આ શિવલિંગ ની નીચે દબાયેલું છે મણિ, શિવલિંગ ને અડતા જ થઈ જાય છે હાથ સુન્ન

0
17

હજારો વર્ષ જૂનું મતંગેશ્વર મંદિર છે ઘણું ખાસ, જાણો આ મંદિર નો અનોખો ઇતિહાસ

આપણા દેશ માં ઘણા બધા મંદિર છે જેમાંથી કેટલાક મંદિર ઘણા વર્ષો જૂના છે અને આ મંદિરો નું નિર્માણ રાજાઓ દ્વારા કરવા માં આવ્યું છે. રાજાઓ દ્વારા ઘણા વર્ષો પહેલા બનાવવા માં આવેલા આ મંદિર આજે પણ સહી-સલામત હાજર છે. આપણા દેશ માં સૌથી પ્રસિદ્ધ મંદિરો માંથી એક મંદિર મતંગેશ્વર મંદિર પણ છે, જે ઘણો ખાસ છે. આ મંદિર માં બનેલા શિવલિંગ ને અડવા થી હાથ એકદમ ઠંડા થઈ જાય છે. આ મંદિર ખજુરાહો માં આવેલું છે અને ખજૂરાહો માં હાજર બીજા મંદિરો માંથી આ સૌથી વધારે પ્રસિદ્ધ છે. આ મંદિર માં એક વિશાળ શિવલિંગ બનેલું છે જે લગભગ અઢી મીટર ઊંચું છે અને આ શિવલિંગ નો વ્યાસ 1 મીટર થી પણ વધારે છે. એવું પણ કહેવા માં આવે છે કે આ શિવલિંગ જેટલું ઉપર છે એનાથી ઘણું વધારે નીચે પણ દબાયેલો છે. વાસ્તવ માં ખજૂરાહો માં ઘણા બધા મંદિર બનાવવા માં આવ્યા હતા અને આ મંદિર નું નિર્માણ ચંદેલ કાલીન રાજાઓ એ કરાવ્યું હતું. કહેવા માં આવ્યું હતું કે ચંદેલ કાળ ના રાજાઓ એ ખજુરાહો માં કુલ 85 મંદિર બનાવ્યા હતા. પરંતુ હવે અહીંયા માત્ર 25 મંદિર હાજર છે. જેમાંથી મતંગેશ્વર મંદિર સૌથી પવિત્ર અને ઘણું ખાસ મંદિર છે અને સમય સમય પર આ મંદિર માં ઘણા બધા કાર્યક્રમો નું આયોજન પણ કરવા માં આવે છે.

આખરે કેમ છે મતંગેશ્વર મંદિર આટલું ખાસ

ઇતિહાસ ના પ્રમાણે ચંદેલ કાલીન રાજાઓ દ્વારા ખજુરાહો માં જેટલા પણ મંદિર નું નિર્માણ કરાવવા માં આવ્યું હતું એમાંથી માત્ર મતંગેશ્વર મંદિર આજે હાજર છે, જેને આ રાજાઓ એ પૂજાપાઠ કરવા માટે બનાવ્યું હતુ. આ મંદિર ના પુજારી ના પ્રમાણે આ ઘણું જુનું મંદિર છે અને પ્રાચીનકાળ થી આ મંદિર માં પૂજા-પાઠ કરવા માં આવે છે અને આજે પણ આ મંદિર માં લોકો આવી ને ઘણા પ્રકાર ની પૂજાપાઠ કરે છે.

આ મંદિર થી જોડાયેલી એક માન્યતા પ્રમાણે આ મંદિર નું નામ મતંગેશ્વર રાખવા ની પાછળ ઘણું મોટું કારણ માનવા આવે છે. એવું માનવા માં આવે છે કે રાજા ચન્દ્રદેવે આ મંદિર ના નિર્માણ ના સમયે શિવલિંગ વાળી જગ્યા ની નીચે મરકત મણિ ને દબાવ્યું હતું. રાજચંદ્રદેવ ને લાગતું હતું કે આ મણિ ને દબાવવા થી એમના રાજ્ય ની રક્ષા થશે.

મરકત મણિ ઘણો ખાસ પ્રકાર નું મણિ હતું અને આ મણિ નો ઉલ્લેખ મહાભારત માં પણ કરવા માં આવ્યો છે. મહાભારત ના પ્રમાણે આ મણિ પાંડવો ની પાસે હતું જે એક મૂર્તિ થી જડિત હતું અને આ મૂર્તિ ને રાજા ચંદ્રદેવ એ શિવલિંગ ની નીચે દબાવી દીધું હતું. જેના કારણે એ ઠંડુ રહે છે અને અહીંયા આવી ને જે પણ ભક્ત શિવલિંગ ને ગળે લગાવે છે તેમના હાથ સુન્ન થઈ જાય છે. દરેક વર્ષે આ મંદિર માં શિવલિંગ ના દર્શન કરવા માટે અને શિવલિંગ ને અડવા માટે હજારો ની સંખ્યા માં લોકો આવે છે. ત્યાંથી જોડાયેલી એક કથા ના પ્રમાણે આ મંદિર માં શિવજી ના દેવી પાર્વતી ના લગ્ન પણ થયા હતા અને દર વર્ષે મહાશિવરાત્રી ના અવસર પર આ મંદિર માં દૂર-દૂર થી લોકો આવે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?