બોલીવુડની આ 7 અભિનેત્રીઓ એવી છે કે જેઓ પહોંચી ગઈ હતી કેરિયરની ટોચ પર, પરંતુ લગ્ન બાદ બરબાદ થઇ ગયું તેઓનું કરિયર

0
23

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમા એવું જોવા મળે છે કે જયારે કોઈ સ્ટાર્સના લગ્ન થઇ જાય છે તો તેમને ફિલ્મોની ઓફર્સ બહુ જ ઓછી મળે છે અને કેટલીક વાર તેઓ પોતાના લગ્ન જીવનમાં ઘણા જ વ્યસ્ત થઇ જતા હોય છે કે તેઓ પછી પોતાના કેરિયર પર ફોકસ કરી શકતા નથી. તો આજે આપણે આ લેખમાં કેટલીક આવીજ અભિનેત્રીઓ વિષે જાણીશું કે જેમણે લગ્ન કર્યા પછી પોતાના કેરિયરને સાવ ખતમ જ કરી દીધું હતું.

1. ભાગ્યશ્રી:


આ લિસ્ટમાં આ એક અભિનેત્રી તો એવી છે કે જેને પોતાના લગ્ન કરવા ઘણા જ ભારે પડ્યા હશે કારણકે ભાગ્યશ્રીના લગ્ન પછી તેનું કેરિયર સાવ ખરાબ થઇ ગયું હતું. લગ્ન પહેલા ભાગ્યશ્રી પાસે ઘણી ફિલ્મોની ઓફર્સ હતી પણ તેણે ફક્ત 19 જ વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા અને પછી તેમને કામ પણ મળતું નહતું.

2.માધુરી દીક્ષિત:


માધુરી દીક્ષિતને લગ્ન બાદ પણ ઘણી ફિલ્મોની ઓફર મળતી જ હતી પરંતુ તે સાવ ઓછી ફિલ્મોમાં દેખાતી હતી અને જયારે તેણે લગ્ન બાદ ફરીથી ફિલ્મોમાં કમબેક કર્યું તો માધુરીને પહેલા જેવી સફળતા મળી નહિ.

3. ટ્વીન્કલ ખન્ના:


જો આપણે ટ્વીન્કલ ખન્નાની વાત કરીયે તો ટ્વીન્કલ એ પોતાના કેરિયર દરમિયાન ઘણી જ ઓછી હિટ ફિલ્મો આપી છે અને અને જેવું તેણે સુપરહિટ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ કર્યું ત્યાં તો તેણે અક્ષય કુમાર સાથે લગ્ન કરી લીધા હતા. અને જાણે લગ્ન પછી તો તે બોલીવુડથી સાવ દૂર જ ચાલી ગઈ અને તેના પછી એકપણ ફિલ્મ કરી નથી.

4. સોનાલી બેન્દ્રે: 


જો સોનાલી બેન્દ્રેની સુપરહિટ ફિલ્મોનીવાત કરીયે તો મેજર સાબ, સરફરોશ, હમ સાથ સાથ હૈં વગેરે જેવી તેણે સુપરહિટ ફિલ્મો આપી હતી અને ત્યારે તે બૉલીવુડની એકદમ ટોચની અભિનેત્રી બની ગઈ હતી અને પછી પણ તેને સલમાન સાથે ફિલ્મ કરવાની ઘણી ઓફર્સ મળી હતી પરંતુ તેણે જયારે ગોલ્ડી બહલ સાથે લગ્ન કરી લીધા ત્યારે તે બોલિવુડથી એકદમ દૂર ચાલી ગઈ હતી.

5. નીતુ સિંહ:


નીતુ સિંહ 90 ના દશકની એકદમ ટોપની અભિનેત્રી ગણાતી હતી પણ જયારે તેના લગ્ન અનિલ કપૂર સાથે થયા પછી તે બૉલીવુડથી દુર જતી રહી હતી અને પછી તો બહુજ ઓછી ફિલ્મોમાં આપણને દેખાઈ હતી.

6. કાજોલ:


જો કાજોલની વાત કરીયે તો તેણે પોતાના કરિયરમાં એકથી એક હિટ ફિલ્મોમાં એકટિંગ કરી છે પરંતુ તેના લગ્ન અજય દેવગન સાથે થયા પછી પણ તેણે ઘણી હિટ ફિલ્મો આપી હતી, પરંતુ હવે કાજોલનો સમય પહેલા જેવો આપણને જોવા મળતો નથી.

7. ઐશ્વર્યા રાઈ:


ઐશ્વર્યા જેવી પોતાના કરિયરના ટોપ પર આવી ત્યાં તો અભિષેક બચ્ચન સાથે તેણે લગ્ન કરી લીધા હતા, અને અભિષેકનું પણ ફિલ્મી કેરિયર કઈ ખાસ રહ્યું નથી. અને તેમના લગ્ન બાદ બંનેએ ફિલ્મોથી તો જાણે બ્રેક જ લઇ લીધો હતો, અને પછી તેમના ત્યાં દીકરી આરાધ્યાનો જન્મ થયો ,હાલ તો તે કેટલીક ફિલ્મોમાં દેખાઈ રહી છે પરંતુ કદાચ હવે તેનો અભિનય પહેલા જેવો દેખાતો નથી.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?