કાદર ખાન વિશે આટલું વાંચી લો અને પછી કમેન્ટમાં “ઓમ શાંતિ” લખો… – જગમગતો સિતારો..

0
133

બોલીવુડમાં કાદર ખાનના મૃત્યુથી બધા શોકમાં ગરકાવ થયા છે ત્યારે માણસોના હદયમાંથી કાદર ખાનની તસવીર દૂર થતી નથી. બોલીવુડના દિગ્ગજ ઉમ્રલાયક એક્ટર કાદર ખાનનું કેનેડામાં નિધન થયું પરંતુ તેની મૂવી જોઈએ તો આજપણ જીવિત છે એવો ભાસ થાય છે. કાદર ખાન વિશેની ખાસ અંગત વાત કરીએ તો તે એક્ટર સિવાય રાઈટર પણ હતાં. તેને ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને ૨૫૦ થી વધુ ફિલ્મોમાં ડાયલોગ પણ લખ્યા. અમુક ડાયલોગ તો આજેપણ લોકોના મોઢા પર બોલતા જણાય છે.

૭૦ ની સાલ કાદરખાન માટે બહુ સારી રહી હતી. આ સમયમાં તેનું નામ મોટા દિગ્ગજ સ્ક્રીન રાઈટરર્સની નામયાદીમાં ગણાતું હતું. તેના ડાયલોગ લોકોના દિલમાં એવા અસર કરતા કે મૂવી પછી પણ લોકો તેને બોલતા થઇ જતા હતા. અમિતાભ બચ્ચપનની ઘણી ફિલ્મમાં કાદરખાને સુપરહિટ ડાયલોગ લખ્યા છે. આજ આપણા વચ્ચે કાદરખાન તો રહ્યા નથી પણ જયારે-જયારે તેના ફિલ્મ કે તેના ડાયલોગની ચર્ચા થશે જયારે જરૂરથી મનમાં તેનું છબીચિત્ર તૈયાર થશે. તો આજના આર્ટીકલમાં આપણે જાણીએ અમિતાભ બચ્ચનના ફિલ્મ ડાયલોગ જે કાદરખાને લખ્યા હતા.

(૧) મુકદર કા સિંકદર

“સુખ તો બેવફા હૈ આતા હૈ જાતા હૈ, દુખ હી અપના સાથી હૈ, અપને સાથે રહેતા હૈ. દુખ કો અપના લે તબ તકદીર તેરે કદમો મેં હોગી ઔર તૂ મુકદર કા બાદશાહ હોગા.” આ ફિલ્મમાં ફકીર બાબા બનેલ કાદર ખાન અમિતાભ બચ્ચનને જિંદગીનો સાચો અર્થ સમજાવતા હોય એ રીતે કહે છે.

(૨) સતે પે સતા

આ શીન અમિતાભે આપ્યો હતો, “દારૂ પિતા નહીં હૈ અપૂન, ક્યોંકી માલૂમ હૈ દારૂ પીને સે લીવર ખરાબ હો જાતા હૈ, લીવર.”

(૩) હમ

કિસી આદમી કી સીરત અગર જાનની હો તો ઉસકી સૂરત નહીં ઉસકે પૈરો કી તરફ દેખના ચાહિયે, ઉસકે કપડો કો નહીં, ઉસકે જૂતો કી તરફ દેખ લેના ચાહિયે.” આ ફિલ્મ કાદર ખાને ડબલ રોલમાં કરેલ છે.

આ રીતે હીટ ડાયલોગ બાજ પ્લે કરવાના પણ તે બાદશાહ હતા. કાદર ખાને આ સિવાય અગ્નિપથ, અંગાર, હિમ્મતવાલા, મિસ્ટર નટવરલાલ, બાપ નંબરી બેટા દસ નંબરી, કુલી, જૂદાઇ વગેરે ફિલ્મોમાં ડાયલોગ લખીને ફિલ્મી પડદે મૂવીને ચમકાવી હતી. આ તમામ વાતો આજની તારીખમાં ઈતિહાસ બની ગઈ છે. ભગવાન કાદર ખાનના આત્માને શાંતિ આપે.

#Author : RJ Ravi

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?