લીંબુ જોડે ફક્ત આ એક જ વાસ્તુના ઉપયોગથી ઘડપણ રહેશે દૂર

0
56

ફરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે એ ખુબજ સુંદર દેખાય અને એના માટે ઘણા ઉપાયો કરતા હોય છે અને આ વાત કાંઈ આજની નથી પ્રાચીન કાળથી મહિલાઓ પોતાની સુંદરતા જાળવી રાખવાના ઘણા ઉપાયો કરતી હતી. ખાસ તો કોઈ પણ મહિલા હોય એની ઈચ્છા એવી જ હોય છે કે તે સૌથી સુંદર દેખાતી હોય. અત્યારે તો મહિલાઓ પોતાને સુંદર દેખાવા માટે ઘણી બ્યુટી પ્રોડક્ટ વાપરતી હોય છે અને કોઈ પણ ખચકાટ વિના. અને આવી વસ્તુઓ પાછળ હજારો રૂપિયા પણ ખર્ચ કરે છે પણ કેટલીક વાર એવું થાય છે ખાસ કોઈ ફાયદો મળતો નથી અને પૈસા બગડે એ અલગ. જો તમે પણ ઈચ્છો છો કે તમારી ત્વચા યુવાન રહે , અને એ પણ સાવ ઓછા ખર્ચમાં ,તો એના માટે તમારે લીંબુના રસમાં માત્ર આ એક તેલનો જ ઉપયોગ કરવાનો છે. આ ઉપાયથી તમારી ત્વચા એકદમ યુવાન રહે છે.

આ ઉપાયથી લાંબા સમય સુધી રહો યુવાન :
આ ખુબજ મહત્વની જાણકારી છે કે જો લીંબુએ રસમાં આ ખાસ તેલનો ઉપયોગ કરવામાં આવે તો ઘડપણ તમારી પાસે પણ આવશે નહીં. જો તમારી ઈચ્છા લાંબા સમય સુધી જવાન રહેવાની છે તો એના માટે લીંબુના રસમાં એક ચમચી ઓલિવ ઓઇલ ઉમેરીને પીવાનું છે. આ ઉપાય તમારી સ્કિન માટે ઘણો જ લાભકારી છે. એક વાતની તો બધાને ખબર જ હોય છે કે લીંબુના રસમાં વિટામિન સી અને બી, ફોસ્ફરસ, પ્રોટીન, પોટેશિયમ, કાર્બોહાઈટ્રેટની સાથે ફ્લેનેનોઇડ્સ પણ હોય છે. એ સિવાય ઓલિવ ઓઇલમાંથી ઘણા પ્રકારના વિટામિન અને એન્ટિઓક્સિડન્ટ તત્વ મળી આવતા હોય છે અને એના લીધે જ આપણી ત્વચા હાઈડ્રેટ રહે છે.

એક વાત જાણીને તમને ખુબજ અચરજ થશે કે યુનાન અને રોમમાં ઓલિવ ઓઇલ (જેતૂનનું તેલ) ને પ્રવાહી સોનાની તરીકે ઓળખવામાં આવે છે. વિદેશમાં એક શોધ થઇ હતી તે પ્રમાણે જો રોજ એક ચમચી લીંબુના રસમાં ઓલિવ ઓઇલ ઉમેરીને કોઈ વ્યક્તિ પીવે છે , તો એનાથી ત્વચાના કોષોનો સરખી રીતે વિકાસ થાય છે સાથે જ ત્વચા પણ એકદમ સોફ્ટ રહે છે એ સિવાય આપણા શરીરમાં જો કોઈ ઝેરીલા તત્વો હોય એને બહાર પણ નીકાળવામાં મદદ કરે છે. આ ઉપાય કરવા માટે 8 ગ્રામ ઓલિવ ઓઇલ લેવાનું છે અને અડધી ચમચી લીંબુનો રસ ઉમેરીને ખાલી પેટ પીવાનું છે.આ ઉપાય તમારે સતત ત્રણ વીક કરવાનો છે.

જેને હાર્ટ અટેક અને લોહી જામવાની સમસ્યા હોય એમાં થાય છે રાહત

જો કોઈ આ મિશ્રણનું સેવન કરે છે તો તેની ત્વચા પર નીકળતા ખીલ, દાણાં, ડાઘ પણ દૂર થાય છે. જો કોઈ લીંબુના રસમાં ઓલિવ ઓઇલ પીવે છે તો ફક્ત ત્વચાને લગતા જ ફાયદા થાય છે એવું નથી પણ બીજા પણ ઘણા જ ફાયદા મળે છે. આનો નિયમિત ઉપયોગ કરવાથી હાર્ટ અટેક અને લોહી જામવાની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે. આ ઉપાયથી પેટને લગતા રોગો પણ દૂર થાય છે. જો કોઈના પેટમાં ગંદકી જામી હોય એને પણ આ ઉપાયથી નીકાળી શકાય છે. આ ઉપાયથી પેટ ફૂલવું, કબજિયાત, પેટનો દુઃખાવો વગેરે જેવી સમસ્યામાં આરામ મળે છે. આ ઉપાયથી પેટમાં એસિડ પણ નથી બનતું.

આ મિશ્રણથી શરીરને અંદરથી પણ બને છે મજબૂત

જો લીંબુ અને જેતૂનના તેલનો ઉપાય કરવામાં આવે તો લીવર અને પિત્તાશય એકદમ સ્વસ્થ રહે છે. અને સાથે જ નિયમિત વપરાશ કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ પણ ઓછું થવા લાગે છે. અને શરીરનું ટ્રાઇગ્લાયિસરાઇડ પણ કંટ્રોલમાં રહે છે. આ ઉપાયથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. સાથે જ સાંધાના દુ:ખાવામાં પણ આરામ થાય છે. જો કોઈ વ્યક્તિ અઠવાડિયામાં ત્રણ-ચાર દિવસ નિયમિત આ ઉપાય કરે છે તો એ વ્યક્તિનું શરીર અંદરથી પણ મજબૂત થાય છે. આ મિશ્રણથી કમરના દુઃખાવા, ગળાના દુઃખાવા અને માથાનાં દુઃખાવામાંથી પણ છુટકારો થાય છે.

વાળ અને નખને આપે મજબૂતી

જે લોકો મોટાપાથી હેરાન થાય છે એના માટે આ ખાસ ઉપાય છે. આ ઉપાયથી પેટની ચરબી પણ ઓગળે છે. સાથેજ ભૂખ પર કંટ્રોલ રહે છે. લીંબુ અને જેતૂનના તેલ એન્ટિસેપ્ટિક અને એસ્ટ્રિનજેંટ તત્વ ધરાવે છે, જેનાથી આપણા વાળ અને નખ પણ મજબૂત બને છે. જો એનો નિયમિત ઉપયોગ કરવામાં આવે તો નખને પણ મજબૂતી મળે છે, અને વાળ ખરતા પણ બંદ થાય છે. આ ઉપાયથી વાળ કાળા અને ચમકદાર થાય છે. જો તમારે વધારે લાભ મેળવવો છે તો તમે અઠવાડિયે એક વખત આ મિશ્રણને તમારા વાળમાં અને નખ ઉપર પણ લગાવી શકાય છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?