરી એક વાર પોતાના અંદાજ મુજબ રોલ નિભાવ્યો છે. આ બંનેની કેમેસ્ટ્રી પણ જોરદાર બતાવાઈ છે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠીએ બાબૂલાલ ત્રિવેદીજીના રોલ તરીકે ખાસ કોમિક અંદાજમાં દર્શકોને ઘણા જ હસાવ્યા છે. અપારશક્તિ ખુરાનાનો રોલ પણ અબ્બાસના પાત્રમાં ખુબ જ સારો છે. સપોર્ટિંગ કાસ્ટ છે એનાથી ફિલ્મને ઘણીજ મજબૂતી મળે છે. બધા જ કલાકારોની કોમિક ટાઈમિંગ પણ જોરદાર છે.

મ્યુઝિક

આ ફિલ્મમાં ઘણા સંગીતકારોએ ભેગા મળીને સંગીત આપેલું છે અને બધાનો આ સહિયારો પ્રયત્ન સફળ પણ થયો છે. આ ફિલ્મનું એક સોન્ગ ‘કોકા કોલા’ રેડિયો મિર્ચીમાં 8માં નંબર પર આવે છે અને ‘પોસ્ટર લગવા દો’ ગીત 13માં નંબર પર આવે છે.

ફિલ્મ જોવા જવું જોઈએ કે નહિ ?

જો આ વિકેન્ડ માં તમારી ઈચ્છા કોમેડિના રંગ જોવાની છે તો ચોક્કસથી આ ફિલ્મ જોવા જેવી છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?