‘કહો ના પ્યાર હૈ’ના 18 વર્ષ પૂરા થયા, ઋત્વિક નહીં શાહરૂખ હતો પહેલી પસંદ

0
539

તમને બોલિવૂડ સુપરસ્ટાર ઋત્વિક રોશનની પહેલી ફિલ્મ ‘કહો ના પ્યાર હૈ’ તો યાદ જ હશે. એક સમયે આ ફિલ્મે દર્શકોને ખૂબ ઘેલું લગાડ્યું હતું. જણાવી દઈએ કે આ ફિલ્મ 14 જાન્યુઆરી 2000માં રિલીઝ થઈ હતી. અને હવે તેના 18 વર્ષ પુરા થઈ ગયા. ખાસ વાત એ છે કે આ ફિલ્મથી ઋત્વિક અને ચર્ચિત અમીષા પટેલે બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આજ ફિલ્મના 18 વર્ષ પુરા થવા પર અમે તમને ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીશું, જે કદાચ જ તમને ખબર હશે.

શાહરુખ હતો પહેલી પસંદ

તમને જાણીને હેરાની થશે કે આ ફિલ્મ ઋત્વિક રોશન પહેલી પસંદ નહોતો. હકીકતમાં પિતા રાકેશ રોશન ફિલ્મમાં રોહિત અને રાજની ભૂમિકા માટે સુપરસ્ટાર શાહરૂખ ખાનને કાસ્ટ કરવા ઈચ્છતા હતા.

અમિષા પણ નહોતી પહેલી પસંદ

ઋત્વિકની જેમ, અમિષા પણ આ રોમાન્ટિક ફિલ્મ માટે પહેલી પસંદ નહોતી. જણાવી દઈએ કે તેની પહેલી કરીના કપૂર ખાનને ફિલ્મમાં સોનિયાના કેરેક્ટર માટે પસંદ કરાઈ હતી. પરંતુ બાદમાં કોઈ કારણથી કરીના આ ફિલ્મ છોડીને જતી રહી અને તેની જગ્યાએ અમિષા પટેલને સિલેક્ટ કરાઈ. ખાસ વાત એ છે કે ફિલ્મમાં રાજની માતાનું કેરેક્ટર પ્લે કરનારી એક્ટ્રેસ અમિષા પટેલની રિયલ માતા હતી.

ઋત્વિકને મળ્યા 30,000 લગ્નના પ્રપોઝલ

આ ફિલ્મ તે સમયે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ હતી. તે સમયે આ ફિલ્મે 102 એવોર્ડ જીતીને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું સ્થાન લખાવ્યું હતું. આ ફિલ્મને રિલીઝ થયા બાદ ઋત્વિક રોશનને લગભગ 30,000 લગ્નના પ્રસ્તાવ મળ્યા હતા.

ફિલ્મની જેમ જ સુઝૈનને મળ્યો હતો ઋત્વિક

તમને કદાચ યાદ હશે કે ફિલ્મમાં સોનિયા અને રોહિતની મુલાકાત ટ્રાફિક સિગ્નલ પર થઈ હતી. પરંતુ કદાચ તમને આ માલુમ નહીં હોય કે રિયલ લાઈફમાં પણ ઋત્વિક અને તેની એક્સ વાઈફ સુઝૈન ખાનની મુલાકાત પણ આવી જ રીતે થઈ હતી.

સ્રોત : આઈએમગુજરાત

500 ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

દોસ્તો, આર્ટિકલ વાંચીને મજા પડી ને? બસ એવું જ કઈંક નવું જાણવાં માટે અમને સપોર્ટ કરતા રહો અને આર્ટિકલ વધુમાં વધુ શેર કરો