એક જગ્યા એવી અહીં ભાઈ-બહેન એકસાથે ઉપર ન જઈ શકે – નહીંતર બહેન ‘પત્ની’ કહેવાય છે

0
40

ભારતમાં સદીઓ પહેલા રાજા-મહારાજાઓનો ઈતિહાસ રહ્યો છે. ગઢ, કિલ્લા, નદી સાથે પણ કોઈને કોઈ કહાની જોડાયેલી હોય છે. એવી રીતે યુપીનું જાલૌનમાં ૨૧૦ ફૂટ ઉંચો ‘લંકા મીનાર’ છે. આ મીનારની અંદર રાવણના આખા પરિવારનું ચિત્રણ કરવામાં આવ્યું છે. આ મીનારની ખાસ વાત એ છે કે મીનાર ઉપર ભાઈ-બહેન એકસાથે જઈ શકતા નથી. એ પાછળ કહાની છે જે બહુ રસપ્રદ છે તો ચાલો જાણીએ શું છે આખી વાત…

Lanka Minar History Story in Hindi

આ મીનારનું નિર્માણ મથુરા પ્રસાદને કરાવ્યું હતું જે રામલીલામાં રાવણનું કિરદાર સદીઓ સુધી નિભાવતા રહ્યા. રાવણનું પાત્ર તેના મનમાં એવી રીતે વસી ગયું કે તેને રાવણની યાદમાં લંકાનું નિર્માણ કરી નાખ્યું. તેથી ૧૮૭૫માં મથુરા પ્રસાદ નિગમને રાવણની યાદીમાં ૨૧૦ ફૂટ ઊંચા મીનારનું નિર્માણ કરાવ્યું. જેને લંકાનું નામ દેવામાં આવ્યું.

એ જૂના વખતની વાત કરીએ તો એ સમયમાં નિર્માણ ખર્ચ ૧ લાખ ૭૫ હાજર રૂપિયા જેટલી થયો હતો. હાલમાં સ્વર્ગમાં વસતા મથુરા પ્રસાદ માત્ર રામલીલાનું આયોજન કરાવતા હતા. આ આયોજનમાં રાવણનું માત્ર પોતે જ નિભાવતા હતા. તેમાં મંદોદરીનું પાત્ર ઘસીટીબાઈ નામની એક મુસ્લિમ મહિલા નિભાવતી હતી. મીનારની સામે ભગવાન ચિત્રગુપ્ત અને ભગવાન શંકરની મૂર્તિ બેસાડવામાં આવી છે.

Lanka Minar History Story in Hindi

મંદિરનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે રાવણ ૨૪ કલાક લંકામાંથી ભગવાન શિવના દર્શન કરી શકે છે. લંકાના પરિસરમાં ૧૮૦ ફૂટ લાંબા નાગદેવતા અને ૯૫ ફૂટ લાંબી નગીન ગેઇટ ઓન બેસાડી છે. આપણી ખાસ વાત પર ચર્ચા કરીએ તો આ મીનારમાં ભાઈ-બહેન એકસાથે ન જઈ શકે એવી માન્યતા છે. આ પાછળનું કારણ એ છે કે લંકામાં નીચેથી ઉપર જતી વખતે સાત પરિક્રમા કરવી પડે છે. જે ભાઈબહેન ન કરી શકે. આ પરિક્રમા માત્ર પતિ-પત્ની જ કરી શકે. આ કારણે ભાઈ-બહેનનું મીનાર પર જવું એ નિષેધ ગણવામાં આવે છે.

તો જામે પણ આ મીનારની મુલાકાત લેવા જવા ત્યારે ખાસ યાદ રાખજો કે બહેનને સાથે જતા નહીં. બીજી વાત કે જો તમે બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડ સાથે જવાના હોય તો તેની સાથે લગ્ન કરવાના હોય તો જ જવું નહીતર જવું માન્યતા વિરુદ્ધ ગણાય છે. તો આ છે બધાથી અનોખો મીનાર. અહીં પતિ-પત્ની જ જઈ શકે છે. ઉપર ભાઈ-બહેનને આ મીનાર પર જવાની સખ્ત મનાઈ છે.

#Author : RJ Ravi

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?