કરીનાએ તેના લગ્નના આટલા વર્ષો પછી જણાવ્યું એક રહસ્ય : ” સૈફ પહેલા કર્યા છે આની સાથે લગ્ન , સૈફ છે તેના બીજા પતિ“

0
811

કરીનાને બૉલીવુડની બિન્દાસ બેબો કહેવાય છે અને આ અભિનેત્રી કરીના કપૂર ખાનની ચારે બાજુ ચર્ચા થતી હોય છે અને તે તેની ફિલ્મોના પણ સિવાય ચૈટ શો કે રૈમ્પ વૉક પર કાયમ પોતાનો જલવો દેખાડતી રહેતી હોય છે. હમણાં થોડા સમય પહેલા જ મુંબઈમાં થયેલા એક લૈકમે ફૈશન વીકમાં પણ કરીનાએ પોતાની અદાઓથી તેના ફેન્સને એકદમ પાગલ બનાવી દીધા હતા. આ સિવાય પણ કરીના એ મીડિયા સાથે કેટલીક મહત્વની વાતચીત કરી હતી અને કરીનાએ કેટલાક સવાલોના જવાબ પણ આપ્યા હતા. અને આ ઇન્ટરવ્યૂમાં કરીનાએ એક વાતને કબૂલી હતી કે કરીનાએ સૈફ સાથે લગ્ન કર્યા તે પહેલા પણ તેના લગ્ન થઇ ગયેલા છે અને આ વાત કરીનાએ લૈકમે ફૈશન વીકમાં જણાવી હતી.

કરીનાએ સૈફ પહેલા કર્યા હતા આ વ્યક્તિ સાથે લગ્ન

એક વાત જાણી લો કે કરીનાએ જેની સાથે સૈફ પહેલા લગ્ન કર્યા છે તે બીજું કોઈ નહીં પરંતુ લૈકમે ફૈશન પરિવાર છે. કરીનાએ જણાવ્યું કે તેના પહેલા લગ્ન લૈકમેં ફૈશન વીક પરિવાર જોડે થયેલા છે. કરીનાએ એમ કહ્યું કે બ્રાન્ડ અને કલાકાર અમે બંનેએ એકબીજાનો હાથ પકડીને જ રાખ્યો છે. તે ઉપરાંત પણ એક પ્રોમિસ એવું કર્યું છે કે આ બંને આગળ જતા પણ સાથે જ કામ કરશે. તેથી આ એક પ્રકારના તો લગ્ન જ કહેવાય ને. કરીના એ લૈકમેં ફૈશન વીક પોતાના આ પ્રેમ વિષે જણાવ્યું કે લૈકમેં મારા વગર સંપૂર્ણ નથી અને હું પણ લૈકમેં વગર એકદમ અધૂરી જ છું. હું હંમેશા એ સમયની રાહ જોતી હોઉં છું કે હવે ક્યારે મને રૈમ્પ પર વૉક કરવાનો ચાન્સ મળશે. માટે લેકમે મારા માટે પરિવાર કરતા પણ વધુ મહત્વ ધરાવે છે. આ ખુબ જ શાનદાર સફર છે અને જેમાં હું ખુબ જ ખુશ છું અને આજે મને ખુબ ગ્લેમરસનો અનુભવ થઇ રહ્યો છે. અને કરીનાએ આ ઇવેન્ટમાં બ્લેક કલરનું આઉટફિટ પહેર્યું હતું અને તેમાં કરીના એકદમ સુંદર દેખાતી હતી.

કરીના પાછી આવી રહી છે બૉલીવુડમાં ધમાલ મચાવવા

આજકાલ કપૂર પરિવાર અને નવાબ પરિવાર ઘણી જ ચર્ચામાં છવાયેલું રહ્યું છે. જ્યાં એક બાજુ કરિનાનો દીકરો તૈમુર અત્યારે સૌથી વધારે લોકપ્રિય સ્ટાર કિડ ગણાય છે અને સૈફ-અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પણ હમણાં જ ફિલ્મોમાં ડેબ્યુ કર્યું છે. અને તેની સામે ઘણા સવાલો પણ ઉઠાવામાં આવતા હોય છે કે કરીના શું એક માં ની જેમ જ તેની જોડે રહે છે? આ વાત પર કરીનાએ પહેલા પણ જવાબ આપેલા છે કે તે સારા અને ઈબ્રાહીમની માં બનવા ઇચ્છતી નથી કારણકે તેમની પાસે પહેલેથી જ અમૃતા જેવી ખુબ જ સારી માં રહેલી છે. પરંતુ સારા અને કરીના વચ્ચે ઘણી જ સારી મિત્રતા છે. એક બાજુ સારાને જ્યાં કરીના નો ‘પૂ’ વાળો અવતાર ઘણો જ ગમે છે જયારે કરીનાએ કેદારનાથ મુવીમાં સારાના ઘણા જ વખાણ કર્યા હતા.

જો કરિનાની કમબેકની વાત કરીયે તો તેની આવેલી ‘વીરે દી વેડિંગ’ ફિલ્મે કઈ ખાસ ધમાલ કરી નથી, પરંતુ તે ફિલ્મમાં કરીનાના અભિનયના ઘણા જ વખાણ થયા હતા. કરીનાની હવે પછી ની ફિલ્મ ‘ગુડ ન્યુઝ’ માં તે અક્ષય કુમાર સાથે નજરમાં આવવાની છે, અને કદાચ આપણે કરીનાને કરન જોહર ની ફિલ્મ ‘તખ્ત’ માં પણ જોઈ શકીયે એવી શક્યતા રહેલી છે. ” તખ્ત ” ફિલ્મમાં કરીનાની સાથે રણવીર સિંહ, જ્હાન્વી કપૂર, ભૂમિ પેડનેકર અને વિક્કી કૌશલ પણ આપણને દેખાશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?