અમદાવાદમાં એક એવું રેસ્ટોરન્ટ જ્યાં નથી આપવું પડતું બીલ

0
299

જ્યારે કોઈ પણ જગ્યાએ જમવા જઈએ ત્યારે સૌ પ્રથમ આપણે બીલ કાઉન્ટર પર જોઈએ છે. ત્યારે બાદ મેનુ કાર્ડમાં એના ભાવ જોઈએ છે. પરંતુ આજે આપણે એક એવા કેફેની વાત કરીશું જેમાં નથી ભરવું પડતું બીલ

છેલ્લા 11 વર્ષથી અમદાવાદમાં આવેલા સેવા કેફેમાં તમે ભરપેટ જમો અને તે પણ કોઈ જાતનું બીલ પે કર્યા વગર. કારણકે તમારું બીલ એક ભેટ છે. જે કોઈ અજાણ્યા વ્યક્તિ તરફથી ભરી આપવામાં આવે છે. આ કેફે માનવ સદન, ગ્રામ શ્રી અને સ્વચ્છ સેવા જેવા એનજીઓ મળીને ચલાવી રહ્યાં છે. આ સેવા કેફે ગિફ્ટ ઇકોનમીના મોડલ પર કામ કરી રહ્યું છે.
[sc name=”Panchat-2″]
ગિફ્ટ ઇકોનમીનો મતલબ થાય છે કે ગ્રાહક પોતાની ઇચ્છા અનુસાર પે કરે છે. જેથી બીજા અન્ય ગ્રાહકને ફૂડ સર્વ કરવામાં આવે. આ સેવા કેફે ગુરૂવારથી રવિવાર સાંજે 7થી 10 વાગ્યા સુધી અને 50 મહેમાનોને અહીં જમે નહિં ત્યા સુધી ખુલ્લુ રાખવામાં આવે છે.
આ કેફેમાં વોલંટિયર્સ મળીને ચલાવે છે. સાથોસાથ આવનાર દરેક લોકોને પ્રેમથી જમવાનું જમાડે છે. તો ગિફ્ટ ઇકોનમીને આગળ વધારવા પર ભાર આપવામાં આવી રહ્યોં છે

[sc name=”Panchat-3″]
અહીંયાના વોલંટિયર્સ ખુદને ‘મૂવ્ડ બોય લવ’ વોલંટિયર કહે છે. અને આ વોલંટિયર્સને સેવા બદલ કેફે તરફથી અલગ અલગ ભેટપણ આપવામાં આવે છે.

સેવા કેફેમાં પહેલીવાર આવતા લોકો આ મોડલને સમજી શકતા નથી. જેથી પેમેન્ટ નહિં કરવાનું અથવા તો ઓછુ પેમેન્ટ કરે છે. પરંતુ કેફેનો માહોલ અને વોલંટિયર્સની લગનને જોઈને વધારે જ પૈસા આપીને જાય છે.

સેવા કેફે ગુરૂવારથી રવિવાર સાંજે 7થી 10 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. જ્યાં સુધી 50 મહેમાનોને અહીં જમે નહિં ત્યા સુધી આ કેફે ખુલ્લુ રાખવામાં આવે છે.

[sc name=”Panchat-4″]

તમે આ લેખ “Panchat” ના સહયોગ થી વાંચી રહ્યા છો. આર્ટિકલ વાંચવા બદલ આભાર

80 હજાર ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો