કેરળ પુરમાં જે કપડાં બગડ્યા હતા તેમાંથી હેન્ડલુમ ઇન્ડસ્ટ્રી દ્વારા 5 સેમી ની ઢીંગલીઓ બનાવવામાં આવી , 6 મહિનામાં મેળવ્યા 70 લાખ ઓર્ડર

0
120

જો ખરાબ થઇ ગયા હોય એવા કપડાને સળગાવવામાં આવે તો પ્રદૂષણ થાય છે તેથી આ વિચારથી જ ઢીંગલી બનાવવાનો વિચાર મગજમાં આવ્યો

એમ. પૂર્ણિમા,કોચ્ચિ: કેરળના કુટ્ટનાદ જિલ્લાના એલેપ્પી બીચ પર એક હાઉસબોટ તૈયાર જ ઊભી હતી. પરંતુ પૂરના લીધે અહીંયા સૌથી વધારે વિનાશ થયો હતો. એર્નાકુલમમાં આવેલી હેન્ડલૂમ ઈન્ડસ્ટ્રીમાં જે ખરાબ થયેલા કપડા હતા તે અને દોરાથી 5 સે.મી.ની ઢીંગલીઓ બનાવવામાં આવી અને આ ઈન્ડસ્ટ્રીને ફરીથી ઊભી કરી દેવાઈ છે. આ એક ઢીંગલી 25 રૂપિયામાં વેચાય છે અને તેમને આ ઢીંગલીના 70 લાખ જેટલા ઓર્ડર પ્રાપ્ત થયા છે. તેથી તેમને માત્ર 6 જ મહિનામાં આશરે 2.5 કરોડ જેટલા રૂપિયાની કમાણી થઈ ગઈ છે. અને આ આવક હેન્ડલૂમ ઈન્ડસ્ટ્રીની વાર્ષિક ટર્નઓવર જેટલી છે. આવી જ રીતે કિનારા પર હવે ફ્લડ રેઝિસ્ટન્ટ એટલે કે પૂરનો સામનો કરી શકે તેવા ઘર પણ બની રહ્યા છે અને આ બધુ અહીંની ડેપ્યુટી કલેક્ટર કૃષ્ણઆ તેજાના ‘આઈ એમ ફોર એલેપ્પી’ ના અભિયાનના લીધે જ શક્ય બન્યું છે. આ અભિયાનની મદદથી જ આ વિસ્તારને ફરીથી તૈયાર કરવામાં આવ્યો છે.

હાજી ગત વર્ષે જ સદીના સૌથી ભીષણ પૂરથી નાશ કેરળમાં નાશ થયો હતો , હવે મળ્યા છે આનંદના સમાચાર

એર્નાકુલમ હેન્ડલૂમ ઈન્ડસ્ટ્રીમાં 6 વર્કશોપ છે અને તેમાંથી 3 વર્કશોપ તો 10 દિવસ પાણીમાં જ ડૂબેલા રહ્યા હતા. અને ત્યાં જે કપડા અને દોરા રાખ્યા હતા એ બધાનો નાશ થયો હતો. જો તેને સળગાવવામાં આવે તો તેનાથી પ્રદૂષણ થશે, એમ વિચારીને ડિઝાસ્ટર મેનેજમેન્ટના ગોપીનાથે એનજીઓ ચલાવતી લક્ષ્મી મેનનની મદદ માગી. અને લક્ષ્મીએ આ કપડાની મદદથી નાની-નાની ઢીંગલીઓ તૈયાર કરી.અને આ ઢીંગલીઓની કિંમત 25 રૂ થી ચાલુ કરીને 100 રૂ.જેટલી રાખી છે. અહીંયા એક સાડી 1500 રૂ.માં વેચવામાં આવતી હતી અને એક સાડીની મદદથી 350 જેટલી ઢીંગલીઓ બનાવવામાં આવી માટે તેમાંથી ટોટલ 9000 રૂપિયા પ્રાપ્ત થયું. પૂર પહેલા દરેક યુનિટનું સરેરાશ ટર્નઓવર 34-34 લાખ રૂપિયા હતું. અને આ ઢીંગલીઓથી માત્ર છ જ મહિનામાં એક યુનિટે સરેરાશ 39 લાખની રૂપિયાની કમાણી પ્રાપ્ત કરી.

દેવુની ઢીંગલીથી ત્યાં ખુશીઓ વહેંચવાની શરૂઆત કરવામાં આવી

તે સમયે નેવીના નિવૃત્ત અધિકારી કેપ્ટન રમેશ બાબૂ એલેપ્પી આવ્યા હતા. અને એક દિવસ એવું બન્યું કે તેમણે 3 વર્ષની બાળકી દેવૂને કચરામાંથી એક અડધી તૂટેલી ઢીંગલી કાઢી અને તેની સાથે રમતા જોઈ અને જયારે તેને પૂછ્યું તો માલુમ થયું કે પૂર પછી તેની પાસે માત્ર આ તૂટેલી ઢીંગલી સિવાય કઈ બચ્યું નથી. આ જોઈને તેમણે તેમના જે વોટ્સએપ પણ ગ્રૂપ હતા તેના મારફતે રમકડા ભેગા કરવાનું અભિયાન ચાલુ કરી દીધું. આખા દેશમાંથી ટ્રકો ભરી ભરીને ખુબ જ રમકડા આવવા માંડ્યા અને તે બધા રમકડાંને પૂર પીડિત બાળકોમાં વહેંચવાનું ચાલુ થયું અને તેમણે દેવૂને તેમાંથી જે સૌથી મોટું રમકડું હતું તે  મોકલ્યું કારણકે તેની શરૂઆત દેવૂની વાતથી જ થઈ હતી.

પ્રવસીઓએ 5 થી 25 લાખ જેટલું ડેન આપણે ચેન્ગન્નૂરને પાછું વસાવ્યું

ચેન્ગન્નુર એલેપ્પીથી 43 કિ.મી. દૂર આવેલું એક ટાઉન છે. પૂર આવવાથી અહીંયા 14 લોકોનું મોત થયું હતું. 15 ઓગસ્ટે જ્યારે લોકો સૂઈને ઊઠ્યા તો ત્યારે તેમણે જોયું કે મોટાભાગના રસ્તા તો પાણીમાં ડૂબેલા હતા. આ ટાઉન 4 લાખની વસતીવાળું છે અને તે નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સનું ગામ છે. અહીંયા રહેતા એનઆરઆઈ લોકોએ ઓનલાઈન અભિયાન ચાલુ કર્યું અને આખી દુનિયામાંથી તેમણે મદદ માગી. અને એક-એક એનઆરઆઈ દ્વારા આશરે 5 લાખથી થી 25 લાખની વચ્ચે દાન આપવામાં આવ્યું. આ મદદથી આ શહેરના મોટાભાગના ઘર ફરીથી બની ગયા છે, અને બીજા ઘણા ઘર હજી પણ બને છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?