જાણો કુદરતના એવા કરિશ્મા વિષે – જ્યાં પાણી નીચેથી ઉપર તરફ વહે છે

0
104

આપણે બધા જેમ જાણીએ છે તેમ પાણી હંમેશા ઉપરથી જ નીચે તરફ વહે છે. અને તેની પાછળનું કારણ છે વૈજ્ઞાનિક. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના કારણે જ બધી જ વસ્તુ હંમેશા ઉપરથી નીચે આવે છે. પણ શું તમે ક્યારેય એવું વિચાર્યું કે કોઈ વસ્તુ નીચેથી ઉપર જતી હોય ? તેનો જવાબ હશે – ના.
પણ આ વાત સાચી છે.

ભારતમાં એવા કેટલા બધા સ્થાન છે જેના વિશેનો કોયડો વિજ્ઞાનથી પણ નથી ખુલ્યું. તો આજે આ લેખમાં જાણો એક એવા સ્થાન વિષે. તમે હંમેશા પાણીને ઉપરથી જ નીચે આવતા જોયું છે, પણ એક જગ્યા એવી જ્યાં પાણી નીચેથી ઉપર જાય છે અને આ વાત ત્યાંની અલગ ઓળખ છે.

એવો વિશ્વાસ છે કે આ વાત સાંભળીને કોઈ વિશ્વાસ કરશે નહિ પણ આ વાત ખોટી નથી આ હકીકત છે કે અહિયાં પાણી ગુરુત્વાકર્ષણના નિયમની વિરુધ્ધ આ પાણી નીચેથી ઉપરની તરફ વહે છે. આ જગ્યા વિષે થોડા સમય પહેલા જ ખબર પડી છે અને એ ગામના લોકો પણ કઈ જાણતા ના હતા તે જ્યાં રહે છે ત્યાં પાણી ઉપરથી નીચે નહિ પણ નીચેથી ઉપર તરફ વહી રહ્યું છે.

તો હવે જાણો આ જગ્યા કાયા આવેલી છે ?

આ સ્થળ આવેલું છે છત્તીસગઢ ના મૈનપાટ વિસ્તારમાં આવેલા ગામ બિસરપાની. આ ગામમાં નાના નાના પથ્થરોની વચ્ચેથી પાણીની ધાર વહે છે અને તે  ધાર એક પહાડી ઉપર લગભગ ૨ કિલોમીટર જેટલી ઊંચાઈએ ઉપર ચઢે છે. અહીંયા પાણીની ધારાના એવી રીતે ઉલ્ટી વહેતી હોવાથી આ જગ્યાનું નામ ઉલ્ટા પાની છે. હકીકત એવી છે કે આ જગ્યાની જે બનાવટ છે તે એવી જ કે જ્યાં ગુરુત્વાકર્ષણના બધા નિયમો ખોટા પડ્યા છે અને ખાસિયત તો એ છે કે અહિયાંની જે નદી છે તે પણ ઉંધી દિશા જ વહે છે.

કેટલાક લોકોને આ ઘટના દૈવી શક્તિના પ્રકોપ તરીકે માને છે તો કેટલાક લોકો આ વસ્તુને ભૌગોલિક પ્રભાવ તરીકે ઓળખાવે છે. આ ઘટના માટે લોકો અલગ અલગ ચર્ચાઓ કરતા રહે છે અને બધા જ લોકો અલગ અલગ માન્યતા ધરાવે છે . ભૂ-વૈજ્ઞાનિક અનિલ સિન્હાના મત મુજબ તે એમ કહે છે કે આ કોઈ ચમત્કાર નથી, પણ ગુરુત્વાકર્ષણની વિરુધ્ધ કોઈ ચુંબકીય તત્વનું વધારે બળથી કામ કરતો હોવાથી આવું થાય છે. હવે આની પાછળ જે પણ સચ્ચાઈ હોય પણ આ કરિશ્મા જોવા માટે ઘણા બધા લોકો અહીંયા આ જોવા આવી રહ્યા છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?