સારા અલી ખાન કાર્તિક આર્યનને નહિ પણ પોતાનાથી 8 વર્ષ મોટા એક્ટરને કરી રહી છે ડેટ

0
138

સારાએ કરી છે કેદારનાથ ફિલ્મથી જોરદાર એન્ટ્રી :


સારાએ હજી તો બોલિવુડમાં ફક્ત એન્ટ્રી કરી છે ત્યાં તો તે બોલીવુડમાં છવાઈ ગઈ છે. સારા એ કેદારનાથ ફિલ્મથી ડેબ્યુ કર્યું છે અને જો સારા અલી ખાનનો કોઈ પહેલો હીરો હોય તો તે હતો સુશાંત સિંહ રાજપૂત.અને આ બંનેની કેમિસ્ટ્રીને દર્શકોએ ખુબ જ વખાણી હતી.

સારાએ કબૂલ કર્યું કે તેને કાર્તિક પર હતો ક્રશ : 


સારાની બીજી ફિલ્મ આવી રણવીર સિંહ સાથેની અને સિમ્બા મુવી બોક્સ ઑફિસ પર બ્લોક બસ્ટર  સાબિત થઇ ગઈ છે. સારાને આ બંને ફિલ્મોમાં સફળતા મળી હોવાથી તે અત્યારે સાતમા આસમાને છે તેમ કહી શકાય. આ ડીવાય તેણે ઘણા ઈન્ટરવ્યુમાં કબુલ્યું હતું કે તેને કાર્તિક આર્યન પર ક્રશ છે.

પણ અત્યારે કાર્તિક નહિ, તે ડેટ કરે છે બીજા કોઈને :


લોકો એ એવું માન્યું હતું કે સારાએ કાર્તિકને દિલ દીધું છે પણ હવે સૌ કોઈને એ વાત જાણીને નવાઈ લાગશે કે સારા અત્યારે કાર્તિક આર્યનને નહિ, પરંતુ બીજા એક સ્ટાર સાથે ડેટ કરી રહી છે. અને જો તમે એ એક્ટરનું નામ જાણશો તો નવાઈ જરૂરથી થશે. અને એક વાત એ કે તે એક્ટર સારાથી ઉંમરમાં આઠ વર્ષ મોટો છે.

સારા આવી મુંબઈ અને તે પણ ખાસ સુશાંત માટે :


હાલ તો સારા કરોડોની પ્રોપર્ટીના મામલે સારા પોતાની માતા જોડે દહેરાદૂનમાં જ રહે છે. પણ ગઈકાલે સારા ખાસ સુશાંત સિંહ રાજપૂતનો જન્મદિવસ મનાવવા માટે દહેરાદૂનથી મુંબઈ આવી પહોંચી હતી. અને તે કેક પણ સાથે લઈને ગઈ હતી અને એ પણ સુશાંતના ઘરે અને તેણે સુશાંતને સરપ્રાઈઝ આપી હતી. કેક કટ કર્યા બાદ તે બંને બહાર ડિનર માટે ગયા હતા.

થઇ રહી છે તેમના અફેરની ચર્ચા : 

રિપોર્ટ્સમાં મળેલી માહિતી મુજબ સુશાંત સારાને તેના ઘરે ડ્રોપ કરવા પણ ગયો હતો અને તે બંનેએ ઘણો સમય જોડે પસાર કર્યો હતો. અને હવે એવી ચર્ચા થઇ રહી છે કે આ બંને વચ્ચે કોઈ ખિચડી રંધાઈ રહી છે. સુશાંતની હવે પછીની ફિલ્મ આવવાની છે – સોન ચીડિયા

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Panchat” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

૧ લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?