જાણીયે રસપ્રદ એવો ખંભાતના પ્રાચીન ઇતિહાસ વિષે

0
128

ખંભાત પ્રાચીનકાળથી જ ગુજરાતના મહત્વના શહેર તરીકે નામના મળી છે. અને એની પાછળનું કારણ છે અહીંયાનો અખાત અને બંદર. ખંભાતનું જે બંદર છે તે પ્રાચીન જાહોજહાલીનું સુચક છે. માટે જ અહીંયા આવતા વિદેશપ્રવાસીઓ ખંભાતની સમૃધ્ધિના વખાણ ખુબ જ કરે છે. પરંતુ આજે તો આ બંદર કાંપના જામવાથી ઘણું જોખમી થયું છે પરંતુ સરકાર તેના માટે પગલાં લે છે અને તેના દ્વારા કાંપ ઉખેડવામાં આવે છે. તેમ છતાં પણ મોટા પ્રમાણમાં જહાજ વ્યવહાર કરવો જોખમી કહેવાય છે.

પહેલાનું ખંભાતનું પ્રાચીન નામ “સ્તંભતીર્થ” હતું. મૌર્યકાળથી તેના શાસનનો ઇતિહાસની માહિતી મળે છે. મૌર્ય બાદ શક, ક્ષત્રપ અને યવનોના તાબામાં ખંભાત  આવ્યું હતું. ત્યારબાદ ગુપ્તવંશના સામ્રાજ્યમાં ખંભાતનો સમાવેશ થયો હતો. ગુજરાતમાં ગુપ્તવંશના અનુસંધાન તરીકે મૈત્રકવંશ આવ્યો અને ખંભાત પર મૈત્રકોનું શાસન આવી ગયું. ત્યારબાદ ચાવડા-સોલંકી અને વાઘેલાઓના શાસનમાં ખંભાત એમના તાબા નીચે આવી ગયું.

ત્યારબાદ ખંભાત પર મુસ્લીમોનું શાસન આવી ગયું  હતું અને સલ્તનત યુગ ચાલુ થયો. પછી એની પર એક પછી એક મુસ્લીમ શાસકોનું આવવાનું ચાલુ થઇ ગયું. હવે ખંભાત એક રજવાડું બની ગયું હતું.

ગુજરાતના મોગલ સામ્રાજ્યના છેલ્લા સૂબા નવાબ મિર્ઝા ઝફર મુમિન ખાન પહેલાએ સામ્રાજ્યના અસ્ત સમયે ખંભાત રજવાડાની સ્થાપના ઇસ ૧૭૩૦માં કરી હતી. ૧૭૪૨માં મિર્ઝા ઝફર મુમિન ખાન પહેલાએ તેના સાળા અને ખંભાતના સૂબાને હરાવી દીધો હતો અને તેમની જગ્યાએ પોતાના શાષનની સ્થાપના કરી.

૧૭૮૦માં ખંભાતનો કબ્જો જનરલ ગોડાર્ડ રિચાર્ડ્સની આગેવાનીથી બ્રિટિશ લશ્કરે દવારા લેવાયો પણ ૧૭૮૩ માં તેના પર મરાઠાઓએ પોતાનો કબ્જો જમાવી લીધો. છેલ્લે ૧૮૦૩માં ૧૮૦૨ની સંધિહેઠળ તે બ્રિટિશ શાસન નીચે આવી ગયું. ૧૮૧૭માં ખંભાત બ્રિટિશ ના આશરે જીવવા લાગ્યું. ૧૯૦૧માં રાજ્યમાં રેલ્વે પણ ચાલુ થઇ ગઈ. ખંભાતના છેલ્લા શાસકે ભારતમાં ભળી જવા માટે ૧૦ જૂન ૧૯૪૮ના રોજ સાઈન કરી હતી.

જો તેના વિષે વાત કરીયે તો ખંભાતનો પણ એક યુગ હતો ! સ્તંભતીર્થનો ઉલ્લેખ ઘણી જગ્યાએ થયો છે. ટોલેમીએ પણ તેનું વર્ણન કર્યું છે, માર્કો પોલોએ ખંભાતને ઘણું જ વખાણ્યું છે અને વિશ્વપ્રસિધ્ધ ચીની પ્રવાસી હ્યુ-એન ત્સાંગે પણ ખંભાતને ખુબ જ મહત્વના બંદર તરીકે ગણના કરી છે. મહંમદ ગઝનીની સાથે આવેલા અલ બિરૂનીએ પણ સોમનાથની ખંભાતનું અંતર વર્ણવ્યું અને તેનો પણ ઉલ્લેખ કર્યો છે.

અત્યારે પણ ખંભાતના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં અડધા દટાયેલા પ્રાચીન મકાનો મળી આવે છે. અહીંયા ત્રણ બજારની આજુબાજુ ઇંટની દિવાલ હતી એવું પણ કહેવામાં આવે છે. અને પહેલા અહિં જૈન દેરાસરોનું પણ અસ્તિત્વ રહેલું હતું. બે વિશાળ જૈન મૂર્તિઓ [ શ્વેત અને શ્યામરંગી ] પણ મળી હતી, જેમાંથી એક પાશ્વનાથની છે તેવું કહેવામાં આવે છે.

ખંભાત અંગ્રેજોના સમયે બોમ્બે પ્રેસિડેન્સીમાં સમાવિષ્ટ ખેડા એજન્સીનું એક માત્ર રજવાડું હતું. આ જગ્યાએ જોવા સ્થળો પણ છે. જેમાં નીચેના સ્થળો ખુબ જ પ્રખ્યાત છે :

  • નારેશ્વર તળાવ
  • જુમા મસ્જિદ
  • માદળાં તળાવ
  • ભૈરવનાથની વાવ
  • બેઠક મંદિર
  • સ્વામિનારાયણ મંદિર
  • ગાંગડિયું તળાવ
  • વડવા આશ્રમ
  • જૈન દેરાસરો
  • બ્રહ્માજી મંદિર.

આ સિવાય, ખંભાતના ખુબ જ વખણાતા એવા સુતરફેણી, સુકા ભજીયા અને હલવાસનને કઈ રીતે યાદ ના કરીયે ? આવી વાનગીઓને કોઇ પણ  આક્રમણખોરો લૂંટી ના શકે. દરેક વસ્તુ જે તે વિસ્તારની ઓળખ હોય છે અને એમાં પણ ગુજરાતની સ્વાદપ્રિય પ્રજાની તો વાત જ શું પુછવી …!

આ સિવાય ખંભાતના આભુષણો અને ખાસ તો અકીકને કારણે ઘણી જ પ્રખ્યાત છે. અહીંયાનો અકીક [ એટલેકે એક પ્રકારનો પથ્થર ] તે દુનિયાભરમાં ખુબ જ વખણાય છે. અને મુળરાજ સોલંકી કાશી વારાણસીથી તેડાવેલ ઔદિચ્ય બ્રાહ્મણોનું પણ મુળ નિવાસ સ્થાન તો ખંભાત જ કહેવાય છે ! આવી રીતે ખંભાત ઘણી રીતે પ્રસિધ્ધ છે અને ખુબ જ ગુંજતું શહેર પણ છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?